Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના આકાશમાં ટમટમતા તારલાઓ, ચાંદ, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય વિગેરેની અંદર નાની- નાની 94 મોટી અનેક બાબતો જાણવા જેવી પડેલી હોય છે. પણ દૂર બેઠેલા આપણને એ અતિ નથી મહત્ત્વની બાબતોનો બોધ શી રીતે થાય? અહીં તો માત્ર એટલી જ ખબર પડે કે આ રે સૂર્ય છે... આ ચંદ્ર છે... આ પૂલબોધનો વિશેષ ઉપયોગ નથી એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. માટે જ વૈજ્ઞાનિકો ટેલિસ્કોપ નામના યંત્રનો ઉપયોગ કરે છે. એના દ્વારા તેઓ એ પ્રત્યેક આકાશીય વસ્તુઓમાં રહેલી ઝીણી ઝીણી બાબતોને જાણી અવનવી શોધો કરે છે. વિશ્વને આશ્ચર્ય થાય એવી વસ્તુઓની રચના કરે છે. જિનાગમો, નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ અને ટીકાઓ એ જિનશાસન રૂપી આકાશમાં ચમકતા તારલાઓ... સૂર્ય જેવા છે. જેમાંથી નીકળતો જ્ઞાન રૂપી પ્રકાશ આ વિશ્વને પ્રકાશિત કરે છે. વિશ્વનો કોઈપણ પદાર્થ આ જિનાગમાદિ દ્વારા સામાન્યથી જાણી શકાય. - સંસ્કૃત-પ્રાકૃતાદિ ભણ્યા બાદ આ ગ્રન્થો વાંચી શકાય ખરા, પરંતુ એ તો આંખથી તારલાદિના દર્શન કરવા જેવું છે. એમાં સામાન્ય-સ્થૂલ બોધ થાય. એમાંય સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી અને મહામહોપાધ્યાય યશોવિજયજી મ.સાહેબના અતિગહન, અતિ અઘરા ગ્રન્થોના ઉંડા રહસ્યો તો મેળવી જ ન શકાય. એ માટે જરૂર છે કોઈક ટેલીસ્કોપની! એ ટેલીસ્કોપ એટલે વાયગ્રન્થો ! મુક્તાવલિ, વ્યાપ્તિપંચક અને સિદ્ધાન્તલક્ષણ આ ત્રણ વાયગ્રન્થોનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો સંયમીની પ્રજ્ઞા અતિતીક્ષ્ણ બને. એક જ વાક્ય કે માત્ર એક જ શબ્દ ઉપર પણ ઉંડું ચિંતન કરી અવનવા રહસ્યોને એ પામી શકે. ઉપરછલ્લી દૃષ્ટિએ વાક્યો કે શબ્દોમાં જે અતિમહત્ત્વના પદાર્થો પડેલા હોવા છતાં બિલકુલ ન દેખાય એ બધા જ પદાર્થો આ તીક્ષ્મતમ પ્રજ્ઞા દ્વારા ખૂબ જ સહેલાઈથી દેખાઈ જાય. આ ન્યાયગ્રન્થોમાં આપણા જૈનશાસ્ત્રો વાંચવા માટે ઉપયોગી એવા પાયાના પદાર્થો કે પારિભાષિક શબ્દોનું વર્ણન વિગેરે નથી. આમાં છે માત્ર બુદ્ધિનું ઘડતર ! ન્યાયગ્રન્થોમાં એક-એક શબ્દ ઉપર ખૂબ જ ઉંડાઈપૂર્વક ચર્ચાઓ હોય. પ્રશ્નો અને ઉત્તરોની વણઝાર ચાલતી હોય. આ બધુ પેલો સંયમી ભણે એટલે આપોઆપ એની પ્રજ્ઞા પણ દરેક શબ્દોમાં પ્રશ્નો ઉભા કરતી થઈ જાય. અને પોતાની મેળે દરેક પ્રશ્નોમાં યોગ્ય સમાધાન શોધતી પણ થઈ જાય. આમ સંયમીઓ વિશિષ્ટ પ્રજ્ઞાના સ્વામી બની, સૂક્ષ્મતમ અભ્યાસ કરી, જૈનશાસ્ત્રોના માખણને બહાર કાઢી સ્વ-પર ઉભયને હિત કરનારા બને એ માટે જ આ વાયગ્રન્થોનો અભ્યાસ કરવાનો છે. હા! ન્યાયગ્રન્થોના અભ્યાસ વિના આ માખણ ન જ મળે એવો એકાંત તો નથી જ. પણ વર્તમાનકાળ જોતા એમ લાગે છે કે જે નૈયાયિકો બન્યા છે તેઓએ આ અઘરા ગ્રન્થોનું વાંચન, અધ્યાપન, પ્રકાશનાદિ કરવામાં સારી સફળતા મેળવી છે. | ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજીના સમુદાયમાં આચાર્ય શ્રી જયસુંદર વિજયજી,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252