Book Title: Shrutsagar 2016 05 Volume 02 12 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી અભેદોપાસનારૂપયોગ શ્રેષ્ઠતર છે. समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि। મેતોપાસનારૂપસ્તત: શ્રેષ્ઠતર યમ્ ૫૯ પરમાત્મામાં આત્માની સમાપત્તિ કરવાથી આત્માને પરમાત્મતાનો સ્પષ્ટ અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદોપાસના રૂપ શ્રેષ્ઠતર યોગ છે. પ્રથમ અભ્યાસ કરતાં પરમાત્મામાં આત્માની સ્થિરતા, લીનતા કરવી પશ્ચા પરમાત્માથી આત્મા ભિન્ન નથી એમ ભાવવું. મારા આત્મામાં પરમાત્મપણું છે, અને તે સત્તાગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ સ્પષ્ટ છે એમ ભાવવું. આત્મા અને પરમાત્માની અભેદોપાસના કરતાં કરતાં આત્મા તે જ પરમાત્મા છે એમ અનુભવ ખીલતો જાય છે. આત્મા તે જ પરમાત્મા છે એમ ધ્યાન કરતાં અભેદપણે ભાવના કરવાથી પરમાત્મત્વ પ્રગટે છે. જેવો સંયમ કરવામાં આવે તેવો ધ્યાતા થાય છે. પરમાત્માનો સંયમ કરતાં અને આત્મામાં પરમાત્માની ઉપાસના કરવાથી આત્મા અને પરમાત્માનો ભેદ ટળી જાય છે. એમ જ્ઞાનયોગીઓને અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદોપાસના કરતાં પૂર્વે સંગ્રહના દૃષ્ટિથી સર્વ પ્રાણીઓ કે જે ઉર્ધ્વલોક, તીર્થાલોક અને અધોલોકમાં રહેલા છે તેઓમાં પરમાત્મત્વ દેખવું, લાવવું, જે જે પ્રાણીઓ દેખવામાં આવે છે તેઓના શરીરાદિ તરફ ન દેખતાં તેઓમાં રહેલી પરમાત્મત્વ સત્તા દેખવી અને મનમાં પણ સર્વ જીવોની પરમાત્મતા વિચારવી. સૂક્ષ્મસત્તાગ્રાહક સંગ્રહ દૃષ્ટિથી પશુ, પંખીઓ અને મનુષ્યોની શરીરાદિ ચેષ્ટાઓ તરફ અલક્ષ્ય કરીને ગમે તેવા સંયોગોમાં પણ તેનામાં પરમાત્મત્વ દેખવું અને ભાવવું. પોતાના આત્મામાં પરમાત્મત્વ દેખવું અને ભાવવું. સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માઓ છે એમ ભાવના ભાવવી. બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષોમાં સત્તાએ પરમાત્મા દેવ છે એવું દૃઢ નિશ્ચયથી માનવું અને તેઓમાં રહેલા પરમાત્મપણા સંબંધી ખ્યાલ કરવો. ચઉદ રાજલોકમાં સત્તાએ સર્વ જીવોમાં પરમાત્મત્વ છે એમ સંગ્રહનયા દૃષ્ટિથી દેખવું અને ભાવવું. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36