________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
20
श्रुतसागर
मई - २०१६
ખેંચી છે. લગભગ બધી હસ્તલિપિઓમાં આ લઘુ ચિત્રો જોવા મળે છે. કદી કદી આ બિલકુલ એકબીજાની નકલ માલમ પડે છે. એમાં સારા નરસાનું અંતર કલાકારનું પોતાનું વ્યક્તિગત કૌશલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫મી શતાબ્દિની હસ્તલિપિઓની જૈન લઘુ ચિત્રોની કળા એ સમયની બીજી ચિત્રકળાથી ઘણી ઘાટીલી ઠરે છે. હસ્તલિપિઓના લઘુ ચિત્રોની તુલનામાં જૈન પુસ્તકોના કવર પર જે ચિત્રકળાઓ રહેલી હતી તેમાં ખાસ બહુલતા મળે છે. કદી કદી તે ડિઝાઈનોમાં થોડા ઘણા ફેરફાર કરીને આ પુસ્તકોના કવર પર જોવા મળે છે. આ કવર ચિત્રોમાં મૌલિકતાની અપેક્ષા ટેકનીક અને સજાવટને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
આમાં જીવનના વાસ્તવિક દૃશ્યોનું ચિત્રણ કરવામાં આવતું. આ બધાયે દૃશ્યો
સમકાલીન જીવનથી લેવામાં આવતાં. આના પ્રદર્શનમાં એક પ્રતિભા રહેતી.
સુરુચિના કારણે પણ આ ચિત્રો બહુ જ સુંદર ઠરે છે. અમને આજ સુધી જે કંઈ જ્ઞાન થઈ શક્યું છે તેથી એ કહેવું અત્યંત કઠણ છે કે જૈન ચિત્રકળાનો પ્રાદુર્ભાવ શાથી થયો. ૧૫મી શતાબ્દિ અને એ પછી સુધી જે જૈન ચિત્રકણો આપણને ધાર્મિક પુસ્તકોમાં મળે છે, તે સાધારણ જનતાની જ ઉન્નત ચિત્રકળાનું રૂપ છે. જનતાની જ કળાને વિશેષ રૂપ આપીને એક ખાસ સાંચામાં ઢાળવામાં આવી છે. એ જ કારણ છે કે જૈન ચિત્રકળામાં સ્ત્રીપુરુષોના આકાર-પ્રકાર રૂઢિથી જકડાયેલા છે.
જૈન ચિત્રકળાનો સ્વતંત્ર રૂપે સ્વયં વિકાસ ન થઈ શક્યો, છતાં તે પોતાના સમયની વાસ્તવિકતાના કારણે જ આપણે તેને જૈન ચિત્રકળા કહીએ છીએ.
એથી વિપરીત જે ચિત્રકળાને રિયલિસ્ટિક અને ભૌતિક ચિત્રકળા કહેવામાં આવે છે તે વાસ્તવમાં જૈન ચિત્રકળા છે જ નહિ, અને ધાર્મિક ચિત્રકળાની તુલનામાં તેને ભૌતિક ચિત્રકળા કહીએ અથવા ગુજરાતી ચિત્રકળા કહીએ-ગમે તે નામે પોકારીએ-પણ વાસ્તવમાં એ જનતાની જ ચિત્રકળા છે. આ ગૂજરાતની ગ્રામીણ ચિત્રકળા છે અને એ સંબંધમાં શ્રી એન. સી. મહેતાએ વિસ્તારથી સુંદર ઢંગ પૂર્વક લખ્યું છે.
બૌદ્ધ, જૈન, અને હિન્દુ; આ ત્રણે ચિત્રકળાઓએ ધાર્મિક વિશ્વાસોમાં જ પોતાનું મૌલિક રૂપ પ્રાપ્ત કર્યું છે.
- (વિશ્વવાણી; જાન્યુઆરી ૧૯૪૨ ના અંકમાંથી સંકલિત)
For Private and Personal Use Only