Book Title: Shrutsagar 2016 05 Volume 02 12
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 19 SHRUTSAGAR May-2016 આવતી, તેમાં પહેલાં સ્વર્ણરજનો લેપ કરવામાં આવતો અને સોનાનાં પાંદડાં ચોંટાડવામાં આવતાં. એ પછી ઘેરા અરુણ રંગથી ચિત્રોમાં રંગ ભરવામાં આવતો. એ પણ સંભવિત જણાય છે કે જૈન ચિત્રકાર પહેલાં સ્કેચ બનાવી લેતા હશે. પહેલાં સ્વર્ણિમ ડિઝાઈનની એક મોટી રૂપરેખા ખેંચી લેવામાં આવતી હતી, પછી આંખ, પાંપણ, કાન અને આંગળિઓ આદિ બનાવી લેવામાં આવતી હતી પરિણામ એ આવતું કે ચિત્રોમાં મુખ, વસ્ત્ર, ફૂલ અને સજાવટની ચીજો એવી માલમ પડતી કે જાણે તે સુવર્ણની બનાવેલી હોય. મોટી મોટી બહાર નીકળેલી આંખો અને ઊભરાયેલાં અંગ, પ્રત્યંગ પ્રારંભિક જૈન લઘુ ચિત્રોની કળાની વિશેષતાઓ છે અને આ જ વિશેષતાઓએ તેને અસ્વાભાવિક બનાવી દીધી છે. પ્રારંભિક જૈન કળામાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે. ચિત્રોની ચારે બાજુની સજાવટ. જૈન ચિત્રકળાના સંબંધમાં જે મસાલો પ્રાપ્ત થઈ શક્યો છે તેથી આપણે ત્રણ પ્રકારની ચિત્રપદ્ધતિ જોઈ શકીએ છીએ : (૧) સૌથી પ્રારંભિક પદ્ધતિ ૧૩મીથી લઈને ૧૬મી શતાબ્દિ સુધી પ્રચલિત હતી, અને આ જૈન કળામાં સૌથી પ્રાચીન પદ્ધતિ કહેવાય છે. (૨) જૈન ચિત્રકળાની બીજી પદ્ધતિ ૧૬મી સદીના મધ્યમાંથી ૧૭મી સદી સુધીની છે, જ્યારે જૈન ચિત્રકળા મોગલ ચિત્રકળાના સંબંધમાં આવી. (૩) જૈન ચિત્રકળાની ત્રીજી પદ્ધતિ તે છે કે જ્યારે ૧૭મી શતાબ્દિના અંતમાં જૈન ચિત્રકળા રાજપૂત ચિત્રકળાથી પ્રભાવિત થઈ અને ૧૮મી સદીમાં રજપૂત ચિત્રકળાના અવનતિ કાળમાં પૂરેપૂરી રીતે તેમાં ભળી ગઈ. આ ત્રણે કાળની પદ્ધતિમાં જે સૌમાં મુખ્ય અંતર જોવાય છે, તે મુખના ચિત્રણમાં છે. આપણે મુખનો કેવલ અડધો ભાગ જ ચિતરાયેલો જોઈ શકીએ છીએ. પછી મોગલકાળમાં આપણે સુડોલ અંગ, પ્રત્યંગનું ચિત્રણ જોઈ શકીએ છીએ. જ્યારે રાજપૂતકળાનો પ્રભાવ શરૂ થયો ત્યારે સ્ત્રીઓનો ગોળ ચહેરો ચિત્રિત કરવામાં આવતો અને પુરુષોને મૂછો તથા દાઢી બનવા લાગી. ૧૫મી શતાબ્દિમાં નાનાં ચિત્રોમાં લાલ અને સોનેરી રંગોના સ્થાને સુંદર લીલો રંગ અને સોનેરી રંગ વાપરવામાં આવ્યો. પછી અંતમાં બેડોળમાં બેડોળ લાલ પીળા રંગ વપરાવા લાગ્યા અને સોનું બીલકુલ કાઢી નાંખવામાં આવ્યું. જૈન લઘુ ચિત્રોની રેખાઓ લચકતી બનાવવામાં આવતી, તેથી એ રેખાઓ ખરાબ રીતે અંકાતી, અને જોતા માલૂમ પડે કે કોઇ અકુશળ હાથોએ આ રેખાઓ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36