________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય ચિત્રકળા પર એક દૃષ્ટિ
લેખક:- શ્રીયુત અજિતઘોષ અનુવાદક-પં. અંબાલાલ પ્રેમચંદ શાહ
જૈન ગ્રંથોની લધુ ચિત્રોની (મિનીયેચર) ચિત્રકળામાં અંગ, પ્રત્યંગ ઊભરેલાં અને અણીદાર દેખાડવામાં આવ્યાં છે. જૈન ચિત્રકારોએ મુખને અંકિત કરવામાં ખાસ દિલચસ્પી બતાવી છે.
સિત્તનવાસલના ફ્રેસ્કોને છોડીને આપણને જૈન ચિત્રકળાનું વિરાટ રૂપ જોવા મળતું નથી. સિત્તેનવાસલ ફ્રેસ્કો જૈનોના જ બનાવેલ છે; એમાં પણ પૂરતો સંદેહ છે. જૈન ચિત્રકળા લઘુ ચિત્રોની ચિત્રકળા છે. આ તેરમી શતાબ્ધિથી શરૂ થાય છે. સૌથી જૂનો તાડપત્રનો ગ્રંથ ઇ.સ. ૧૨૩૭ નો છે, પરંતુ જે ગ્રંથમાં સૌથી સુદંર મિનીયેચર ચિત્રકળા છે, તે પંદરમી શતાબ્દિનો છે. આ હસ્તલિપિઓ આજકાલ અપ્રાપ્ય છે.
1
બૌદ્ધ કળાકારોની કલાત્મક કલ્પના અધિક્તર ધાર્મિક વસ્તુઓના ચિત્રણમાં જ પ્રગટ થઇ છે, છતાં યે તે કલ્પના વ્યાપક હતી અને તેની અંદર વિવિધ રૂપો ચિત્રિત કરવામાં આવતાં હતાં. પરંતુ જૈન કળાકારોનાં ચિત્રોમાં કેવળ આધ્યાત્મિક ચિત્રો જ મળે છે.
જો અગિયારમી સદીની નેપાલની બૌદ્ધ હસ્તલિપિઓ અને બંગાળની પાલયુગની હસ્તલિપિઓ તેમજ જૈન મિનીયેચર હસ્તલિપિઓની તુલના કરવામાં આવે તો આ બધાની ચિત્રકળાનું અંતર સ્પષ્ટ થઈ જાય છે. બૌદ્ધ ચિત્ર લિપિઓની ચિત્રકળા આ બધાથી ઘણે અંશે અધિક સુંદર છે તે કોઈ કળા, રીતિ અથવા પદ્ધતિથી બંધાયેલી નથી. તે પોતાના સમયની ચિત્રકળાનું અદ્ભુત સંતુલન અને સમન્વય છે.
ભિન્ન-ભન્ન રંગોને એકી સાથે મેળવી તેમાં નિશ્ચિત પ્રભાવ પેદા કરવો એ બૌદ્ધ ચિત્રકળાની વિશેષતા છે. બૌદ્ધ ચિત્રકળા ભાવનાત્મક કલ્પના પેદા કરે છે, પરંતુ જૈન ચિત્રકળા તેથી તદ્દન વિપરીત છે.
શરૂઆતના જૈન લઘુ (મિનીયેચર) ચિત્રો જ્યાં સુધી એના ટેકનીકનો સંબંધ છે, તે બેહદ મનોરંજક છે. ગ્રંથોના પૃષ્ઠ પર લઘુ ચિત્રો માટે જેટલી જગ્યા મૂકવામાં
1. છેલ્લા સંશોધન મુજબઃ- જૂનામાં જૂની તાડપત્રની સચિત્ર પ્રતિ પાટણના સંઘવીના પાડાના ભંડારમાં છે. તે સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૦૦)માં ભરૂચમાં લખાયેલી નિશીથવૃત્તિ ની પ્રતિ છે.
For Private and Personal Use Only