________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી વીરજિન હાલરડું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. વિ. યોગતિલકસૂરિ
કૃતિ પરિચયઃ
જૈન શાસનને પામેલા આત્માઓને ‘હાલરડું’ આ નામ તો મુખે ચઢી જ ગયું હોય તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણમાં, જન્મવાંચનના દિવસે, સાંજના પ્રતિક્રમણમાં સમુહમાં હાલરડું ગાવાનો આનંદ કાંઈ અલગ જ હોય છે.
આ હાલરડું પ. પૂ. શુભવિજયજી મ. સા. ના શિષ્ય પૂ. વીરવિજયજી મ. સા. એ રચ્યું છે જેની ૧૨ કડી છે.
‘માં’ પોતાના બાળકને સુવડાવવા માટે કેવા મધુર શબ્દો વડે હાલરડું ગાય છે તેનો સાક્ષાત્કાર આ કૃતિમાં જોવા મળે છે. કર્તા પોતે જ માં ત્રિશલાની જગ્યાએ ગોઠવાઈને આ મનમોહક રચના કરી હોય એવું લાગે છે.
પ્રતિ પરિચયઃ
આ પ્રતિ અમારા નિજી સંગ્રહમાંથી છે. પ્રતિમાં અક્ષરો સ્પષ્ટ છે પરંતુ અશુદ્ધિઓ ઘણી બધી છે. ક્યાંક-ક્યાંક ગેય પદ્ધતિ તુટે છે પણ તે ભૂલ લહિયાની જ માનવી રહી. એક પાનામાં ૧૨ લાઈન અને બીજા પાનામાં ૧૩ લાઈન એમ
બે પાનાની સ્વતંત્ર પ્રતિ છે. આ પ્રતિ અશુદ્ધ હોવા છતાં પ્રગટ કરી એ પાછળનું મુખ્ય કારણ કોક ના ધ્યાનમાં આવે તો આની બીજી પ્રતિ દ્વારા શુદ્ધ કરી શકે. કર્તા પરિચયઃ
“માં આગળ મોસાળના વખાણ” બરાબર પૂ. શુભવીરવિજયજી મ. સા. નો પરિચય છે. વર્તમાનમાં લોક મુખે ગવાતી વધુ કૃતિઓ આ મહાપુરુષની જ છે.
વર્તમાનમાં પ. પૂ. દીપવિજયજી મ.સા. કૃત તથા પ.પૂ. અમીયવિજયજી મ. સા. કૃત બે હાલરડા મળે છે. હાલરડાના ભાવમાં જ પૂ. આત્મારામજી મ. સા. કૃત સ્તવન મળે છે.
અહીં આપેલા હાલરડાં જેવા જ શબ્દોંમાં પૂ. રૂપવિજયજી મ. સા. ના નામે પણ આવી કૃતિ હસ્તપ્રતમાં મળે છે.
For Private and Personal Use Only