________________
શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર
શ્રીમદે લઘુરાજ સ્વામીને કહેલું તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે. બહાર જોવા જશો તો વિક્ષેપનો પાર નથી; અંતરંગમાં જોશો તો પરમ શાંતિ અનુભવશો. દુષમ કાળ છે, માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે,
તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે. કડકાઈ સહન કરી શકે તેવા નથી. તેથી લઘુતા ઘારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.
શ્રી લઘુરાજ સ્વામી અંગે શ્રીમદે ડૉકટર પ્રાણજીવનદાસને કહેલું કે, “આ મુનિ ચોથા આરાના મુનિ સમાન છે. ચોથા આરાની વાનગી છે.”
પૂ.શ્રી બ્રહ્મચારીજી લખે છે—“મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તો ઘણા જીવન ચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય.” જેની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે.”
પરમકૃપાળુદેવની ભકિતથી જીવોનું કલ્યાણ કૃપાળુદેવ સ્વાત્મવૃત્તાંત કાવ્યમાં લખે છે -
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ઘર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરઘાર રે.
ઘન્ય રે દિવસ આ અહો!” તેમજ શ્રાવણ વદ ૧૪ ,સંવત ૧૯૪૮ના પત્રમાં લખે છે–
““ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમથકી એમ પણ અત્ર માનીએ છીએ.”
તેનો અર્થ પૂ.શ્રી બ્રહ્મચારીજી નીચે પ્રમાણે કરે છે -
“વર્તમાનમાં પણ સર્જિત-દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ અમ થકી'= પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી.” (પત્રસુઘા પત્રાંક ૯૯૨) પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
“સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહીં;
પરશાંતિ અનંત સુથામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” (ઉપરનું ટૂંકું જીવનચરિત્ર પ્રવેશિકા, અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ અને જીવનકળા ઉપરથી સંકલન કરવામાં આવ્યું છે.)
(૧૨)