________________
શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર
દાક્તરોએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રો લખાવવા પડે તો એક-બે લીટીના જ લખાવતા. રાજકોટના છેલ્લા પત્રો અત્રે આપ્યા છે :
સંવત ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સોમ ૐ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો.”
| સંવત ૧૯૫૭, ચૈત્ર સુદ ૨, શુક્ર “ૐ અનંત શાંતિમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમોનમઃ” વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક શો? ૐ શાંતિઃ”
હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું ભાઈ મનસુખભાઈએ શ્રીમી આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે
મનદુઃખ!તું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંઘ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહ ત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાઘિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.”
આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂઘ આપ્યું, તે તેઓએ લીધું.
તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીઘા પછી હંમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આઘીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંઘ છૂટ્યો.....
પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ઘારશીભાઈ અને નવલચંદભાઈની
(૧૦)