________________
શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર
પાસે છે. પોતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યોગ્ય ઘાર્યું હતું.
હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીના વચનામૃતોનું અને તેમનાં સદ્ : વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.”
અંતિમ સમયનું અદ્ભુત સ્વરૂપ શ્રીમના દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અભૂત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.”
સંવત ૧૯૫૭નાં ચૈત્ર વદ પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ૩૩ વર્ષને ૫ માસની ઉંમરે આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ તેમને લાગ્યો હતો.
અનેક શક્તિઓના ઘારક જન્મજાત યોગી શ્રીમદ્ રાજચંદ્ર જન્મયોગી હતા. બાલ્યવયથી તેમને અદ્ભુત શક્તિઓ પ્રગટી હતી. તેમ છતાં શ્રીમદ્ માં એવો અદ્ભૂત સંયમ હતો કે તેઓ પોતાની શક્તિઓને સંપૂર્ણપણે અંતરમાં શમાવી શકતા. તેમનો પ્રતાપ એટલો બધો પડતો કે કોઈ તેમને તે વિષે પૂછવાની ભાગ્યે જ હિંમત કરી શકતું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી તેમણે સર્વ ચમત્કારિક શક્તિઓને મૌનપણે શમાવી, આત્માનુભવને જ મહત્ત્વ આપ્યું. તેમાં તેઓ રાતદિવસ જાગૃત રહી પુરુષાર્થ કરતા. કુટુંબીઓ વગેરેને ઐહિક રીતે સંતોષી જગતનું ઋણ અદા કરતા.
તેમની મહત્તાને ઓળખી ન શકે તેને તેઓ સાદા ભલા માણસ તરીકે જણાતા. જેઓ તેમની મહત્તાને ઓળખતા તેઓ તેમની આગળ નમી પડતા, અને સ્વાત્માના ઉદ્ધાર માટે તેમનું શરણ સ્વીકારતા.
શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વેષે યોગી હતા, જ્ઞાની હતા, ભૂતભાવિને જાણી શકે એવી તેમની વિશાળ પ્રજ્ઞા હતી. દેહના પર્યાયની પાર એક આત્મા જોવાની તેમની જ્ઞાનવૃષ્ટિ હતી. તેમની બાહ્ય પ્રવૃત્તિ અને આત્યંતર દશાનો ખ્યાલ મુખ્યપણે તેઓશ્રીએ શ્રી સોભાગભાઈ પર લખેલા પત્રોમાંથી મળી આવે છે.
જ્ઞાનાવતાર યુગપ્રધાન પુરુષના કૃપાપાત્રા આ જ્ઞાનાવતાર યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની કૃપાપ્રસાદીને પામી તેમણે દર્શાવેલ સનાતન વીતરાગ મોક્ષમાર્ગની ઉપાસના કરનાર અનેકાનેક સત્સાઘકોમાંથી અત્યંત કૃતાર્થરૂપ બનેલા શ્રીમદ્ લઘુરાજ સ્વામી, શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ એ ચાર મુમુક્ષુવર્ય મહાભાગ્ય સજ્જનો આત્મજ્ઞાનરૂપ અમોલો જ્ઞાનવારસો શ્રીમદ્ પાસેથી પામવા ભાગ્યવંત બન્યા હતા; તેમાં શ્રીમદ્ લઘુરાજ સ્વામી ૮૨ વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ગાળવા ભાગ્યશાળી બન્યા તે મુમુક્ષુઓનાં અહોભાગ્ય!
(૧૧)