Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર સ્વયં પ્રકાશેલ અંતર્યાત્મદશા સં. ૧૯૫૪માં ખેડા સ્થિતિ દરમ્યાન કૃપાનાથ પોતે પોતાને કહે છે :- “અડતાલીસની સાલમાં (સંવત ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાથિમાં રહેતા હતા અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.” એમ શ્રી દેવકરણજી મુનિ શ્રી લઘુરાજ સ્વામીને પત્રમાં જણાવે છે. સંવત ૧૯૫૭માં અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યાં છે; અને સર્વસંગ-પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું, “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો, જેથી કૃપાળુદેવ (શ્રીમ) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.” માતુશ્રી બોલ્યા : “મને બહુ મોહ છે, તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” એક વાર શ્રી દેવકરણજીએ શ્રીમને પૂછ્યું : આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું? શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે શરીરની સામે પડ્યા છીએ.” કૃપાળુદેવને કોઈએ પૂછ્યુંતમારો દેહ કેમ સુકાઈ ગયો? કૃપાળુદેવે કહ્યું કે, અમારે બે બાગ છે. તેમાંથી એકમાં પાણી વઘારે ગયું તેથી બીજો બાગ સુકાઈ ગયો. આગાખાનને બંગલે શ્રી લલ્લજી અને શ્રી દેવકરણજીને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું : “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.” અમદાવાદથી શ્રીમદ્ધ વઢવાણ જવાનું થયું, ત્યાં ખંભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ દર્શને ગયેલાં. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે સમાગમમાં શ્રીમદે કહ્યું કે, “ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.” પરમશ્રુત પ્રભાવક મંડળ'ની યોજના વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન “પરમકૃત પ્રભાવક મંડળ”ની યોજના શ્રીમદે શરૂ કરી હતી. સંવત ૧૯૫૬ના ભાદરવામાં એક પત્રમાં તેનો ઉલ્લેખ પોતે કર્યો છે : “પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યોજના ઘારી છે તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવબોઘ' ભાગ “મોક્ષમાળા'ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે સ્થળોએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થોડો વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ (ફોટા) ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકોટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણા ખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત હોવાને કારણે

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 236