Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 248
________________ ૨૪૨ શ્રાવકજીવન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરનારા પુરુષોને પાંચ પ’કારની પ્રાપ્તિ થાય છે ઃ ૧. પુણ્ય, ૨. પાપક્ષય, ૩. પ્રીતિ, ૪. પદ્મા અને ૫. પ્રભુતા. ૧. પુણ્ય એટલે કે પુણ્યની અભિવૃદ્ધિ થાય છે. ૨. પાપક્ષય એટલે કે કર્મક્ષય સમજવો. ૩. પ્રીતિ એટલે કે લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. ૪. પદ્મા એટલે કે લક્ષ્મી સમજવી. ૫. પ્રભુતા એટલે સર્વ કાર્યોમાં પ્રધાનતા પ્રાપ્ત થાય છે. उपसर्गहरस्तोत्रमष्टोत्तरशतं સવા। यो ध्यायति स्थिरस्वान्तो मौनवान् निश्चलासनः ||६|| तस्य मानवराज्यस्य कार्यसिद्धिः पदेपदे । भवेच्च सततं लक्ष्मीश्चंचला हि निश्चला ||७|| જે માણસ આસન સ્થિર કરીને, મૌન ધારણ કરીને, સ્થિર ચિત્તથી ઉપસર્ગહરં સ્તોત્રનું ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરે છે, એ શ્રેષ્ઠ મનુષ્યને ડગલે ડગલે કાર્યસદ્ધિ થાય છે. સ્વભાવે લક્ષ્મી ચંચળ હોવા છતાં પણ તેના ત્યાં સ્થિર રહે છે. એટલે કે લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરતી નથી. આ સ્તોત્રનું સ્મરણ કેવી રીતે કરવું - એ વિષયમાં અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૧. જે કોઈ આસન અનુકૂળ હોય, એ આસનમાં બેસવું, પદ્માસન, સિદ્ધાસન સુખાસન....... વગેરે આસનોમાંથી જે આસન સરળ લાગે તે આસનમાં બેસવું. શરીરને સ્થિર રાખવું. હાથ - પગ ઉપર - નીચે ન કરવા. માથું હલાવવું નહીં. આમ - તેમ જોવું નહીં, ઈશારા કરવા નહીં. ૨. બીજી વાત છે મૌન ધારણ કરવાની. કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવી નહીં. ૩. ત્રીજી વાત છે ચિત્તને સ્થિર કરવાની. સમગ્ર ચિત્તવૃત્તિઓને આ સ્તોત્રની સ્તવનામાં એકાગ્ર કરી દેવી જોઈએ. મંત્રવિશારદો કહે છે કે જ્યાં સુધી મંત્ર અને મન એક ન થઈ જાય, અભેદભાવથી ચિંતન ન થાય, ત્યાં સુધી મંત્રાર્થ અથવા મંત્ર-ચૈતન્ય પ્રકટતું નથી. એટલા માટે અહીં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરવું જોઈએ. शाकिन्यादिभयं नास्ति न च राजभयं जने । ध्यायमाने ऽस्मिन्नुपसर्गहरस्तवे षण्मासं 11611 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286