Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 277
________________ ભાગ ૩ ૨૭૧ મનુષ્યોની ઇચ્છા પૂર્ણ કરવાવાળો યક્ષ છું; લોકો મારી પૂજા કરે છે, આ છોકરીએ મારી મશ્કરી કરી હતી - આ તો પથ્થર છે પથ્થર.... ' એવું બોલીને મુખ મચકોડીને ચાલી ગઈ હતી. એટલા માટે મેં એનો નિગ્રહ કર્યો છે." પ્રિયંકરે કહ્યું ઃ ‘જે રીતે હાથી ભસતા કૂતરા સાથે લડતો નથી. સિંહ શિયાળની સાથે લડતો નથી..... એ રીતે આપે આ અબુધ કન્યા પ્રત્યે રોષ ન કરવો જોઈએ.’ યક્ષ શાન્ત થયો. તેણે કહ્યું : ‘તારા ઉવસગ્ગહરં સ્તોત્ર'ના જાપથી હવે હું એ કન્યાના શરીરમાં રહી શકું નહીં. હું તારા ઉપર સંતુષ્ટ થયો છું. તું મારી પાસે કંઈ પણ માગી લે.’ ‘હે યક્ષરાજ, આપ આ મંત્રીપુત્રીને છોડી દો, એ પહેલાં જેવી હતી, તેવી કરી દો.’ યક્ષે મંત્રીપુત્રીને મુક્ત કરી દીધી; પરંતુ એટલો અભિશાપ આપ્યો : ‘આ છોકરીએ મારી નિંદા કરી છે, એટલા માટે આ છોકરીને અનેક પુત્ર-પુત્રીઓ થશે.’ યક્ષે પ્રિયંક૨ને સર્વ પક્ષીઓની ભાષા જાણવાની શક્તિ આપી, અને એ દેવ પોતાને સ્થાને ચાલ્યો ગયો. મંત્રીએ એ ‘યશોમતી' નામની દીકરીનાં લગ્ન પ્રિયંકર સાથે કરાવ્યાં અને પ્રિયંકરને ઘણું ધન આપ્યું. પ્રિયંકરને રાજ્યપ્રાપ્તિ ઃ એક દિવસની વાત છે. પ્રિયંકર પ્રતિદિન જિનાલયમાં પૂજન કરતો હતો. એક દિવસ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં એક લીમડાનાં ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો. કાગડાએ અવાજ કર્યો. પ્રિયંકર પક્ષીની ભાષા જાણતો હતો. કાગડો પ્રિયંકરને કહેતો હતો ઃ ‘આ લીમડાનાં વૃક્ષની ત્રણ હાથ નીચે એક લાખ રૂપિયા છે, એ ખોદીને લઈ લે અને મને ભોજન આપ’ પ્રિયંક૨ને એક લાખ રૂપિયા મળ્યા. એણે કાગડાને દહીં અને ભાત ખવડાવ્યા. રાજાએ પણ પ્રિયંકરના ગુણો સાંભળીને એને દરરોજ રાજસભામાં આવવા નિમંત્રણ આપ્યું; રાજા તરફથી એને સન્માન મળવા લાગ્યું. કેટલાક દિવસો પછી રાજાના બે પુત્રો અરિશૂર અને રણશૂરનું અચાનક અવસાન થઈ ગયું; રાજા શોક-સાગરમાં ડૂબી ગયો. મંત્રીના સમજાવવાથી શોક કંઈક ઓછો થયો. પરંતુ પુત્રમોહથી રાજાનું શરીર રોગગ્રસ્ત થઈ ગયું; અત્રચિ ચાલી ગઈ, નિદ્રા આવતી બંધ થઈ ગઈ તેમ જ મન વ્યાકુળ રહેવા લાગ્યું. રાજાને એક દિવસ ચોથા પ્રહરમાં સ્વપ્ન આવ્યું. ગધેડા જોડેલાં વાહનમાં બેસીને એ દક્ષિણ દિશામાં ગયો. પ્રભાતે રાજાએ મંત્રીને સ્વપ્નની વાત કરી. મંત્રીએ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાતાઓને સ્વપ્નનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું કે ઃ ‘આ સ્વપ્નને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286