Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 275
________________ ભાગ ૩ ૨૬૯ દિવસો આવ્યા. પ્રિયંકરે ધનદત્તના નવા મકાનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરી, એની પાસે દીવો કર્યો, ધૂપ કર્યો. નૈવેદ્ય ફળ વગેરે ધરાવ્યાં અને પદ્માસનમાં બેસીને પ00 વાર ‘ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ કર્યો. આઠમા દિવસે પેલો દુષ્ટ વ્યંતરદેવ બાળકનું રૂપ ધરીને પ્રિયંકરને ધ્યાનમાંથી વિચલિત કરવા આવ્યો. પ્રિયંકર અવિચલ રહ્યો. પછી વ્યંતરે યુવકનું રૂપ ધારણ કર્યું અને પ્રિયંકરને ડરાવવા લાગ્યો. છતાંય પ્રિયંકર નિશ્ચલ રહ્યો. છેવટે વ્યંતરે વૃદ્ધનું રૂપ ધર્યું પ્રિયંકરને લલચાવવા કહેવા લાગ્યો હું નંદીશ્વર દ્વીપે જઈ રહ્યો છું. યાત્રા કરવા તું મારી સાથે ચાલ. હું તને યાત્રા કરાવીશ.” પ્રિયંકર તો અડગ રહ્યો! તેણે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ અખંડ રાખ્યો. દુષ્ટ વ્યંતર એ ઘર છોડીને ચાલ્યો ગયો. ધનદત્ત સપરિવાર ઘરમાં રહેવા લાગ્યો. તે પછી કોઈ ઉપદ્રવ ન થયો. ધનદત્તે તેની પુત્રી શ્રીમતીનાં લગ્ન પ્રિયંકર સાથે કરાવ્યાં. પુષ્કળ ધન આપ્યું અશ્વ... હાથી વગેરે આપ્યા. મંત્રીશ્વર હિસંકર : ધનદત્તના ઘરમાંથી દેવનો ઉપદ્રવ દૂર થયાની વાત મંત્રીશ્વર હિતકરે સાંભળી. મંત્રીએ પ્રિયંકરને તેડું મોકલ્યું. પ્રિયંકર મંત્રી પાસે ગયો. મંત્રીએ પ્રિયંકરનો આદરસત્કાર કર્યો, અને કહ્યું : “કુમાર, તું પરોપકારી છે. નિષ્કારણ વત્સલ છે. તે ધનદત્તના ઘરમાંથી ઉપદ્રવ દૂર કર્યો છે. હું પણ તને મારું એક કાર્ય બતાવવા માગું પ્રિયંકરે કહ્યું: “મંત્રીવર, હું આપનો સેવક છું જે કોઈ કામ હોય તે મને કહી શકો છો.' મહામંત્રીએ કહ્યું “એક દિવસે મારી પુત્રી તેની સખીની સાથે વાડીએ ગઈ હતી. ત્યાં મારી પુત્રીમાં શાકિનીનો પ્રવેશ થયો છે કે ભૂત-પ્રેત યા વ્યંતરનો પ્રવેશ થયો છે - એ હું જાણતો નથી. પરંતુ આ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, ઘણાય ઉપચારો કય દેવ-દેવીઓની અનેક માન્યતાઓ કરી પરંતુ પુત્રીને સારું નથી થયું. અતિ વિકટ સંકટમાં ફસાઈ ગયો છું. દીકરીને આઠમ-ચૌદશે વધારે પરેશાની રહે છે. એ દિવસોમાં તે ભોજન નથી કરતી..... બોલતીય નથી. હે કુમાર, એ યૌવનમાં પ્રવેશી છે, આવી સ્થિતિમાં એની સાથે લગ્ન કોણ કરશે? મને ખૂબ ચિંતા થાય છે. કુમાર, હું તને વિનંતી કરું છું કે મારી પુત્રીને તું સારી કરી દે, તારે જે જોઈએ તે તને આપવા હું તૈયાર છું.' - પ્રિયંકરે કહ્યું: “મંત્રીશ્વર, અગર, ધૂપ, કપૂર, કસ્તુરી વગેરે ભોગ-સામગ્રી લાવો. જો પુત્રીનું પુણ્ય પ્રબળ હશે તો મારો પ્રયત્ન સફળ થશે. મંત્રીશ્વરે તમામ સામગ્રી મંગાવી દીધી. પ્રિયંકરે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286