Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
ભાગ ૩
૨૭૫ એક દિવસે તે સંધ્યા સમયે મંદિરમાં ગયા. સૈનિકો મંદિરની બહાર ઊભા રહ્યા. એક પ્રહર (ત્રણ કલાક) વીતી ગયો, બે પ્રહર વીતી ગયા...... આખી રાત વીતી ગઈ, પ્રભાત થઈ ગયું, પરંતુ રાજા બહાર ન આવ્યા! મંત્રીમંડળને ચિંતા થઈ.... મંદિરનાં દ્વાર બંધ હતાં. બહાર ઊભા ઊભા મધુર વચનોથી રાજાને કહ્યું: “આપ સભામાં પધારો, સૂર્ય પણ આપનું મુખ જોવા આકાશમાં ચડી આવ્યો છે. તમામ સભાજનો આપને પ્રણામ કરવા ઊભા છે.'
અંદરથી રાજાનો અવાજ આવ્યો નહીં. મંત્રીઓએ વિચાર્યું: ‘મહારાજ મંદિરમાં નથી. અવશ્ય કોઈ દેવે તેમનું અપહરણ કર્યું છે.' તેમણે મંદિરનાં દ્વાર તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્વાર તૂટ્યાં નહીં. પછી મંત્રીવર્ગે અધિષ્ઠાયક દેવને ભોગ-નૈવેદ્ય સામગ્રી અર્પણ કરી. અધિષ્ઠાયક દેવ બોલ્યો : “મંદિરનાં દ્વાર પૂણ્યશાળી રાજાની દ્રષ્ટિથી જ ખૂલશે; રાજા આનંદમાં છે; ચિંતા ન કર.' મહામંત્રીએ પૂછયું: “મહારાજ ક્યાં છે? શું કોઈએ તેમનું અપહરણ કર્યું છે ? તેઓ પાછા ક્યારે ફરશે?"
અધિષ્ઠાયકે કહ્યું: ‘નાગરાજ ધરણેન્દ્ર રાજાને લઈ ગયા છે. તેઓ આજથી ૧૦મા દિવસે અહીં આવશે. તેઓ દેવના સાન્નિધ્યથી દરરોજ અહીં આવીને શ્રી પાર્શ્વનાથની પૂજા કરીને, દીવો કરીને પછી જ ભોજન કરશે.' સૌ આનંદિત થયાં અને પોતાને ઘેર ગયાં.
દશમા દિવસે મંત્રીવર્ગ રાજપરિવાર સાથે રાજાનું સ્વાગત કરવા નગરના મુખ્ય દરવાજે પહોંચ્યો. દૈવી અશ્વ પર આરુઢ રાજા પ્રિયંકર ત્યાં આવી પહોંચ્યા. રાજપરિવારને જોઈને રાજાને આશ્ચર્ય થયુંઃ “મારા આગમનના સમાચાર તમને કેવી રીતે મળ્યા?” મહામંત્રીએ આખીય વાત કરી.
રાજા મંદિરના દ્વારે પહોંચ્યા. દ્વાર પર દ્રષ્ટિ પડતાં જ દ્વાર ખૂલી ગયા; રાજાએ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી. પછી તે રાજસભામાં ગયા.
મહામંત્રીએ વિનયથી પૂછયું : “મહારાજ, આપ પાતાળલોકમાં જઈ આવ્યા, નાગરાજ ધરણેન્દ્રની ઋદ્ધિ પણ જોઈ; એ અમને પણ બતાવવાની આપ કૃપા કરો.”
રાજાએ કહ્યું હું પ્રાસાદમાં બેસીને શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ કરતો હતો. તે સમયે એક કાજળકાળો મહાકાય સાપ આવ્યો. મેં એને જોયો. પરંતુ જાપ ન છોડ્યા, સર્પ પાર્શ્વનાથના આસન ઉપર બેસી ગયો. “પરમાત્માની આશાતના થશે.' એ સમજીને મેં સાપનું પૂંછડું પકડીને એને ખેંચ્યો. તરત જ સાપનું સ્વરૂપ બદલાઈ ગયું. તે દેવરૂપમાં આવી ગયો. મેં એને પૂછ્યું: “આપ કોણ છો?”
તેણે કહ્યું હું પાર્શ્વનાથનો સેવક ધરણેન્દ્ર છું. તારા ધ્યાનથી આકર્ષિત થઈને આવ્યો છું. તું સત્ત્વશીલ છે. મેં તારી પરીક્ષા કરી; તું વિચલિત ન થયો. રાજનું તું મારી સાથે ચાલ, હું તને પુણ્યનું ફળ બતાવું.” હું ધરણેન્દ્રની સાથે પાતાળલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286