Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 284
________________ ૨૭૮ શ્રાવકજીવન પ્રશ્ન : ઉવસગહર સ્તોત્રનું માત્ર નામ-સ્મરણ કરવાથી ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે? યા તેની સાધના કરવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે? ઉત્તર : ઉવસગ્ગહર સ્તોત્રનો વિધિપૂર્વક અને તેના અર્થચિંતનમાં ઉપયુક્ત બનીને જાપ કરવામાં આવે તો તે ફળદાયી બને છે. કારણ કે શ્રી પાર્શ્વનાથનું નામ જ મંત્ર છે. નામમંત્રથી આ સ્તોત્ર અધિષ્ઠિત છે. ભગવંતનું નામ જ સિદ્ધ મંત્ર છે. એટલે તેનો જાપ પણ ઈષ્ટ ફળદાયક બને છે. પ્રશ્નઃ ઉવસગ્ગહર સ્તોત્રના જાપથી આ સ્તોત્રના અધિષ્ઠાયક દેવ સાધક પર પ્રસન્ન થાય છે અને તેનાં વિઘ્નો દૂર થાય છે - આ વાત સાચી છે ? ઉત્તર : હા, સત્ય છે. પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્ર સર્વજ્ઞભાષિત છે, એટલા માટે તે દેવાધિષ્ઠિત છે, આ વાત સત્ય છે ? ઉત્તરઃ હા, સત્ય છે. જે જે વસ્તુ લક્ષણોપેત હોય છે તે દેવાધિષ્ઠિત હોય છે. સૂત્ર લક્ષણોપેત હોય છે, કારણ કે તે સર્વજ્ઞભાષિત હોય છે. કહ્યું છે કે : सव्वं च लक्खणोवेयं समहिलैंति देवता । सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णु भासियं ।। પ્રશ્ન : ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગનિવારણ માટે ૨૪ તીર્થકરોમાંથી માત્ર શ્રી પાર્શ્વનાથનું જ સ્તોત્ર કેમ બનાવ્યું? ઉત્તરઃ સર્વ - ૨૪ તીર્થકરોનાં નામ, સ્મરણ થા ધ્યાન ઉપદ્રવોને દૂર કરનાર છે, પરંતુ ભગવાન પાર્શ્વનાથ વિશિષ્ટ ગુણપ્રકૃતિવાળા હતા, પુરુષાદાનીય હતા. તેમની પૂજા, ભક્તિ, નામ-સ્મરણ, ગુણગાન, આ અવસર્પિણીની પૂર્વ ઉત્સર્પિણીમાં પણ થતાં હતાં. એટલા માટે એમના નામ-સ્મરણનું...ધ્યાનનું બળ ઉત્કૃષ્ટ કોટિનું છે. પાર્શ્વનાથના સ્તોત્રની રચનાનો આ હેતુ છે. ઉપસંહાર : આ સ્તોત્રની વિધિપૂર્વક આરાધના કરીને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરો. આ સ્તોત્રના વિવેચનમાં જો પ્રમાદવશ, જિનાજ્ઞાવિરુદ્ધ બોલાઈ ગયું હોય, તો મિચ્છામિ આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 282 283 284 285 286