Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 282
________________ ૨૭૬ શ્રાવકજીવન ગયો. ત્યાં ભૂમિ રત્નમય, સ્વર્ણમય હતી. પછી તેનો મહેલ જોયો. રત્નમય કિલ્લો જોયો. એમાં સાત પોળો હતી. હું પ્રથમ પોળમાં ગયો. ત્યાં સામાન્ય દેવભવન હતાં. ચારે તરફ કલ્પવૃક્ષનાં વન હતાં. બીજી પોળમાં ગયો. ત્યાં પોપટો માટે સુવર્ણનાં પિંજરાં હતાં. એ પોપટો મને જોઈને બોલવા લાગ્યા : “હે પ્રિયંકર રાજા, પધારો પધારો! ઉત્કૃષ્ટ પુણ્યવાળા જીવોંજ અહીં આવે છે. આ સ્થાન જોઈ શકે ત્યાંથી હું ત્રીજી પોળમાં ગયો. ત્યાં મને જોઈને મયૂર નૃત્ય કરવા લાગ્યા અને મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યા: “રાજનું. તારાં દર્શનથી અમારાં જીવન ધન્ય બની ગયાં. એ નગર પણ ધન્ય છે કે જ્યાં પ્રિયંકર રાજા રાજ્ય કરે છે.” ત્યાંથી હું ચોથી પોળમાં ગયો. ત્યાં કસ્તુરી-મૃગો કૂદાકૂદ કરી રહ્યા હતા. તેમણે મને પ્રણામ કર્યા. ત્યાંથી પાંચમી પોળમાં ગયો. ત્યાં સ્ફટિક રત્નમય વાવડીઓ હતી. સ્નાનગૃહ હતાં, છઠ્ઠી પોળમાં ઈન્દ્રના સામાનિક દેવોના પ્રાસાદો હતા. સાતમી પોળમાં દેવાંગનાઓ હતી. ત્યાંથી આગળ વધ્યો તો નાગરાજ ધરણેન્દ્રની સુશોભિત સભા હતી. ત્યાં મેં દેવાંગનાઓનું મૃત્યુ જોયું. પુણ્યનું ફળ દેખાડવા ધરણેન્ટે મને ત્યાં પુત્રની જેમ નવ દિવસ રાખ્યો. ત્યાંનાં દેવ-દેવીઓ મારી સેવા કરતાં હતાં. તેમણે મને ત્યાં જે દેવી ભોજન કરાવ્યું તેનું વર્ણન હું કરી શકું તેમ નથી. પાતાળલોકમાં પુણ્યનું ફળ જોઈને મને પણ પૂણ્યમાં રૂચિ થઈ. મેં ધરણેન્દ્રને કહ્યું: ‘હવે મને મારા નગરમાં પહોંચાડી દો.' એ સમયે ધરણેન્દ્ર પોતાના હાથમાંથી કાઢીને એક રત્નમય મુદ્રિકા મારા હાથમાં આપી અને કહ્યું: “આ મુદ્રિકા આકાશમાં રહેનારી છે, અને અનેક લોકોને ભોજન કરાવનારી છે. જ્યારે વિશેષ પુણ્યકાર્ય કરવું હોય ત્યારે સવારે શ્રી નવકાર મંત્ર અને ઉવસગહરે સ્તોત્રની ૧થી ૩ ગાથાઓ ત્રણ વાર બોલીને, ઘરના આંગણામાં ઊભા રહીને આ મુદ્રિકાને આકાશમાં ઉછાળી દેવી. જ્યાં સુધી આ મુદ્રિકા આકાશમાં રહેશે ત્યાં સુધી પ00 મનુષ્યોનું ભોજન સમાપ્ત નહીં થાય.' મારું મન પ્રસન્ન થયું. મેં એ મુદ્રિકા ગ્રહણ કરી અને હું અહીં આવી ગયો. પ્રિયંકર રાજાનું આ વૃત્તાંત સાંભળીને સભાજનો સંતુષ્ટ થયા. પુણ્યકાર્યમાં સૌ લોકોની અભિરુચિ વધી ગઈ. – રાજાએ નવાં નવાં જિનમંદિર બનાવવાં શરૂ કર્યો. – લાખોની સંખ્યામાં જિનમૂર્તિઓ બનાવવા લાગ્યા. - અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરવા લાગ્યા. - સાધુપુરુષોની સેવા-ભક્તિ કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286