Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 274
________________ (પ્રવચન. : ૦૧ ) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે. તેમાં તેમણે કહ્યું છે કે શ્રાવકે પ્રતિદિન નમાવિન્તિન કરવું જોઈએ. એટલે કે નમસ્કાર મહામંત્ર, લોગસ્સ સૂત્ર આદિના વિષયમાં ચિંતન-મનન કરવું જોઈએ. ચિંતન-મનન ત્યારે જ શક્ય બને કે અધ્યયન હોય ! એટલા માટે તમને અધ્યયન કરાવી રહ્યો છું. “ઉવસગ્ગહર સ્તોત્ર'નો અર્થ-ભાવાર્થ–પ્રભાવ વગેરે બતાવીને આ સ્તોત્રનો અચિંત્ય મહિમા બતાવનારી પ્રાચીન કથા - પ્રિયંકર રાજાની વાત સંભળાવું છું. કાલે અર્ધી વાત સંભળાવી હતી. આજે પૂર્ણ કરીશ. ધનદત્ત શ્રેષ્ઠી સહાયતા : પ્રિયંકરની પાસે જ “ધનદત્ત' નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. ધનદત્તે નવું મકાન બનાવ્યું. નવા ઘરમાં દેવાલયની સ્થાપના કરી. દેવપૂજા કરી અને જૈનસંઘને ભોજન આપ્યું. ગરીબોને અનુકંપાદાન આપ્યું અને ધનદત્ત પોતાના પરિવાર સાથે નવા ઘરમાં રહેવા લાગ્યો. ત્રણ દિવસ બધું બરાબર ચાલ્યું. ચોથે દિવસે ધનદત્ત રાતના સમયે ઘરમાં સૂતો હતો. પણ સવારે જ્યારે ઊઠ્યો તો તે........ આંગણામાં હતો ! એનો પલંગ આંગણામાં હતો. એમાં એ સૂતો હતો ! ધનદત્તને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું : આ કેવી રીતે થયું?' બીજે દિવસે મકાનને અંદરથી બંધ કરીને સૂઈ ગયો, પણ સવારે તો તે આંગણામાં હતો! પલંગસહિત! ધનદત્તને ચિંતા થઈ, ત્રીજે દિવસેય આવું થયું. ઘરના તમામ માણસો માટે આવું થવા લાગ્યું ! સૌને ડર લાગ્યો. ઘરમાં કોઈ સૂતું નથી. ધનદતે વિચાર્યું: “આ ઘર દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત લાગે છે.” તેણે મંત્રવિદોને બોલાવ્યા અને મંત્રોપચાર કરાવ્યો. પણ પરિણામ સારું ન આવ્યું. પેલો વ્યંતરદેવ વધારે રોષાયમાન થયો. જે કોઈ મકાનમાં જતું એને વ્યંતર શારીરિક કષ્ટ પહોંચાડતો. પુરુષને સ્ત્રીનાં અને સ્ત્રીને પુરુષનાં વસ્ત્રો પહેરાવવા લાગ્યો. ધનદત્તની ચિંતા વધી ગઈ. પ્રિયંકરે ધનદત્તને પૂછ્યું: “કેમ આટલો ઉદાસ છે?” ધનદત્તે બધી વાત કરી અને કહ્યું - પ્રિયંકર, તું ધર્મશીલ છે અને પરોપકારી છે. જો તું કોઈ ઉપાય જાણતો હોય તો મારી ઉપર ઉપકાર કર.' પ્રિયંકરે કહ્યું: ‘ઉપાય જાણું છું. પરંતુ આઠ દિવસ પછી કરીશ.” ચૈત્રી ઓળીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286