Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 272
________________ ૨૬૬. શ્રાવકજીવન પલ્લીપતિએ ફરી પૂછ્યું : “રાજાના મૃત્યુ પછી તેનો ઉત્તરાધિકારી કોણ બનશે ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : ‘જે શ્રેષ્ઠીપુત્રને તેં જેલમાં નાખ્યો છે, તે શ્રેષ્ઠીપુત્ર રાજા બનશે ! એ પુણ્યશાળી છે. દેવ એને રાજ્ય અપાવશે.' પલ્લીપતિને આશ્ચર્ય થયું. તેણે કહ્યું : ‘કેવી અસંબદ્ઘ વાત આપ કરી રહ્યા છો ? આ નિર્ધન વણિકને રાજ્ય મળશે ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : 'હા, એ પુણ્યશાળી છે. મારી વાતમાં રજમાત્ર સંદેહ ન રાખવો.’ પલ્લીપતિએ કહ્યું : ‘તો આપ મને બતાવો કે મેં કાલે શું ખાધું હતું ?” વિઘાસિદ્ધે બતાવ્યું, પલ્લીપતિને વિશ્વાસ પડ્યો. તેણે ફરીથી પૂછ્યું : ‘આજે હું કયું ભોજન કરીશ ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : “માત્ર મગનું પાણી ! અને એ પણ સાંજના. મારી આ વાત સિદ્ધ થાય તો માનજે કે પ્રિયંકર રાજા બનશે.’ પલ્લીપતિએ પૂછ્યું : ‘કયા દિવસે રાજા બનશે ?” વિદ્યાસિદ્ધે પ્રત્યુત્તર આપ્યો : ‘માઘ શુક્લા પંચમી, ગુરુવાર......... પુષ્ય નક્ષત્રમાં એ રાજા બનશે.’ પલ્લીપતિએ પ્રિયંકરને જેલમાંથી બહાર કાઢ્યો. પોતાને ઘેર લઈ ગયો, સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યાં. તેનો સત્કાર કર્યો અને પોતાની પાસે જ રાખ્યો. પલ્લીપતિએ સ્નાન કર્યું. દંતશુદ્ધિ-દાતણ કર્યું. અચાનક તેને શિરોવેદના શરૂ થઈ. તે સૂઈ ગયો. સાંજે ઊઠ્યો. મંત્રીના કહેવાથી તેણે સાંજે માત્ર મગનું પાણી જ લીધું. ઔષધ લીધું. પલ્લીપતિએ વિચાર્યું ઃ ‘સિદ્ધ પુરુષનું વચન સિદ્ધ થયું. હવે આ શ્રેષ્ઠીપુત્ર અચૂક રાજા બનશે. હું એની સાથે મારી પુત્રીનું લગ્ન કરાવું, તો પુત્રી મહારાણી બની જશે !' મંત્રીમંડળને પૂછીને પલ્લીપતિએ પ્રિયંકર સાથે પુત્રી વસુમતિનાં લગ્ન કરી દીધાં ! ધનધાન્ય આપ્યાં, વસ્ત્રઅલંકાર આપ્યા અને ઘોડો આપ્યો. પ્રિયંકરે વિચાર્યું : ‘આ પ્રભાવ ઉવસગ્ગહરં સ્તોત્રનો જ છે. મારી આપત્તિ દૂર થઈ ગઈ, સંપત્તિ પ્રાપ્ત થઈ; અપમાનના બદલામાં સન્માન મળ્યું, પત્ની મળી.. આ કૃપાશ્રી પાર્શ્વનાથ ભગવંતની છે, એમના અધિષ્ઠાયકોની છે.’ પલ્લીપતિએ પોતાના સેવકો સાથે પ્રિયંક૨ને પત્નીસહિત અશોકપુર પહોંચાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286