Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 278
________________ - ૨૭૨ શ્રાવકજીવન જોનારનું અલ્પ સમયમાં મૃત્યુ થશે.” રાજા અને મંત્રી ચિન્તામગ્ન બની ગયા. રાજાએ પ્રભુપૂજા, અનાથોને દાન.... વગેરે પુણ્યકાય શરૂ કર્યા. એક દિવસ પ્રિયંકર રાજસભામાં જતો હતો. રસ્તામાં દુગ' નામે પક્ષીએ પ્રિયંકરને કહ્યું પ્રિયંકર, આજે તને રાજા તરફથી ભય છે!' પ્રિયંકરે પક્ષીની વાત સાંભળી, છતાંય આ વાત તરફ દુર્લક્ષ્ય કરીને રાજસભા તરફ આગળ વધ્યો. દુર્ગા ફરીથી બોલી : “પ્રિયંકર, આજે તારી ઉપર ચોરીનો આરોપ આવશે, અને તું બંધનગ્રસ્ત બનીશ.' પ્રિયંકર દુગની વાત સાંભળીને ક્ષણેક વાર ઊભો રહ્યો, કંઈક વિચાર્યું અને આગળ વધ્યો. ત્રીજી વાર ઉચ્ચ સ્થાને બેઠેલી દુર્ગા બોલી: ‘તને રાજ્ય મળશે. પ્રિયંકરને દુગરના પરસ્પર વિરોધી વચનો સાંભળીને આશ્ચર્ય થયું. તે રાજસભામાં પહોંચ્યો. રાજાને પ્રણામ કરતો હતો એવામાં ઓચિંતો તેના મસ્તક પર દેવવલ્લભ' નામનો હાર પડ્યો! રાજસભામાં બેઠેલા સર્વેએ એ જોયું. સૌને આશ્ચર્ય થયું. “આ હાર તો અતૃશ્ય થઈ ગયો હતો, કુમારની પાસે કેવી રીતે આવ્યો ?' પ્રિયંકર પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું: “આજ ચોરીનું કલંક મારી ઉપર આવ્યું ! આજ સુધી કમાયેલો યશ ચાલ્યો ગયો. દુર્ગાનું વચન સાચું પડ્યું. ગત જન્મમાં અવશ્ય કોઈની ઉપર કલંક લગાડ્યું હશે.' રાજા અશોકચંદ્ર કોટવાલને આજ્ઞા આપીઃ કુમારને બાંધી દો અને યોગ્ય સજા કરો.' મંત્રીએ કહ્યું: “મહારાજ, પ્રિયંકર પરોપકારી અને પુણ્યશાળી જીવ છે, એ ચોરી ન કરે.” રાજાએ પ્રિયંકરને પૂછ્યું: ‘તું સાચું બોલજે, તેં આ હાર ક્યાંથી લીધો? તને ક્યાંથી મળ્યો?” અથવા તને કોઈએ આપ્યો છે? કે પછી કોઈને ઘેર મૂક્યો હતો? સાચું કહેજે.' - પ્રિયંકરે કહ્યું : “મહારાજ, હું કશું જાણતો નથી. મેં આ હાર કદી જોયો પણ નથી. આપને જે ઉચિત લાગે તે કરી શકો છો.” મંત્રીએ પ્રિયંકરના પક્ષમાં ઘણું બધું કહ્યું, પરંતુ રાજાએ એક પણ વાત ન માની. પ્રિયંકરને સૈનિકોએ દોરડાથી બાંધ્યો. એ સમયે જ દિવ્ય આભૂષણોથી શોભતી ચાર સ્ત્રીઓ રાજસભામાં આવી. રાજાએ એ ચારેનું સ્વાગત કર્યું પછી પૂછ્યું: આપ ચારે જણાં ક્યાંથી આવો છો અને આપના આગમનનું પ્રયોજન શું છે? ચારેમાં મોટી સ્ત્રી હતી તેણે કહ્યું "અમે પાટલીપુત્રથી આવીએ છીએ. મારો પુત્ર પ્રિયંકર નારાજ થઈને ઘેરથી ચાલ્યો ગયો હતો. અમે એને ખૂબ જ શોધ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286