Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 257
________________ ભાગ ૩ ૨૫૧ દુષ્ટ જ્વ૨નો બીજો પણ અર્થ થાય છે ઃ દુઃ એટલે ક્રોધી બનેલા રાજા અને જ્વર એટલે તાવ. વિષધર સ્ફુલિંગ મંત્રથી આ બધું ઉપશાન્ત થઈ જાય છે. હવે ત્રીજી ગાથાના અર્થ - ભાવાીિંદ સાંભળી લો : चिट्ठ उ दूरे मंतो तुज्झ पणामो बि बहुफलो होइ । नर- तिरिस्सु वि जीवा, पावंती न ટુવસ્તુ-યોગખ્ખું રૂશા “હે ભગવાન! વિષધર સ્ફુલિંગ' નામનો આપનો મંત્ર અતિ પ્રભાવશાળી છે. એ વાત તો દૂર રાખું છું, કારણ કે આપને વિશુદ્ધ ભાવથી કરેલા નમસ્કાર-પ્રણામ પણ સૌભાગ્ય, આરોગ્ય ધન-ધાન્ય, કલત્ર, રાજ્ય વગેરે તથા દેવલોકનાં સુખ આપનારા બને છે. કદાચ - કોઈક વાર આયુષ્યબંધને કારણે મનુષ્યગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ થઈ જાય તો પણ ત્યાં દુઃખ-દૌગત્ય પ્રાપ્ત થતાં નથી. ત્યાં પણ સુખ-સન્માન મળે છે. વિષધર સ્ફુલિંગ મંત્ર અતિ પ્રભાવશાળી છે, પરંતુ એ કષ્ટસાધ્ય છે. બધા માણસો એ મંત્રની યથાવિધિ સાધના-આરાધના ન કરી શકે, છતાં પણ નિરાશ થવાનું નથી. કારણ કે પાર્શ્વનાથ ભગવાનને વિશુદ્ધ ભાવથી કરેલ એક પણ પ્રણામ અતિશય ફળ આપનાર હોય છે. પ્રણામ કરવા માત્રથી સૌભાગ્ય, આરોગ્ય, ધનધાન્ય, પત્ની, દ્વિપદ-ચતુષ્પદ-રાજ, સ્વર્ગ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. જે જીવ વિશુદ્ધ ભાવથી ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરે છે, તે સમ્યગ્દષ્ટિ જીવ હોય છે. સમકિતવૃષ્ટિ જીવ મરીને દેવગતિ જ પ્રાપ્ત કરે છે. છતાં પણ મિથ્યાવૃષ્ટિ - અવસ્થામાં આયુષ્યકર્મ - મનુષ્યગતિનો યા તિર્યંચગતિનો બંધ પડી જાય, તો જીવને મનુષ્યગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લેવો પડે છે. પરંતુ ત્યાં પણ એને દુઃખ અને દુર્ભાગ્ય ભોગવવાં પડતાં નથી. મનુષ્યભવમાં શારીરિક યા માનસિક કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી. તિર્યંચ એટલે પશુ-પક્ષીની ઉત્તમ યોનિમાં જન્મ પામે છે. ત્યાં એને માન-સન્માન મળે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને શ્રદ્ધાથી પ્રણામ કરવા જોઈએ. આ સ્તોત્રની ચોથી ગાથા આ રીતે છે : तुह सम्मत्ते लद्धे चिन्तामणि- कप्पपायवब्भहिए । पावंति अविग्घेण जीवा अयरामरं ઢાળ તાજા) ‘હે ભગવન્ ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથીય અધિક ફળદાયી એવું આપનું સમ્યકત્વ પામવાથી જીવ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર મોક્ષ પામી જાય છે.' આ ગાથામાં ‘સમ્યકત્વ’ શબ્દ મહત્ત્વપૂર્ણ છે. આ શબ્દની પરિભાષા કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286