Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 260
________________ ૨૫૪ શ્રાવકજીવન ભક્તિ ભવસાગર પાર કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. એટલા માટે ભક્તિનો પ્રભાવ જ્ઞાની પુરુષોએ વિવિધ નામો દ્વારા, વિવિધ સ્વરૂપથી નિરૂપ્યો છે. અનન્ય શ્રદ્ધા એ ભક્તિ છે. વિનય અને વૈયાવૃત્ય પણ ભક્તિ જ છે. સેવા, સમર્પણ પણ ભક્તિનાં જ રૂપ છે. વંદન, પૂજન, સત્કાર અને સન્માન એ ભક્તિની જ ક્રિયાઓ છે. પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રમોદ અને પ્રણિધાન - એ પણ ભક્તિના પ્રકાર જ છે. સ્મરણ, કથા, ઉત્સવ અને ઉપાસના ભક્તિ જ છે. જપ, યાત્રા, પ્રેમ, પવિત્રતા, શરણાગતિ - ભક્તિના જ પર્યાયો છે. * ભક્તિનો હેતુ પવિત્ર જ હોવો જોઈએ. જો હેતુ દુશ્મનનું દમન કરવાનો હોય, શત્રુને સતાવવાનો હોય, બદલો લેવાનો હોય, તો તે ભક્તિ ‘તામસી' કહેવાય છે. * જે ભક્તિનો હેતુ કંચન-કામિની, પુત્રપ્રાપ્તિ, માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિનો હોય તો તે ભક્તિ રાજસી ભક્તિ કહેવાય છે. * જે ભક્તિનો હેતુ આત્મકલ્યાણ, સાત્ત્વિક સુખ અથવા પરમાનંદની પ્રાપ્તિ હોય તે ભક્તિ સાત્ત્વિક’ કહેવાય છે. આ સાત્ત્વિક ભક્તિ જ કરવી જોઈએ ભક્તિ કોની ક૨વી જોઈએ - એ વિષયમાં પણ સ્પષ્ટતા કરી દેવા માગું છું. ‘લોકતત્ત્તનિર્ણય' ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે : यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा हशे जिनो વા નમસ્તસ્મૈ ॥ ‘જેનામાં કોઈ દોષ રહ્યા નથી,અને જેમાં સર્વે ગુણો જ વિદ્યમાન છે, તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય કે જિન હોય, તેમને મારા નમસ્કાર છે.' કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ તેમની જ કરવી જોઈએ કે જેમાં રાગાદિ દોષ હોય નહિ અને જ્ઞાનાદિ સર્વે ગુણ વિદ્યમાન હોય ! શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ મન, વચન અને કાયાની શુદ્ધિથી કરવામાં આવે તો તે ભક્તિ મુકિત આપી શકે. ભક્તિથી અનંત કર્મોની નિર્જરા થાય છે. ‘આવશ્યક નિયુકિતમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ લખ્યું છે : 'भत्तीइ जिणवराणं खिज्जन्ति पुव्वसंचिया कम्मा । ‘શ્રી જિનેશ્વરોની ભક્તિથી અનેક જન્મોનાં સંચિત કર્મ નષ્ટ થઈ જાય છે.’ એટલા માટે જિનેશ્વરોની ભક્તિ ઉત્તમ દ્રવ્યો દ્વારા ક૨વી. તેમના ગુણોનું સ્મરણ, કીર્તન કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવું. મંત્રગર્ભિત સ્તોત્ર : આ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' મંત્રગર્ભિત છે. દરેક ગાથામાં મંત્ર રહેલા છે. કેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286