Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 269
________________ ભાગ ૩ ૨૬૩ રાજાની પાસે લઈ ગયા. આ ખજાનો જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ મંત્રી - પુરોહિત વગેરેને પૂછ્યું : ‘આ ભંડારનું શું કરવું જોઈએ ?' મહામંત્રીએ કહ્યું : ‘આ ભંડાર આપનો જ છે. કારણ કે આપની જમીનમાંથી મળ્યો છે. પાર્શ્વદત્તે એ ભંડાર બતાવ્યો માટે તેનો થોડોક ભાગ - નાનો અંશ તેને આપવામાં આવે. જેવો રાજા ધન લેવા પોતાનો હાથ એ ખજાનાને અડકાડે છે, તેવી જ અદૃશ્ય વ્યક્તિની વાણી સંભળાઈ : ‘જો આ ખજાનાને સ્પર્શ કરવામાં આવશે, તો રાજાને લોહીની ઊલટી થશે, રાજપુત્રને ખાઈ જઈશ, મંત્રીને પકડીને લઈ જઈશ, પુરોહિતને આકાશમાં લટકાવી દઈશ.' રાજા અને બાકીના બધા ભયભીત થઈ ગયા. રાજાએ વિચાર્યું : ‘આ ભંડાર કોઈ ભૂત-વ્યંતરથી અધિષ્ઠિત લાગે છે. આ ભંડાર પાર્શ્વદત્તને જ આપવો જોઈએ.’ ભંડાર પાર્શ્વદત્તને મળી ગયો. તે ભંડાર લઈને પોતાને ઘેર આવ્યો. પ્રિયશ્રીને કહ્યુ : “આ આપણી ધર્મ-આરાધનાનું ફળ છે.’ પ્રિયશ્રી ખુશ થઈ. પાર્શ્વદત્તે નવું ઘર બનાવ્યું. બજારમાં દુકાન લીધી. ધંધો શરૂ કર્યો. પુત્ર પ્રિયંકરને શાળામાં મોકલવાનો પ્રસંગ આવ્યો. પાર્શ્વદત્તે પ્રિયશ્રીને કહ્યું : પુત્રને શાળામાં પ્રવેશ કરાવવાનો છે. એ નિમિત્તે સ્વજનોને નિમંત્રણ આપીને ભોજન આપીએ.’ પ્રિયશ્રીએ આ વાત સ્વીકારી લીધી. ભોજન સમારંભનું નિમંત્રણ મોકલવામાં આવ્યું. પ્રિયશ્રીની અભિમાની બહેનોએ ઉપહાસ કર્યો, નિયંત્રણને નકાર્યું. પાર્શ્વદત્ત જાતે નિમંત્રણ આપવા ગયો. સુંદર વસ્ત્ર અને મૂલ્યવાન અલંકારોથી અલંકૃત પાર્શ્વદત્તને જોઈને પ્રિયશ્રીની બહેનો વગેરે આશ્ચર્યચકિત થઈ ગયાં. એમણે નિમંત્રણનો સ્વીકાર કર્યો. તમામ સ્નેહી-સ્વજનો અશોકપુરમાં આવ્યાં. પાર્શ્વદત્તની વિશાળ હવેલી જોઈ. પ્રિયશ્રીના શરીર ઉપર સોનાનાં-૨ત્નોનાં આભૂષણો જોયાં. હવેલીમાં અનેક નોકરચાકરો જોયા. પ્રિયશ્રીએ એ સર્વનું નમ્રતા અને પ્રેમથી સ્વાગત કર્યું. ભવ્ય ભોજન સમારંભ શરૂ થયો. સર્વ સ્વજનો પ્રશંસા કરવા લાગ્યાં. જેઓ તિરસ્કાર કરતાં હતાં તે માણસો જ પ્રશંસા કરવા લાગ્યાં - પ્રિયશ્રી અને પાર્શ્વદત્તે સર્વ સ્વજનોને શ્રેષ્ઠ અલંકાર અને વસ્ત્રો આપ્યાં. પુત્ર પ્રિયંકરને ઉત્સવ સાથે, શાળામાં ઉપાધ્યાય પાસે મોકલવામાં આવ્યો. શાળાનાં બધાં બાળકોને મીઠાઈ વહેંચી. ઉપાધ્યાયને ઉત્તમ વસ્ત્ર અને સ્વર્ણહાર ભેટ આપ્યાં. પ્રિયંકર અધ્યયન કરવા લાગ્યો. પ્રિયંકરના ગુણોથી પ્રસન્ન થઈને ઉપાધ્યાય તેને પ્રેમપૂર્વક વિદ્યાદાન આપવા લાગ્યા. અલ્પ સમયમાં જ પ્રિયંકર સર્વવિદ્યાઓમાં કુશળ બની ગયો. પછી તેને ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરાવવા માટે ગુરુદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286