Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 261
________________ ભાગ ૩ ૨૫૫ કેવા મંત્રો છે, એ બતાવવા માગું છું. એક વાત નિશ્ચિત છે કે મંત્રશક્તિ દ્વારા વિવિધ કાર્યોની સિદ્ધિ થાય છે. સામાન્યતયા એને ‘તાંત્રિક ષટ્કર્મ' કહે છે. એનાં નામ આ રીતે છે : ૧. શાન્તિકર્મ. ૨. વશ્યકર્મ. ૩. વિદ્વેષકર્મ. ૪. સ્તંભનકર્મ. ૫. ઉચ્ચાટનકર્મ, ૬. મારણકર્મ. અણુશક્તિ કરતાંય મંત્રશક્તિ મહાન છે. જે રીતે અણુશક્તિનો ઉપયોગ સંહારક શસ્ત્રો બનાવવામાં થાય છે - તેનો દુરુપયોગ થાય છે, તેનાથી સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત બન્યું છે. જો અણુશક્તિનો સદુપયોગ થાય તો પ્રજા માટે આશીર્વાદ રૂપ બની જાય છે. એ રીતે મંત્રશક્તિનો ઉપયોગ પણ સ્વ-પર કલ્યાણ માટે કરવો હિતકારી છે. તેનો ઉપયોગ બીજાંને કષ્ટ પહોંચાડવા કદીય કરવો ન જોઈએ. ન મંત્રશક્તિની બાબતમાં આટલું જણાવીને હવે વસળવું. સ્તોત્રની એક એક ગાથામાં રહેલા મંત્રોનો માત્ર નામનિર્દેશ જ કરુ છું. * આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીએ ‘અર્થકલ્પલતા' માં આ સ્તોત્રના યંત્ર અને મંત્રનો નિર્દેશ કર્યો છે. * શ્રી પાર્શ્વદેવગણિવિરચિત ‘લઘુવૃત્તિમાં અને * આચાર્યશ્રી પૂર્ણચંદ્રસૂરિજી - વિરચિત ‘લઘુવૃત્તિ' માં એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એને આધારે અહીં મંત્રવિષયક કેટલીક વાતો જણાવીશ - તમે એકાગ્ર મનથી સાંભળજો. પ્રથમ ગાથામાં આઠ યંત્ર : ૧. નાવમ{--યંત્ર । આ યંત્રના પ્રભાવથી જનપ્રિયત્ન પ્રાપ્ત થાય છે. ૨. સૌમાન્ય-યંત્ર । આ યંત્રના પ્રભાવથી સૌભાગ્ય-વૃદ્ધિ થાય છે. ૩. હક્ષ્મીવૃત્તિ-યંત્ર | આ યંત્રના પ્રભાવથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286