Book Title: Shodshak Prakaran
Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ સુખની કલ્પના કરવી પડે. તે માટે તેને પરવશ બનવું પડે. તેની ઇચ્છા કરવી પડે. કલ્પનાનુસાર પરિસ્થિતિને ઢાળવાનો પ્રયત્ન કરવો પડે. આ બધા જ “સંકુલેશ’ છે. જે રાગ-દ્વેષની બાયપ્રોડક્ટ જેવ છે. પહેલાં જણાવી તે બેહોશી એ રાગ-દ્વેષની મેઇન પ્રોડક્ટ છે. ત્રીજી અને મહત્ત્વની ખાસિયત છે સંસ્કારોને જન્મ આપવો. રાગ કે દ્વેષ આમ તો ઉત્તેજના શાંત થતાં વ્યક્તરૂપે શમી જાય છે પણ ઉત્તેજના દરમ્યાન થયેલા રાગ-દ્વેષ જે સંસ્કારોને જન્મ આપે છે તે લાંબા સમય સુધી ટકે છે અને સતત પુનરાવર્તન કરાવે છે. સંસ્કારો, રાગ-દ્વેષને આદત બનાવી દે છે. આદત વ્યસન બની જાય છે. વ્યસન પરવશતા સર્જે છે. પરવશતા સર્જે છે દુ:ખ. ચાનો સ્વાદ ક્ષણિક રાગ છે. ચાના સ્વાદનો સંસ્કાર ફરી ચાની તલપ જગાડે છે. તલપ ચાની આદત પાડે. આદતથી ચાનું વ્યસન લાગું પડે છે. પછી ચા ન મળે તો માથું દુ:ખે છે. રાગ-દ્વેષ જ્યારે આદતના સ્તરે પહોંચે ત્યારે તેનાં મૂળ ખૂબ ઊંડે જતાં રહે છે. તેને ઉખેડવાં બહુ જ મુશ્કેલ બને છે. આદત બનેલા રાગ-દ્વેષની પરિભાષા પણ બદલાઇ જાય. જે વસ્તુ ન મળે ને ન ગમે તે વસ્તુના આપણે રાગી છીએ તેમ કહેવાય. જે વસ્તુ ન મળે ને આપણને ગમે તે વસ્તુના આપણે દ્વેષી છીએ એમ કહેવાય. આદતના સ્તર પર રાગ-દ્વેષનો વ્યાપ વિસ્તરે છે. તેની વ્યાખ્યાપણ નકારાત્મક બની જાય છે. આત્માને રાગ-દ્વેષ કરવા વિષયોનું આલંબન જરૂરી છે. તો એ વિષયો સાથે સંબંધો જોડવા મનવચન-કાયાના માધ્યમની ખૂબ જ જરૂર છે. આપણા મન-વચન-કાયા કેરિયર બને તો જ રાગ-દ્વેષ થઈ શકે. મન-વચન-કાયા જગત અને જીવ વચ્ચેનો સેતુ છે. આ સેતુ ઉપર રાગ-દ્વેષનું વર્ચસ્વ છે. જો મનવચન-કાયા પરથી આ વર્ચસ્વ તૂટે તો આત્મા પરથી રાગ-દ્વેષની પકડ આપોઆપ ઢીલી પડે. - આપણા મન-વચન-કાયા હાલ રાગ-દ્વેષના બંધનમાં છે. તેને કારણે જ કર્મ બંધાય છે અને પરિણામે દુ:ખ આવે છે. મન વચન-કાયા રાગ-દ્વેષનાં બંધનોમાંથી મુક્ત બને તે માટે તેને સંસારને બદલે મોક્ષનું આલંબન આપવું તેનું નામ ધર્મ છે. ખૂબ જ અટપટા, ગૂઢ અને સૂક્ષ્મ લાગતા આ ગણિતોને આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ બહુ જ આસાન શબ્દોમાં સૂત્રિત કર્યું છે. 'मुक्खेण जोयणाओ जोगो सब्बो वि धम्मवावारो' આત્માને મોક્ષ સાથે જોડી આપતો તમામ ધર્મવ્યાપાર એ યોગ છે. આ ધર્મવ્યાપાર મન-વચનકાયાની પ્રવૃત્તિ સ્વરૂપ છે. આત્માને રાગ-દ્વેષથી મુક્ત કરવા જે સૂત્રો આગમગ્રંથોમાં ઉપલબ્ધ હતાં, તેને જીવનમાં અક્ષરશઃ ઉતારીને આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અનુભૂતિનું સત્ય પ્રાપ્ત કર્યું, આ સત્ય સાથે કરુણાભાવનું મિશ્રણ થતાં જે નવસર્જન થયું તે યોગગ્રંથોના સ્વરૂપે આપણી સમક્ષ છે. | સર્જનક્ષેત્રે પૂજ્યશ્રીનું પ્રદાન દરેક ક્ષેત્રમાં છે. છતાં તેમના ખેડાણમાં બે વિશિષ્ટ ક્ષેત્રો છે. (૧) દર્શન (૨) યોગ દર્શનશાસ્ત્રોનું અવગાહન કરવા બુદ્ધિક્ષમતા અપેક્ષિત છે.તો યોગશાસ્ત્રોનું અવગાહન કરવા સંવેદનક્ષમતા અપેક્ષિત છે.દર્શન-શાસ્ત્રોનો પાયો વિચાર છે તો યોગશાસ્ત્રોનો પાયો “અનુભવ” છે. બુદ્ધિક્ષમતાથી દાર્શનિક ક્ષેત્રે નિષ્ણાત બનાય. દલીલો અને તર્કોના જાદુગર બની શકાય પણ આત્મતત્ત્વનો અનુભવ ન થઇ શકે. હા, આત્મતત્ત્વનો નિર્ણય કરવામાં દર્શનશાસ્ત્ર ઉપકારક બને પણ તેના અનુભવ માટે તો યોગશાસ્ત્ર જ ઉપાય છે. આચાર્યભગવાનૂ-શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 242