Book Title: Shodshak Prakaran
Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ અને સમાધિ રાખનાર સત્ત્વશાળી મહાપુરુષોની યાદ અપાવતા હતા. ચૌદ ચૌદ વર્ષની આવી ભયંકર વેદના અને બીમારી વચ્ચે પણ તેઓશ્રીએ છેલ્લા શ્વાસ સુધી સ્વાધ્યાય છોડ્યો ન હતો. એ વાચના દરમ્યાન કેટલાક ભાવિકોની માંગણી થવાથી અને ભવ્ય જીવોને મોક્ષ - માર્ગમાં સુંદર આલંબનભૂત હોવાથી તેઓશ્રીએ આ ગ્રંથ ઉપરની પૂ. આ. શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ તથા પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે રચેલ એમ બંને ટીકાનો; બાળ જીવોને ઉપકારક અને ઉપયોગી બને તેવો ભાવાનુવાદ કર્યો અને હમે હમે “ધર્મદૂત માસિક’ના માધ્યમથી પ્રગટ થતો ગયો. સંપૂર્ણ ગ્રંથના ભાવાનુવાદ પ્રગટ થયા બાદ એને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવા ઘણા ભાવિકોની વિનંતિ હતી. એ વિનંતિને ધ્યાનમાં લઇ આ ષોડશક ગ્રંથ. મૂળ, બંને ટીકા અને બંને ટીકાનો સારગ્રાહી ભાવનુવાદ પ્રગટ કરવાના ઉદ્દેશથી એ કાર્યનો પ્રારંભ પૂજ્યપાદ ગુરુદેવની હાજરીમાં જ થયો હતો. પહેલું પ્રૂફ પણ તેઓશ્રીએ તપાસ્યું હતું. ત્યારબાદ અચાનક મધુપ્રમેહની, પેશાબની તકલીફ ઊભી થઇ. એના પછી બરાબર બે મહિને એકાએક હૃદયનો તીવ્ર હુમલો આવ્યો અને ૨૪ કલાકમાં અપૂર્વ સમાધિ સાથે સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું. તેઓશ્રીના અધૂરા કાર્યને પૂર્ણ કરવાની જવાબદારી મારા શિરે આવી પરંતુ એ તારક ગુરુદેવના દિવ્યઆશિષથી આ કાર્ય સંગીન રીતે પાર પાડી શક્યો. આ સિવાય સમરાદિત્ય ચરિત્ર ભાગ-૨ વગેરેનું પણ અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કરવાની ભાવના રાખું છું. પૂજય ગુરુદેવ જ્ઞાન - સ્વાધ્યાય માટે વારંવાર પ્રેરણા કરતા..... એ પ્રેરણા ઝીલી હાલ ૪૫ આગમના વાંચનનું કાર્યપણ સારી રીતે ચાલી રહ્યું છે. એ પણ તેઓશ્રીની કૃપાનું જ પરિણામ માનું છું. આ ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખી આપવા માટે મેં સહૃદયી મુનિરાજશ્રી વૈરાગ્યરતિ વિજયજીને વાત કરી. તેમણે ગ્રંથના ગૌરવને વધારનારી સુંદર અને વિસ્તૃત પ્રસ્તાવના લખી આપી. અનેક કાર્યોની વ્યસ્તતા, વધતી ઉંમર વગેરે અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે કાળજી પૂર્વક છેલ્લું મુફ જોઇ આપવાની ઉદારતા દાખવનાર સુશ્રાવક સુબોધભાઇને કેમ ભૂલી શકું ? આ ગ્રંથનો અભ્યાસ કરી ભાવિકો એને હૃદયમાં અને જીવનમાં ઉતારી, ગ્રંથના ભાવોને આત્મામાં ભરી ભવવિરહને (મોક્ષને) નજીક, અત્યંત નજીક બનાવે, એ જ મંગલ કામના. ૨૦૬૧, શ્રાવણ સુદ-૧ પં. ભAટનટિની સાબરમતી, અમદાવાદ-૫

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 242