Book Title: Shodshak Prakaran Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay Publisher: Padmavijay Ganivar Jain Granthmala View full book textPage 4
________________ eiveS21... અનંત ઉપકારી, કરુણા સાગર શ્રી જિનેશ્વરદેવો ભવ્ય જીવો ઉપર ઉપકાર કરવા માટે તીર્થની સ્થાપના કરે છે. તે પ્રભુ પાસે ત્રિપદી પામી ગણધર ભગવંતો દ્વાદશાંગીની. રચના કરે છે. આ દ્વાદશાંગીમાં સમગ્ર વિશ્વનું અણમોલ તત્ત્વજ્ઞાન સમાયેલું હોય છે. એ ગ્રંથોના આધારે વિશ્વના જીવોને ધ્યાનમાં રાખી તે તે સમયે થયેલા જ્ઞાની મહાપુરુષો તે દ્વાદશાંગીના પદાર્થોને સ્પષ્ટ કરવા નવા નવા ગ્રંથોની રચના કરે છે. જે સમયે છેલ્લા બચેલા એક પૂર્વનું જ્ઞાન પણ નષ્ટ થવાની અણી ઉપર હતું ત્યારે, બ્રાહ્મણ કુળમાં જન્મેલા અને એક જૈન સાધ્વીજીના મુખે સ્વાધ્યાય સ્વરૂપે ઉચ્ચારાતા ચક્કીદુર્ગ હરિપણાં..... શ્લોકનું શ્રવણ થતાં જેમના અભિમાનનો નશો ઊતરી ગયો હતો એવા હરિભદ્રબ્રાહ્મણમાંથી પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બનેલા એ પ્રકાંડ વિદ્વાન, પ્રચંડ પ્રતિભાશાળી, દેઢ શ્રદ્ધાવંત, આગમોના તલસ્પર્શી જ્ઞાતા, ન્યાય | વિશારદ પૂજ્યશ્રીએ ગણધર ભગવંતના રચેલા દ્વાદશાંગ આગમ ગ્રંથોને આધારે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી, જ્ઞાન વધારવા પૂર્વક જૈન શાસનની સુંદર સેવા બજાવી છે. એમાંનો જ આ ષોડશક ગ્રંથ મોક્ષમાર્ગનો ભોમિયો છે. કારણ, ધર્મની પરીક્ષાથી શરૂ કરી મોક્ષ સુધીનું તબક્કાવાર નિરૂપણ તેઓશ્રીએ આ ગ્રંથમાં કર્યું છે. તેઓશ્રીએ રચેલા દરેક ગ્રંથોની મુખ્ય મૌલિકતા એ જોવા મળે છે કે ગ્રંથના છેલ્લા પ્રકરણમાં અલગ અલગ રીતે અનેક દૃષ્ટિકોણથી વૈવિધ્ય સભર મુક્તિનું અને સિદ્ધ સ્વરૂપનું વર્ણન કર્યું છે. મારા ભવોદધિનારક પૂજ્ય ગુરુદેવ ધર્મતીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાએ મુંબઇ - શ્રીપાળનગરના વિ. સં. ૨૦૪૬ના ચાતુર્માસમાં અને શેષકાળમાં કેટલાક તત્ત્વજિજ્ઞાસુ, જ્ઞાનપિપાસુ યુવાનોની ભૂખ સંતોષવા કેટલાક ગ્રંથોની વાચના આપી હતી. તે સમયે પૂજ્ય ગુરુદેવનું સ્વાસ્થ અત્યંત નાજુક હતું. બંન્ને હાથ અને બંન્ને પગ બિલકુલ કામ આપી શકતા ન હતા. માથાથી નીચેના શરીરનો સંપૂર્ણ ભાગ કાર્ય કરી શકતો ન હતો. શરીરમાં બળતરા સાથેનો દુખાવો સતત રહેતો હતો. છાતી દોરડાથી મજબૂત બાંધી હોય એવી ભિસાતી હતી. આવી ભયંકર બીમારીમાં પણ જ્ઞાન - સ્વાધ્યાયનો રસ, ઉપકાર બુદ્ધિ અને જિજ્ઞાસુને સંતોષ આપવાનો ભાવ હોવાથી વ્યાખ્યાન આદિ ઉપરાંત સાધુ, શ્રાવકને વાચના પ્રદાન કરવાનું તેઓએ અવિરત ચાલું રાખ્યું હતું. ગુરુભગવંતોની કૃપા અને જ્ઞાન-સ્વાધ્યાયના બળથી તેઓશ્રી, પૂર્વના ભયંકર કર્મોના ઉદય વચ્ચે અપૂર્વ સમતાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 242