Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 10
________________ અમર ફળને અમર આદર્શ થયા. તેઓ વ્યાકરણમાં પારંગત હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ પણ પદ્યબદ્ધ રચ્યું કહેવાય છે. વૈષયિક અનુચિત વ્યવહારથી વિરક્ત થઈ એમણે રચેલાં નીતિશતક, શૃંગારશતક, વૈરાગ્યશતક અને વિજ્ઞાનશતક આ ચાર શતકે આબાલવૃદ્ધ બુધજનમાન્ય છે. કપટકલાકુશલ કામી જનના વિષયમૂલક કુત્સિત અસદાચરણને પરિચય થવાથી લાકિક વ્યવહારથી અલિપ્ત રહેવા માટે એમણે પિતાના ગૃહસ્થાશ્રમ અને રાજવૈભવને પણ ત્યાગ કર્યો હતે. વૈરાગ્યાવસ્થામાં એમણે આદરેલી ઉગ્ર તપશ્ચર્યાથી પ્રાપ્ત થયેલી વાકિસદ્ધિનાં ઘાતક આ શતકો અપૂર્વ છે. નીતિશતકના આરંભ પરથી જણાય છે કે, સંસારમાંના નિતિક માર્ગની ચીલમાં ચાલતાં અનુભવમાં આવેલા ઉચિત અનુચિત આચરણના પરિણામના અનુમાન પરથી નિપજાવેલા સિદ્ધાન્તોને એમને આ સંગ્રહ ઉપદેશામૃતબિંદુએથી પરિપૂર્ણ હોવાથી મુખપાન પાત્રથી પીવા લાયક સુમધુર પેયસમાન છે. આવા સુપ્રસિદ્ધ કવિરાજની પ્રશંસનીય આ કૃતિ અનુકરણીય અને આદરણીય છે. એમની આ કૃતિની આકૃતિ જ આકૃતિજન્ય ગુણેને દર્શાવે છે, એમ કહીએ તે અસ્થાને ન જ ગણાય. વિશેષમાં આ શતકોના સારાંશનું નિરૂપણ કરવાને સુગ શ્રીયુત શ્રેષ્ઠિવર્ય-નટવરલાલ ઈચ્છારામ દેસાઈ, બી. એ. તથા બાબુભાઈ ઈચ્છારામ દેસાઈ, બી. એ. એમની અનુ જ્ઞાથી મને પ્રાપ્ત થયે તે બદલ તેમને આભારી છું. ભ્રમપ્રમાદાદિવશાત્ આમાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે સુધારી લેવા સુજ્ઞ વાચકને મારી નમ્ર વિનતિ છે. અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 328