Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 6
________________ આચાર્યશ્રી પુસ્તિકામાં જણાવે છે કે જેમાં લોકોનું વધુમાં વધુ કલ્યાણ થાય એ રીતે આરાધના કરવાથી તિથિનું ભાવસત્ય જળવાય. એ અંગે જણાવવાનું કે - આવું તો ત્યારે બને કે જ્યારે બધાને પોતપોતાની અનુકૂળતા મુજબ આરાધના કરવાનું જણાવાય. શાસ્ત્રસાપેક્ષ આરાધના કરવાનું કહેવાના બદલે બીજું કાંઈ પણ કહેવામાં આવે તો તે ભાવસત્ય નથી. વચન કરતાં શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. વચન-આજ્ઞાની આરાધનામાં જ આપણા સૌનું હિત છે. ખોટી રીતે આરાધના કરવાથી કલ્યાણ કઈ રીતે થાય ? શ્રી વીતરાગપરમાત્માનું વચન હોવા છતાં એ માનવા જેટલી હૈયાની સરળતા નથી, એને લઈને ઊભા થયેલા સંયોગોને વિશેષ સંયોગો જણાવીને આચાર્યશ્રી શ્રીસંઘના સંયોગો બગાડી રહ્યા છે. હવે પૂર્વાહ... ઈત્યાદિ પ્રઘોષથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી મ.ના નામે આચાર્યશ્રી ગપ્પ મારે છે કે – 'પ્રઘોષના કર્તાને ઉદયાત્ તિથિનો એકાન્ત માન્ય નથી, ઉદયાત્ તિથિ ગૌણ બને છે. કોઈ પણ રીતે ક્ષીણતિથિ ઉદયાત્ મળતી નથી માટે તે તિથિની આરાધના ક્યારે કરવી: એની વ્યવસ્થા કરનારા પાઠથી ઉદયાત્ તિથિ ગૌણ કઈ રીતે બને ? પગે ચાલી શકાતું નથી માટે ઘોડીથી ચાલવાથી પગ ગૌણ કઈ રીતે બને? ઉત્સર્ગના અવકાશમાં અપવાદ મુખ્ય ન બને. સ્વ સ્વ સ્થાનમાં સ્વ મુખ્ય છે. આ બધું વિચારવું જોઈએ. ઉદયાત્ તિથિ ન મળવાથી તે તિથિનિયત આરાધના તેની પૂર્વ તિથિએ કરાય છે, ઉદયાત્ તિથિ ગૌણ છે માટે નહિ. આચાર્યશ્રીને તો ઉદય ગૌણ છે, તિથિ ગૌણ છે, પોતાનો મત મુખ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30