________________
-: સત્ય વિનાની સમાધાનની વાતો :‘તિથિ અંગે સત્ય અને સમાધાન' આ નામની એક પુસ્તિકા આ.શ્રી વિ. અભયશેખરસૂરિજીએ થોડા દિવસો પૂર્વે બહાર મૂકી છે. તેના નામ મુજબ તેમાં સત્ય તો નથી, પરન્તુ સમાધાન પણ તેથી થવાનું નથી.
તિથિનો અર્થ સમજાવવા માટે તેમણે સત્યનો અર્થ સમજાવ્યો છે. તેમની દૃષ્ટિએ દ્રવ્યસત્ય તો મળતું નથી. ભાવસત્ય કઈ રીતે મળે છે તે સમજાવતી વખતે લગભગ ભાવસત્ય પણ મળે નહિ-એવો માર્ગ તેમાં જણાવ્યો છે.
‘સકલ શ્રી સંઘ એક જ દિવસે આરાધના કરે તેમાં ભાવ સત્ય છે' - આ વાતને કેન્દ્રસ્થાને રાખીને તેમણે જે ભાવસત્ય દર્શાવ્યું છે - તેદ્રવ્યસત્ય નથી, ભાવસત્ય નથી, તેથી તે અસત્ય છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનના તાત્પર્યને બાધા ન પહોંચે એવી રીતે આરાધના કરવી – એ જ વસ્તુતઃ ભાવસત્ય છે. “એક દિવસે બધા આરાધના કરે એવી કોઈ વાત શાસ્ત્રમાં જણાવી નથી કે જેથી તેની વિચારણાથી ભાવસત્યની પ્રાપ્તિ થઈ શકે.
લોકોત્તર પંચાંગ વિચ્છેદ ગયા પછી લૌકિપંચાંગને અનુસરી ઉદયાત્ ભા.સુ.૪ના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરવી જોઈએ. એટલું જ નહિ, યમ્મિ...ઈત્યાદિ વચન મુજબ લૌકિક પંચાંગને અનુસરી સર્વ તિથિઓની આરાધના તે તે ઉદયાત્ તિથિએ કરવાની છે. લૌકિક પંચાંગમાં તે તે તિથિની ક્ષયવૃદ્ધિ આવે તો તે તે તિથિનિયત
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org