________________
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામે તેઓશ્રી પૂનમની પાખી કરવા તૈયાર હતા-આવી વાત પણ પુસ્તિકામાં આચાર્યશ્રી લખે છે. એ અંગે જણાવવાનું કે જે ખરેખર જ તેઓશ્રી આરાધના એક દિવસે થાય એવી માન્યતા ધરાવતા હતા તો પૂનમપક્ષ સાથે બીજી વાતની શરત શા માટે? પૂનમ પક્ષ બીજી વાત માને કે ના માને, પૂનમની એક દિવસે પાખી તો થઈ જાત ને ? પૂ.આ.ભ.શ્રી. હેમચન્દ્રસૂ.મ.સા.ના નામે અસત્ય વાતો કરી પોતાની દુષ્ટતા શા માટે પ્રગટ કરતા હશે ? પૂર્વકાળના મહાપુરુષોનો આ રીતે ઉપયોગ કરી પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનો આ એક કુટિલ પ્રયત્ન છે. આરાધકતાનું બીજ આજ્ઞામૂલકતા છે, એકતા નહિ.
વિ.સં. ૨૦૧૪ માં શ્રી સંઘમાન્ય પંચાંગ બદલ્યાનો મુદ્દો આચાર્યશ્રી પોતાના સમર્થનમાં વારંવાર ઉછાળી રહ્યા છે. પરંતુ તે વખતની પરિસ્થિતિનો તેમને કોઈ ખ્યાલ હોય તેમ લાગતું નથી. આચાર્યશ્રીના શાસ્ત્રનિષ્ઠ અને ભવભીરુ એવા વડીલ મહાપુરુષોએ, તે વખતે પંચાંગ બદલવામાં શાસ્ત્રીય બાધ આવતો નહિ હોવાથી પંચાંગ બદલવાનું સ્વીકાર્યું હતું. તે વખતે શ્રી સંઘમાન્ય પંચાંગમાં (ચંડાશુચમાં) ભાદ. સુદ પાંચમનો ક્ષય હતો અને જન્મભૂમિ'માં ભાદ. સુદ ચોથનો ક્ષય હતો . (આ.શ્રી નરેન્દ્રસાગરજી પોતાના સંવત્સરી શતાબ્દી નામના પુસ્તકમાં પૃ.૧૮ ઉપર વિ.સં. ૨૦૧૪માં જન્મભૂમિ પંચાંગમાં ભા.સુ. ત્રીજનો ક્ષય હતો-તેમ લખે છે. તેમના તે “ઐતિહાસિક ગ્રન્થની આ “ઐતિહાસિક' ભૂલ છે. પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનવાનો પોતાનો આગ્રહ આમાં કામ કરી ગયો લાગે છે.) તેથી “ચંડાશુગંડુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org