________________
-
-
-
-
-
જૈન(લોકોત્તર) જ્યોતિષગણિતના લગભગ છેલ્લા વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ “કાલલોકપ્રકાશ'ના રચયિતા મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ પણ પોતાની રચેલી શ્રી કલ્પસૂત્રની ‘સુબોધિકા’ નામની ટીકામાં “જૈન પંચાંગ હાલ બરાબર જણાતું નથી” આવા કરેલા ઉલ્લેખથી તથા બે ભાદરવા માસની કરેલી ચર્ચા ઉપરથી, તે સમયે પણ લૌકિક પ્રત્યક્ષ પંચાંગનો જ પ્રચાર હોવાનું સિદ્ધ થાય છે. (જૈન પંચાંગ પ્રમાણે ભાદરવો માસ-પોષ કે અષાડ સિવાયનો કોઈ પણ માસ-અધિક આવે જ નહિ.)
એકંદરે જ્યોતિષ, ગણિત વગેરે તમામ વિદ્યાશાખાઓમાં અભુત પ્રભુત્વ ધરાવનારા આપણા પ્રાચીન કે અર્વાચીન કોઈ સમર્થ મહાપુરુષે જૈન પંચાંગ-ગણિત ઉપર આધારિત એવું પંચાંગ રચવાનો પ્રયત્ન કર્યો નથી. લૌકિક (પ્રત્યક્ષ) પંચાંગનો આધાર લઈને જ આરાધના અને મુહૂર્નાદિનો વ્યવહાર ચલાવવાની શાસ્ત્રમાન્ય પરંપરા રહી છે. વિશિષ્ટ કોટીનું શ્રુતસામર્થ્ય ધરાવતા હોવા છતાં આપણા પ્રાચીન મહાપુરુષોએ
જૈન પંચાંગ” પ્રવર્તાવવાનું ઉચિત ન ગમ્યું-એ સત્ય તો સ્પષ્ટ છે. આની પાછળના સંભવિત કારણનો વિચાર કરવો જોઈએ.
પંચાંગગણિતની પ્રામાણિકતાનો સાચો આધાર, તેની દફપ્રત્યયિતા' (પંચાંગમાં દર્શાવેલ તિથિ વગેરે આકાશમાં દેખાતી પરિસ્થિતિને બરાબર મળી રહે તે) ઉપર છે. આવા દક્યત્યયી પંચાંગને સૂક્ષ્મ, પ્રત્યક્ષ કે વેધસિદ્ધ કહેવામાં આવે છે. આવા પંચાંગના ગણિત
- 19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org