________________
૫) આ નિયત કાલમાન(તિથિભોગ)ના અનુસાર દર બાસઠમી
તિથિનો ક્ષય આવે. એ રીતે પાંચ વરસના યુગમાં ચોકકસ ક્રમ મુજબ મહિનાની (સુદની પંદર અને વદની પંદર : એમ વદ એકમ અને અમાસ સિવાયની બધી) તિથિઓનો એક એક વાર ક્ષય આવી જાય. વૃદ્ધિ તો કોઇ તિથિની ક્યારે ય આવે નહિ.
હિન્દુ વિદ્વાનોની અતિપ્રાચીન ગણાતી વેદાંગ જ્યોતિષપદ્ધતિમાંય લગભગ ઉપર જણાવેલી જ પંચાંગરચના જોઈ શકાય છે. આ પંચાંગવ્યવસ્થા ઘણા લાંબા સમયથી વ્યવહારમાં પ્રચલિત નહિ હોવાનું, હાલ ઉપલબ્ધ જ્યોતિષ અને ઈતિહાસના ઉલ્લેખો ઉપરથી સમજાય છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા જેવા આંશિક પૂર્વધર ગણાતા મહાપુરુષે
“ક્ષયે પૂર્વી તિથિ: $ (ગ્રીયા), वृद्धौ कार्या (ग्राह्या) तथोत्तरा;
श्रीवीरजिननिर्वाणं,
कार्यं लोकानुगैरिह" આ પ્રઘોષમાં, પંચાંગમાંની તિથિવૃદ્ધિધના પ્રસંગે તે તિથિની આરાધના ક્યારે કરવી–તે અંગે ફરમાવેલા માર્ગદર્શનથી, આ પ્રઘોષ લૌકિક પ્રત્યક્ષ પંચાંગને અનુલક્ષીને જ રચાયાનું સ્પષ્ટ છે. કારણ કે લોકોત્તર(જૈન) પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવવાનો સંભવ જ નથી.
- 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org