Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 26
________________ ક્યારેક આ પંચાંગની ઉદયતિથિ કરતાં જુદી તો પડવાની જ. તેથી સ્થળભેદે તિથિભેદને વિવાદનો વિષય બનાવવાની કે આ નવા પંચાંગને એનો ઉકેલ માનવાની ભૂલ કોઇએ કરવાજેવી નથી. જોકે સાચી વાત એ છે કે આ નવા પંચાંગના સમર્થકો શાસ્રોત ઉદયતિથિની આરાધનાને બદલે ‘‘એક દિવસે(વારે) આરાધના'' ને મહત્ત્વ આપી રહ્યા છે, તેથી ઉદયતિથિની વિરાધના એમને ખટકતી જ નથી. વાસ્તવમાં ‘‘એક દિવસે (વારે) આરાધના’' ના સિદ્ધાન્તનું કોઇ વ્યકૃતિની અંગત માન્યતા કે કલ્પના સિવાય, કશું અસ્તિત્વ જ નથી. સાચો સિદ્ધાન્ત ઉદયતિથિની આરાધનાનો જ છે, જેનું મહત્ત્વ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવાયું છે. શ્રી સંઘમાન્ય પંચાંગ એક જ રાખવાના કારણે ઉદયતિથિના પાલનમાં કયારેક સ્થૂલતા આવતી લાગે તો તેના નિવારણ-સૂક્ષ્મ પાલન-માટે, સ્થળ પરત્વેની ઉદયતિથિ સ્થાનિક સૂક્ષ્મ પંચાંગના કે ગણિતના આધારે જાણી લઇ, તે દિવસે તે તિથિની આરાધના કરવી જોઇએ. આ રીતે એકથી વધુ(સૂક્ષ્મ) પંચાંગોનો ઉપયોગ કરવાથી ક્યારેક એક જ તિથિની આરાધના સ્થળ પરત્વે જુદા જુદા દિવસે (વારે) થવા છતાં, ઉદયતિથિની શાસ્ત્રીય અપેક્ષાએ ‘‘એક જ તિથિએ’' થવાથી શાસ્ત્રાજ્ઞાનું પાલન સંપૂર્ણ બને છે. અન્ય ધર્મના અનુયાયીઓ આજે પણ આવી (સ્થળ પરત્વે પર્વ ઊજવવાની) વ્યવસ્થાને અનુસરે છે. મુસ્લીમધર્મમાં ચન્દ્રદર્શન ઉપર જ તેમના મહિનાઓના પ્રારંભ અને તેમના તહેવારોનો આધાર હોય છે. એ Jain Education International 23 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30