Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 28
________________ આજે અનેક વેધસિદ્ધ સૂક્ષ્મ પંચાંગો પ્રગટ થાય છે. તેના આધારે (ભારતના કે ભારત બહારના) કોઈ પણ સ્થળે સૂર્યોદય સમયે કઈ તિથિ છે, એ તિથિની શરૂઆત કે સમામિ કયારે છે... વગેરે વિગત સ્પષ્ટ અને સહેલાઈથી મળી શકે એમ છે. આ રીતે તિથિનું જ્ઞાન મળતાં એની આરાધના માટેની શાસ્ત્રાજ્ઞા તથા શાસ્ત્રીય પરંપરા પણ સ્પષ્ટ છે. “લૌકિક પ્રત્યક્ષ પંચાંગમાં જે દિવસે (વારે) જે તિથિ (સૂર્યોદયને સ્પર્શીને કે સ્પર્યા વિના પણ) સમાપ્તિને પામતી હોય તે દિવસે (વારે) તે તિથિનિયત આરાધના કરવી. રોહિણીતપ વગેરે નક્ષત્રનિયત આરાધનામાં તિથિની જેમ નક્ષત્રની વ્યવસ્થા સમજવી.” તિથિનિયામક સૂક્ષ્મ પંચાંગ અને ઉપર જણાવેલ ભાવનાં આરાધના-નિયામક શાસ્ત્રવચન : બન્ને સ્પષ્ટ અને સુલભ હોવા છતાં તિથિદિન અને પવરાધનના વિષયમાં વિવાદ જાગે અને ચાલે-તે ખરેખર ખેદજનક છે. આવા વિવાદને શાસ્ત્રસાપેક્ષ અને પક્ષનિરપેક્ષ બનીને ઉકેલવાના સાચા પ્રયત્ન થવા જોઈએ. તેને બદલે આવા નવા કલ્પિત પંચાંગની રચના વગેરેથી કોઈ લાભ નથી. આવા પંચાંગની રચનાથી, તેના પ્રચારથી અને તેના સ્વીકારથી તí વિદ્વાનોમાં આપણાં આગમાદિ ગ્રંથોની, પૂર્વાચાર્યોની અને સમગ્રપણે આપણા શ્રી જિનશાસનની હાંસી થાય એમ છે. તે ન થાય એ જોવાની ફરજ સમસ્ત શ્રી સંઘની છે. 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30