________________
(C) નોંધ:
નવા પંચાંગમાં દરેક તિથિનું માન “૫૯ ઘડી, પળમાં ૧/૯ ભાગ ઓછો'' હોવાનું જણાવાય છે. સૂક્ષ્મ રીતે આ માપ ૫૯ ઘડી, ૦૨ પળ, પ૩ વિપળ, ૨૦ પ્રતિવિપળ ગણાય. ગણિતની સરળતા ખાતર પળ સુધીના આંકડા લખવામાં આવે છે. તેથી ૫૯ ઘડી, ૦૩ પળનો ભોગ ગણતાં, દર દસમી તિથિનો ભોગ પ૯ ઘડી, ૦૨ પળનો ગણવાથી સૂક્ષ્મતા જળવાય. નવી પંચાંગયોજનામાં ક્ષયતિથિઓ આ રીતે દસમી આવતી હોવાથી, ક્ષયતિથિ પૂર્વેની તિથિ કરતાં ક્ષયતિથિ પછીની તિથિના ભોગમાં (૫૯ ઘટી,૦૨ પળ + પ૯ ઘડી, ૦૩ પળs) ૧૧૮ ઘડી, ૦૫ પળ જેટલો વધારો થવો જોઈએ. નવા પંચાંગમાંની તિથિઓનાં ઘડી-પળ જોતાં આ માપ જળવાયું જણાતું નથી. એક-બે પળોની વધ-ઘટ ગમે ત્યારે ગમે તે ક્રમે કરાઈ છે. (જુઓ : સં. ૨૦૪૨, પોષ સુદ ૪, ફાગણ સુદ ૭, વૈશાખ સુદ ૧૦, અષાડ સુદ ૧૩, ભાદરવા વદ ૧ : સં. ૨૦૪૩, કારતક વદ ૪ વગેરે ક્ષયતિથિઓના પ્રસંગે અને ર૦૪ ના કારતક વદ ૧૩ થી ૦)) નાં ઘડી-પળ.)
બીજું ક્ષયતિથિ પ્રસંગે, તે તિથિને પૂર્વની તિથિ સાથે જોડીને બતાવવાની પ્રથા લૌકિક કે ધાર્મિક પંચાંગમાં હોય છે, જેથી તે તિથિનિયત કાર્ય પૂર્વની તિથિએ કરવાનો સ્પષ્ટ ખ્યાલ આવે. નવા પંચાંગમાં એવી સ્પષ્ટતા નથી. કદાચ એકમના ક્ષયે, પૂર્વની પૂનમ કે અમાસ સાથે એકમ બતાવવાથી “પર્વતિથિની સાથે બીજી કોઈ તિથિ લખાય જ નહિ” એવો આગ્રહ ધરાવનારા વર્ગને રાજી રાખવા ખાતર આમ કરવામાં આવ્યું હશે. પણ શાસ્ત્રથી અને વ્યવહારથી વિરુદ્ધ એવો આગ્રહ રાખવાથી વસ્તુસ્થિતિ બદલાતી નથી. એકમના ક્ષયે એકમની આરાધના પૂનમ કે અમાસની સાથે જ થવી જોઈએ અને તે સ્પષ્ટ કરવા માટે ૧૫+૧ કે ૦)) +૧ લખવી જોઈએ. આવું જ અન્ય ક્ષયતિથિઓમાં ય લખાવું જોઈએ. ક્ષયતિથિનો ઉલ્લેખ ઉડાડી દેવાથી અવ્યવસ્થા સર્જાય. કલ્પિત માન્યતાના સમર્થન માટે જ કલ્પિત એવા આ પંચાંગમાં અનેક અવ્યવસ્થા દેખાય-એ સ્વાભાવિક છે.
- 26
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org