Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/001755/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ XXX સત્ય વિનાની સમાધાનની વાતો : સંકલન : પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્તસૂ.મ. XXXXXXXXX : પ્રકાશક: શ્રી અશૈકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ સત્ય વિનાની સમાધાનની વાતો : સંકલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ. મ.સા. ના પાલંકાર પૂ. સ્વ.આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ. મ.સા. ના શિષ્યરત્ન પૂ.સ્વ.આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ. મ.સા. ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. : પ્રકાશન : શી અોકાd પ્રકાશન જૈન ીલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : એક સદ્ગૃહસ્થ – શુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ સત્ય વિનાની સમાધાનની વાતો આવૃત્તિ-પ્રથમ નકલ-૨૦૦0 પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ દ્રઢ શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) મુકુંદભાઇ આર. શાહ ૫, નવરત્ન લેટ્સ, નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ - વિ.સં. ૨૦૬૧ ૭. : પ્રાપ્તિ-સ્થાન : પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ - ૯૭. શા. જતીનભાઇ હેમચંદ ‘કોમલ’ કબૂતર ખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત - ૩. : આર્થિક સહકાર : એક સગૃહસ્થ - મુંબઈ : મુદ્રણ વ્યવસ્થા : ભવ્ય ગ્રાફિક્સ ૨૦/૨૨, સી.પી. બેંક રોડ, ત્રીજે માળે, મુંબઇ - ૪. ફોન : ૨૩૮૯ ૫૦૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ -: સત્ય વિનાની સમાધાનની વાતો :‘તિથિ અંગે સત્ય અને સમાધાન' આ નામની એક પુસ્તિકા આ.શ્રી વિ. અભયશેખરસૂરિજીએ થોડા દિવસો પૂર્વે બહાર મૂકી છે. તેના નામ મુજબ તેમાં સત્ય તો નથી, પરન્તુ સમાધાન પણ તેથી થવાનું નથી. તિથિનો અર્થ સમજાવવા માટે તેમણે સત્યનો અર્થ સમજાવ્યો છે. તેમની દૃષ્ટિએ દ્રવ્યસત્ય તો મળતું નથી. ભાવસત્ય કઈ રીતે મળે છે તે સમજાવતી વખતે લગભગ ભાવસત્ય પણ મળે નહિ-એવો માર્ગ તેમાં જણાવ્યો છે. ‘સકલ શ્રી સંઘ એક જ દિવસે આરાધના કરે તેમાં ભાવ સત્ય છે' - આ વાતને કેન્દ્રસ્થાને રાખીને તેમણે જે ભાવસત્ય દર્શાવ્યું છે - તેદ્રવ્યસત્ય નથી, ભાવસત્ય નથી, તેથી તે અસત્ય છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનના તાત્પર્યને બાધા ન પહોંચે એવી રીતે આરાધના કરવી – એ જ વસ્તુતઃ ભાવસત્ય છે. “એક દિવસે બધા આરાધના કરે એવી કોઈ વાત શાસ્ત્રમાં જણાવી નથી કે જેથી તેની વિચારણાથી ભાવસત્યની પ્રાપ્તિ થઈ શકે. લોકોત્તર પંચાંગ વિચ્છેદ ગયા પછી લૌકિપંચાંગને અનુસરી ઉદયાત્ ભા.સુ.૪ના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરવી જોઈએ. એટલું જ નહિ, યમ્મિ...ઈત્યાદિ વચન મુજબ લૌકિક પંચાંગને અનુસરી સર્વ તિથિઓની આરાધના તે તે ઉદયાત્ તિથિએ કરવાની છે. લૌકિક પંચાંગમાં તે તે તિથિની ક્ષયવૃદ્ધિ આવે તો તે તે તિથિનિયત . . Page #5 -------------------------------------------------------------------------- ________________ આરાધના... ક્ષયે પૂર્વીd...ઈત્યાદિ પ્રઘોષને અનુસરી પૂર્વ અને ઉત્તર તિથિએ કરવાનું વિધાન છે. પરન્તુ સકલ શ્રી સંઘે “ગમે તે દિવસે બધા ભેગા થઈને એક દિવસે” તે તે તિથિનિયત આરાધના કરવાનું ફરમાવાયું નથી. આમ છતાં પુસ્તિકાના લેખકશ્રી એક દિવસે આરાધના કરવામાં ભાવસત્ય જણાવી રહ્યા છે - તે સત્યથી ઘણું જ દૂર છે. પોતે માની લીધેલા ભાવસત્યની રક્ષા માટે, લૌકિકપંચાંગને શ્રી જૈન દર્શનની માન્યતાથી વિપરીત સિદ્ધાંતના આધારે બનાવેલું જણાવીને તેઓ જૈનપંચાંગ બનાવીને તે પંચાંગ મુજબ આરાધના કરવાનું જણાવી રહ્યા છે. એ વિષયમાં લેખકશ્રીને પૂછવું જોઈએ કે લૌકિકપંચાંગને અનુસરી એ મુજબની ઉદયાત્ તિથિએ આરાધના કરવાનું જણાવનારા આપણા પૂ. ગીતાર્થમહાત્માઓને લૌકિક પંચાંગ કઈ રીતે બને છે : એનો ખ્યાલ હતો કે નહિ? લેખક આચાર્યશ્રીની લાચારી ભારે છે. જૈન પંચાંગ બનાવતી વખતે સૂર્યોદયાદિ, સૂર્યચન્દ્રાદિની ગતિ, નક્ષત્રાદિ, રાશિપ્રારંભ... ઇત્યાદિ ક્યાંથી પ્રાપ્ત કરવું – તે જણાવતા નથી. જૈનપંચાંગ આરાધના માટે માનવાનું છે કે મુહુર્નાદિ માટે પણ માનવાનું છે – એ પણ તે જણાવતા નથી. આરાધના માટે જૈનપંચાંગ અને મુહૂર્નાદિ માટે લૌકિક પંચાંગ : આ બેધારી નીતિ મનની મેલી ભાવના સૂચવે છે. મુહૂર્તો ખોટાં આવે તો ધનોત-પનોત નીકળી જાય, આરાધના ખોટી થાય તો ભાવસત્ય જળવાય! અદભુત છે લેખકશ્રીનું ગણિત ! આપણે તો આરાધનાથી કામ છે, ગમે તે દિવસે આરાધના કરાય - આવો તર્ક કરનારને કહેવું જોઈએ કે આપણે તો શુભ કાર્ય કરવું છે, ગમે ત્યારે કરવું – આમ માનો છો? Page #6 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી પુસ્તિકામાં જણાવે છે કે જેમાં લોકોનું વધુમાં વધુ કલ્યાણ થાય એ રીતે આરાધના કરવાથી તિથિનું ભાવસત્ય જળવાય. એ અંગે જણાવવાનું કે - આવું તો ત્યારે બને કે જ્યારે બધાને પોતપોતાની અનુકૂળતા મુજબ આરાધના કરવાનું જણાવાય. શાસ્ત્રસાપેક્ષ આરાધના કરવાનું કહેવાના બદલે બીજું કાંઈ પણ કહેવામાં આવે તો તે ભાવસત્ય નથી. વચન કરતાં શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. વચન-આજ્ઞાની આરાધનામાં જ આપણા સૌનું હિત છે. ખોટી રીતે આરાધના કરવાથી કલ્યાણ કઈ રીતે થાય ? શ્રી વીતરાગપરમાત્માનું વચન હોવા છતાં એ માનવા જેટલી હૈયાની સરળતા નથી, એને લઈને ઊભા થયેલા સંયોગોને વિશેષ સંયોગો જણાવીને આચાર્યશ્રી શ્રીસંઘના સંયોગો બગાડી રહ્યા છે. હવે પૂર્વાહ... ઈત્યાદિ પ્રઘોષથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી મ.ના નામે આચાર્યશ્રી ગપ્પ મારે છે કે – 'પ્રઘોષના કર્તાને ઉદયાત્ તિથિનો એકાન્ત માન્ય નથી, ઉદયાત્ તિથિ ગૌણ બને છે. કોઈ પણ રીતે ક્ષીણતિથિ ઉદયાત્ મળતી નથી માટે તે તિથિની આરાધના ક્યારે કરવી: એની વ્યવસ્થા કરનારા પાઠથી ઉદયાત્ તિથિ ગૌણ કઈ રીતે બને ? પગે ચાલી શકાતું નથી માટે ઘોડીથી ચાલવાથી પગ ગૌણ કઈ રીતે બને? ઉત્સર્ગના અવકાશમાં અપવાદ મુખ્ય ન બને. સ્વ સ્વ સ્થાનમાં સ્વ મુખ્ય છે. આ બધું વિચારવું જોઈએ. ઉદયાત્ તિથિ ન મળવાથી તે તિથિનિયત આરાધના તેની પૂર્વ તિથિએ કરાય છે, ઉદયાત્ તિથિ ગૌણ છે માટે નહિ. આચાર્યશ્રીને તો ઉદય ગૌણ છે, તિથિ ગૌણ છે, પોતાનો મત મુખ્ય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ કયે પૂર્વી ... ઈત્યાદિ પ્રઘોષના અર્થમાં મતભેદ છે, તે ભલે રહ્યો. આચાર્યશ્રી તો ભણેલા છે ને ? તેઓએ તેનો ચોક્કસ અર્થ જણાવવો જોઈએ. મતભેદ છે' એમ કહીને સત્ય વસ્તુને ઢાંકી દેવાનું અપકૃત્ય શા માટે કરવું જોઈએ ? પ્રઘોષના ઉત્તરાર્ધને લઈને ઉદયાત તિથિને ગૌણ માનવાનું પણ શાસ્ત્રાનુસારી નથી. દિવાળીની જેમ સંવત્સરીપર્વ જૈનેતરો પણ ઊજવતા હોત તો તે પણ લોકની સાથે માનવાની વાત કરી હોત. પરન્તુ માત્ર જૈનો જ જે પર્વને આરાધે છે તે સંવત્સરી શાસ્ત્ર મુજબ ઉદયાત્ ભા.સુ.૪ ના કેમ ન આરાધે ? પ્રઘોષમાં દિવાળી લોકો મુજબ માનવાની વાત લખી, તેથી જ અન્ય કોઇ તિથિ લોકો મુજબ આરાધવાની નથી – તે સ્પષ્ટ થાય છે. યુગપ્રધાન શ્રી કાલિકસૂરિ મહારાજાએ ભા.સુ.૪ ના સંવત્સરી પ્રવર્તાવી તે શ્રી મહાવીરપરમાત્માના વચનથી પ્રવર્તાવી હતી. રાજાએ તો ભા.સુ. ૬ ના સંવત્સરી કરવાની વાત કરી હતી. રાજાની વાત તેઓશ્રીએ સ્વીકારી હોત તો આજની પરિસ્થિતિ ઊભી થાત જ નહિ. યુગપ્રધાન મહાત્માને આ બધાનો ખ્યાલ ન હોય એવું તો ન બને ને ? પરન્ત શ્રી મહાવીરપરમાત્માના વચનાનુસાર ભા.સુ. ૫ ની સંવત્સરી ભા.સુ.૪ ની પ્રવર્તાવી. જેઓ પ્રવર્તક હોય તેઓ સૌને તે મુજબ કરવાનું જ કહે. માત્ર રાજાના કહેવાથી કર્યું હોય તો બીજે જ વર્ષે ફરીથી ભા.સુ.૫ ની સંવત્સરી કરવાની શરૂઆત કરાવી હોત... આ બધી વાતો વર્ષો પૂર્વે અમારા પૂ. મહાપુરુષોએ અનેક વાર જણાવી છે. પરંતુ બીજાની વાત સાંભળ્યા વગર પોતાની વાત ચલાવ્યા કરવાની ટેવ પડી હોય તે જાય ક્યાંથી ? Page #8 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામે તેઓશ્રી પૂનમની પાખી કરવા તૈયાર હતા-આવી વાત પણ પુસ્તિકામાં આચાર્યશ્રી લખે છે. એ અંગે જણાવવાનું કે જે ખરેખર જ તેઓશ્રી આરાધના એક દિવસે થાય એવી માન્યતા ધરાવતા હતા તો પૂનમપક્ષ સાથે બીજી વાતની શરત શા માટે? પૂનમ પક્ષ બીજી વાત માને કે ના માને, પૂનમની એક દિવસે પાખી તો થઈ જાત ને ? પૂ.આ.ભ.શ્રી. હેમચન્દ્રસૂ.મ.સા.ના નામે અસત્ય વાતો કરી પોતાની દુષ્ટતા શા માટે પ્રગટ કરતા હશે ? પૂર્વકાળના મહાપુરુષોનો આ રીતે ઉપયોગ કરી પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનો આ એક કુટિલ પ્રયત્ન છે. આરાધકતાનું બીજ આજ્ઞામૂલકતા છે, એકતા નહિ. વિ.સં. ૨૦૧૪ માં શ્રી સંઘમાન્ય પંચાંગ બદલ્યાનો મુદ્દો આચાર્યશ્રી પોતાના સમર્થનમાં વારંવાર ઉછાળી રહ્યા છે. પરંતુ તે વખતની પરિસ્થિતિનો તેમને કોઈ ખ્યાલ હોય તેમ લાગતું નથી. આચાર્યશ્રીના શાસ્ત્રનિષ્ઠ અને ભવભીરુ એવા વડીલ મહાપુરુષોએ, તે વખતે પંચાંગ બદલવામાં શાસ્ત્રીય બાધ આવતો નહિ હોવાથી પંચાંગ બદલવાનું સ્વીકાર્યું હતું. તે વખતે શ્રી સંઘમાન્ય પંચાંગમાં (ચંડાશુચમાં) ભાદ. સુદ પાંચમનો ક્ષય હતો અને જન્મભૂમિ'માં ભાદ. સુદ ચોથનો ક્ષય હતો . (આ.શ્રી નરેન્દ્રસાગરજી પોતાના સંવત્સરી શતાબ્દી નામના પુસ્તકમાં પૃ.૧૮ ઉપર વિ.સં. ૨૦૧૪માં જન્મભૂમિ પંચાંગમાં ભા.સુ. ત્રીજનો ક્ષય હતો-તેમ લખે છે. તેમના તે “ઐતિહાસિક ગ્રન્થની આ “ઐતિહાસિક' ભૂલ છે. પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનવાનો પોતાનો આગ્રહ આમાં કામ કરી ગયો લાગે છે.) તેથી “ચંડાશુગંડુને Page #9 -------------------------------------------------------------------------- ________________ બદલે 'જન્મભૂમિ' સ્વીકારવાથી સંવત્સરી એક દિવસ વહેલી થતી હતી. અંતરા વિ સે કમ્પઈ' આ શાસ્ત્રવચન પ્રમાણે તેમાં કોઈ શાસ્ત્રીય બાધ હતો નહિ. આથી સૂક્ષ્મ પંચાંગ મળવાના અને સંવત્સરીભેદ ટળવાના વધુ લાભ વિચારી પંચાંગ બદલવાનું સ્વીકારાયું હતું. આ વખતના (વિ.સં. ૨૦૬૧ના) સંયોગો જુદા છે. શ્રી સંઘમાન્ય પંચાંગમાં ભાદ, સુદ પાંચમની વૃદ્ધિ છે. આચાર્યશ્રીના સૂચન મુજબ સંવત્સરીભેદ ટાળવા સોલાપુર આદિનાં (ભાદ. સુદ ચોથની વૃદ્ધિવાળાં) પંચાંગ સ્વીકારવાથી, શ્રી સંઘમાન્ય પંચાંગ કરતાં સંવત્સરી એક દિવસ મોડી થાય છે, જેથી ત્રણસો સાઈઠ તિથિનું (ગયા વરસની સંવત્સરીની અપેક્ષાએ) અતિક્રમણ નહિ કરવાની શાસ્ત્રીય આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. આ રીતે કષાયો અનંતાનુબંધી થતાં મિથ્યાત્વે લઈ જનારો માર્ગ શ્રીસંઘને બતાવનારા આચાર્યશ્રી, પોતાના ગીતાર્થ ભવભીરુ વડીલ મહાપુરુષોનાં નામ લજવી રહ્યા છે. ઉન્માર્ગ પ્રવર્તાવવાના દોષનો આ આચાર્યશ્રીને ખ્યાલ નથી કે ભય નથી – તેનો નિર્ણય આપણે કરવો નથી. સ્થળ પરત્વે કલકત્તા, જયપુર, અમદાવાદ, મુંબઈ, સોલાપુર, મદ્રાસ, પટણા કે બનારસાદિમાં સૂર્યોદયનો ફેરફાર હોય જ અને તેથી ઉદયાત્ તિથિનો પણ ફરક તો પડે જ. તેથી કોઈ પણ એક પંચાંગના આધારે સર્વત્ર ઉદયાત્ તિથિએ આરાધના થાય એ બને નહિ. પરન્તુ એ વાત બંન્ને પક્ષો માટે સમાન જ છે. આજ સુધી એ અંગે શું કરવું જોઈએ : એનો વિચાર કર્યો નથી – એવું નથી. પરંતુ જીવોના વક્ર અને જડ સ્વભાવાદિ અનેક કારણોને લઈને શ્રીસંઘમાન્ય પંચાંગ મુજબ : 6. Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉદયાત્ તિથિએ આરાધના કરાય છે. સ્થળ પરત્વે જે સૂર્યોદયને આશ્રયીને ઉદયાત્ તિથિએ તે તિથિની આરાધના કરીએ તો સારું જ છે. પરંતુ જેઓને શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ મુજબ ઉદયાત્ ભા.સુ.૪ના સંવત્સરીમહાપર્વની પણ આરાધના કરવી નથી એવા લોકો સ્થળ પરત્વે તિથિના ફરકની વાત કરે તે કોઈ પણ રીતે ઉચિત નથી. ગામેગામનાં પંચાંગ અલગ નીકળે તો એમાં કશું જ ખોટું નથી. આ વાત શક્ય બને તો આજે પણ પ્રયત્ન કરી શકાય છે. જે સ્થાને જે ઉદયાત્ તિથિ હોય તે સ્થાને તે તિથિએ તે તિથિનિયત આરાધના કરવી' - આટલો નિર્ણય કરી લેવાય તો સકલ શ્રી સંઘ એક તિથિએ આરાધના કરવા સમર્થ બને. એક દિવસે આરાધના કરવામાં ઐક્ય નથી. ઉદયાત્ એક તિથિએ આરાધના કરવામાં ઐક્ય છે. “શ્રી સંઘ દ્વારા જે ઠેરવવામાં આવ્યું હોય તે મુજબ આરાધના કરવામાં ઉદયાત્ તિથિને છોડવી પડતી હોય તો પણ કોઈ જ પાપ લાગતું નથી.” આ પ્રમાણે પુસ્તિકામાં આચાર્યશ્રી જણાવે છે. એ અંગે જણાવવાનું કે સૌથી પ્રથમ તો સંઘને એવું ઠરાવવાનો કોઈ અધિકાર નથી. શાસ્ત્રનિરપેક્ષ ઠરાવને માનવાથી મિથ્યાત્વાદિ પાપ લાગે જ. શાસ્ત્રસિદ્ધ વાત સ્વીકારવાના બદલે શાસ્ત્રવિરુદ્ધ ઠરાવે તે સંઘ કઈ જાતિનો ? બધા જ ભગવાનની વાત માની લે તો આજે ય વિવાદ શમી જાય એવો છે. “એક દિવસે આરાધનામાં જ ભાવસત્ય'ના ભ્રમમાં રાચતા આચાર્યશ્રી હવે “એક સમયે આરાધનામાં પૂરા ભાવસત્ય”નો મત કાઢે તો નવાઈ નહિ. જુદા જુદા સમયે થતા Page #11 -------------------------------------------------------------------------- ________________ સૂર્યોદયાસ્તને કારણે પચ્ચખાણના સમય સ્થળ પરત્વે જુદા પડતા હોય છે. “એક સાથે આરાધના”ના આગ્રહથી પીડાતા આચાર્યશ્રીએ હવે આમાં ય એકતા કરી દેવી જોઈએ. “શ્રી સંઘ દ્વારા ઠેરવવામાં આવે'' તેથી જે ઉદયતિથિની વિરાધનામાં “કોઈ જ પાપ લાગતું ન હોય તો પચ્ચખાણની વિરાધનામાં ય “કોઈ જ પાપ' ન લાગે ને ? એ તો ઊંચું ભાવસત્ય બને ને ? પુસ્તિકાના લેખકશ્રી જાણી-જોઈને સત્ય છુપાવી રહ્યા છે. ઉદયાત્ તિથિ સિવાયની તિથિએ આરાધના કરનારા સમકિતી કઈ રીતે છે – તે જણાવવાનું બાજુ પર રાખીને તેમને મિથ્યાત્વી કહે છે - એવી ફરિયાદ અર્થહીન છે. જન્મ-ભૂમિપંચાંગ મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિ દર્શાવે છે... ઈત્યાદિ જણાવતાં પૂર્વે લેખકશ્રીએ એ વિચારવું જોઈએ ને કે એ પંચાંગ સ્વીકારતી વખતે પૂજ્ય વડીલોએ એ વાત ધ્યાનમાં કેમ ના લીધી ? ભારતભરની દરેક સ્થળની તિથિ દર્શાવે એવું એક પણ પંચાંગ ઉપલબ્ધ છે ખરું ? ઉદયાત્ તિથિને ગૌણ માનવી - એકાન્ત આરાધ્ય ન માનવી અને સર્વ સ્થળની ઉદયાત્ તિથિની વિચારણા કરવી : આ બેનો કોઈ મેળ જ નથી. પોતે શું કરી રહ્યા છે એનો જેમને ખ્યાલ નથી એવા, તિથિ અંગે સમાધાન જણાવી રહ્યા છે. આરોપી પોતે ન્યાયાધીશ બન્યા છે. કદાગ્રહને મૂક્યા વિના બીજ કોઈ જ કલ્યાણનો માર્ગ નથી. એક સાથે નહિ, ભગવાનના વચન સાથે આરાધનામાં સૌનું કલ્યાણ સમાયું છે. આચાર્યશ્રી ઉદયાત્ તિથિમાં સંસ્કાર આપવાની વાત કરે છે – તે અનુચિત છે. ઉદયાત્ તિથિમાં સંસ્કારની આવશ્યકતા જ ક્યાં છે ? Page #12 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર, ગણિત કરતી વખતે આપવાના છે. પંચાંગથી ચોક્કસ થયેલી તિથિમાં સંસ્કાર આપવાના રહેતા નથી. તે તિથિનિયત આરાધના માટે વચનો પણ ઉપલબ્ધ છે. આપણે બનાવવાનાં નથી, માનવાનાં છે. એમાં કદાગ્રહાદિ અવરોધક છે. વિ.સં. ૨૦૧૪માં પંચાંગ બદલવા અંગેના ઠરાવમાં સંસ્કારની વાત જ નથી. આચાર્યશ્રી ફરીથી એ ઠરાવને વાંચી લે તો સારું ! પંચાંગમાંની બાર પર્વતિથિ જ આરાધ્ય હતી અને બીજી આરાધ્ય ન હતી કે જેથી બાર પર્વતિથિમાં સંસ્કાર(ફેરફાર) કરવો પડે છે અથવા પડતો હતો ? વિ.સં. ૧૯૯૨માં કે તે પૂર્વે બે તિથિવાળા ખોટું કરતા હતા – એ વાત તો સૌને માન્ય છે. આજે એકતિથિમાં ભળી ગયેલા પણ ત્યારે તેમાં જ હતા – એ ભૂલવાની જરૂર નથી. વિ.સં. ૧૯૯૨ થી ૨૦૨૦ સુધી તે તે તિથિઓમાં સંસ્કાર કેમ ના કર્યો ? અને પંચાંગમાંની યથાવત્ તિથિઓ કેમ લીધી ? – એનો જવાબ લેખકશ્રીએ પોતાના વડીલો પાસેથી જાણી લઇને સંસ્કારની રજૂઆત કરવી જોઇએ. પુસ્તિકામાં લેખકશ્રી જણાવે છે કે લૌકિક પંચાંગથી શાસ્ત્રીય તિથિનો નિર્ણય થઇ શકતો નથી. એ વાત ખૂબ જ વિચિત્ર છે. લોકોત્તર પંચાંગ જ્યારે વિચ્છેદ પામ્યું ત્યારથી માંડીને આજ સુધી આપણે સૌએ અશાસ્ત્રીય તિથિ આરાધી છે ? અત્યાર સુધી જે વિવાદ થયો છે તે શું અશાસ્ત્રીય તિથિ માટે થયો છે ? સાચી વાત તો એ છે કે લોકોત્તર પંચાંગનો વિચ્છેદ થયા પછી તિથિના નિર્ણય માટે લૌકિકપંચાંગનો આધાર લેવો આ શાસ્ત્રાજ્ઞા છે. શાસ્ત્રાજ્ઞા મુજબ કરેલું પણ અશાસ્ત્રીય છે – એ વાત પુસ્તિકાના લેખક આચાર્યશ્રી પાસેથી જાણવા મળી. સ્થળ પરત્વે સર્વત્ર જુદાં જુદાં પંચાંગ માનવાનું શક્ય ન બનવાના કારણે શ્રીસંઘમાન્ય એક લૌકિક પંચાંગ માનીને તિથિનો નિર્ણય કરાય 9 Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. સકલ શ્રીસંઘની આરાધના એક જ દિવસે થાય : એ માટે એક પંચાંગનો આધાર લેવામાં આવતો નથી. લૌકિકપંચાંગનો આધાર લીધા વિના હવે લોકોત્તર પંચાંગ કઇ રીતે બનાવવું– એ ફકત આચાર્યશ્રી જાણે છે. ગમે તે કારણે તેઓ તે જણાવતા નથી. લોકોત્તરપંચાંગમાં ઉદયાત તિથિનું મહત્ત્વ ન હોય તો મૅિ.... ઇત્યાદિ શાસ્ત્રવચનનો કયો અર્થ છેઃ એ પણ આચાર્યશ્રી જણાવતા નથી. ‘‘કહેવાતા બે તિથિવાળા પક્ષના અનુયાયીઓના મનમાં ‘ઉદયાત્ તિથિ કરતાં બધાની આરાધના એક જ દિવસે થાય' એ મહત્ત્વનું ભાસે છે'’. આ વાત સર્વથા અસત્ય છે. એ વાત જો સત્ય હોત તો તિથિનો વિવાદ જ ઊભો થાત નહિ. શાસ્ત્રાનુસારી અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારી આરાધના બધા કરે એવું અમારા મનમાં મહત્ત્વનું ભાસે છે. શાસ્ત્રનિરપેક્ષ એકતા કરવામાં શાસ્ત્રવચનનો ભોગ લેવાય છે. આ વાતની આચાર્યશ્રીને કોઇ ચિંતા નથી. સ્થળ પરત્વે કોઇ વાર ઉદયાત્ તિથિએ આરાધના કરવાનું કોઇ કારણસર શક્ય ન બને : એટલામાત્રથી ઉદ્દયાત્ તિથિને ગૌણ માની શાસ્ત્રવચનનો અનાદર કરવાનું આચાર્યશ્રી જણાવી રહ્યા છે, જે તદ્દન જ અનુચિત છે. ‘બધા એક જ દિવસે આરાધના કરે : એ ભાવસત્ય છે' આ વાત પુસ્તિકાનું મૂળસૂત્ર છે. પરંતુ ભાવસત્યની એવી વ્યાખ્યા આજ સુધી કોઇ સંવિગ્ન ગીતાર્થોએ કરી નથી. તેમ જ શાસ્ત્રના પાને પણ એવી વાત જણાવાઇ નથી. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા સાચવી લેવાનો ભાવ જેમાં રહ્યો છે તે દ્રવ્યથી અસત્ય હોય તોપણ ભાવથી સત્ય છે. આચાર્યશ્રીએ પુસ્તિકાની શરૂઆતમાં હરણિયાંને 10 Page #14 -------------------------------------------------------------------------- ________________ બચાવવા માટે અસત્ય બોલવાનું જે દૃષ્ટાન્ત જણાવ્યું છે – તેનો પરમાર્થ પોતે સમજી લીધો હોત તો પુસ્તિકા લખવાનો અવસર ઊભો થાત નહિ. અહિંસાધર્મ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશ્યો છે. એની રક્ષા માટે બાકીનાં ચાર મહાવ્રતો વાડતુલ્ય ઉપદેશ્યાં છે. અસત્ય ન બોલવાથી કે સત્ય બોલવાથી અથવા મૌન પાળવાથી અહિંસાધર્મનો બાધ થતો હોય ત્યારે કઈ રીતે વર્તવું – એ જણાવવા માટેનું એ દૃષ્ટાન્ત હતું. એનો ઉપયોગ આચાર્યશ્રીએ ભગવાનના પરમતારક વચનનો ઘાત કરવા માટે કર્યો છે. આમાં ભાવસત્ય ક્યાંથી આવ્યું-તે સમજાતું નથી. હરણિયાને બચાવવા માટે બોલાયેલું અસત્ય પણ ભાવથી સત્ય છે – એ સમજાવવા માટે આપેલા દૃષ્ટાન્તનો ઉપયોગ, શ્રી વીતરાગપરમાત્માના વચનથી નિરપેક્ષ એકતાને સાધવા માટે થશે – એવી કલ્પના શ્રીમદ્ સૂત્રકારપરમર્ષિને પણ નહિ હોય. આચાર્યશ્રી એકતા માટે પંચાંગ બદલવાની વાત કરી રહ્યા છે. ભા.સુ.પની વૃદ્ધિ કે ક્ષય ન આવે એવા પંચાંગને તત્કાળપૂરતું સ્વીકારવું - આવી અધૂરી વાત કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. ભા.સુ.૪ ની આરાધના એક દિવસે ન થાય તો ભાજસત્ય હણાય છે, ભા.સુ.૫ ની આરાધના એક દિવસે ન થાય તોય ભાવસત્ય હણાતું નથી ! અત્યાર સુધી ભારતભરના લોકોને એક પંચાંગના સ્વીકારના કારણે ઉદયાત્ તિથિની આરાધના કરવા મળતી નથી એની ચિંતા કરતા હતા. પંચાંગ બદલવાના કારણે ભા.સુ.પની આરાધના ઉદયાત્ તિથિએ ન થાય તોય હવે તેમને વાંધો નથી. એકતા માટે પોતાની ખોટી માન્યતા છોડવી નથી અને સાચું પંચાંગ, શાસ્ત્ર, છોડી દેવું છે ! એકતા અને સર્વજનહિતનું આ ગણિત સમજવું આપણા માટે શક્ય નથી. -- 11 Page #15 -------------------------------------------------------------------------- ________________ પુસ્તિકામાં તિથિના વિષયમાં ઘણી અસત્ય વાતો છે. એ વિષયમાં જણાવવાયોગ્ય લગભગ બધું ઉપર જણાવ્યું છે. જે બાકી છે તે સમજવાનું સરળ છે. પુસ્તિકાના અન્તમાં આચાર્યશ્રીએ સત્તર સ્વર્ગસ્થ મહાત્માઓ પાસે બુદ્ધિની યાચના કરીને ખૂબ જ ઉચ્ચ કોટિનું મધ્યસ્થપણું દર્શાવ્યું છે એમ માની લઈએ. બાકી તો એમાંના કેટલાય મહાત્માઓ પાસે સદબુદ્ધિ હતી નહિ – એમ આચાર્યશ્રીએ આ પૂર્વે અનેકવાર દર્શાવ્યું છે – એની સાથે આપણને કોઈ નિસબત નથી. સ્વર્ગસ્થ મહાત્માઓ પાસે બુદ્ધિ માંગવા જેટલી સબુદ્ધિ જાગી – એ જ આપણા માટે આનંદની વાત છે. આપણા કરતાં પણ એની વધારે જરૂર આચાર્યશ્રીને છે – એ તેમની પુસ્તિકા વાંચ્યા પછી ચોક્કસ જ જણાય છે. તિથિ અંગે સત્ય જણાવવાના નામે અસત્ય વાતો જણાવવાનો જે પ્રયત્ન આચાર્યશ્રીએ કર્યો છે, તે સ્વપરના અહિતનું કારણ ન બને એ માટે આ પ્રયત્ન કર્યો છે. આ સમજીને શાસ્ત્રીય રીતે તિથિની આરાધના કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ – એ જ એક શુભાભિલાષા..... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ તા.ક. : જૈન પંચાંગ વિચ્છેદ ગયા પછી તેને ફરીથી બનાવવાનો પ્રયત્ન શાસ્ત્રાનુસારી નથી – તે અંગે આજથી આશરે વીસ વર્ષ અગાઉ સ્વ. મહાપુરુષે આપેલા અભિપ્રાયની વિસ્તૃત નોંધ આ સાથે રજૂ કરી છે. - 12 Page #16 -------------------------------------------------------------------------- ________________ તિથિવિવાદના ઉકેલના નામે હાલમાં ‘‘જૈન ગણિત પ્રમાણેના પંચાંગ” નો પ્રચાર થઈ રહ્યો છે. પંચાંગગણિતના અને આપણાં ધર્મશાસ્ત્રોના લેશ પણ જ્ઞાન વિનાના કહેવાતા વિદ્વાનો દ્વારા થતો આ પ્રયત્ન નવો નથી. વર્ષો પહેલાં વિ.સં. ૨૦૪૧ માં, બેતિથિપક્ષના (પણ પછીથી એકતિથિપક્ષમાં ભળી ગયેલા) એક અગ્રણી આચાર્યશ્રીએ સ્વ. ૫.પૂ.આ. શ્રી. વિજય રામચંદ્ર સૂ. મહારાજાને “જૈન પંચાંગ” ની એક નોંધ ૨૦૪૨૨૦૪૩ ના તૈયાર કરેલા પંચાંગ સાથેની આપેલી. સ્વ. પૂજ્યપાદશ્રીજીએ એ નોંધનો વિગતવાર જવાબ પણ આપેલો. પછી તો ર૦૪ર નો પટ્ટક, ૨૦૪૪ નું સંમેલન વગેરે થતાં એ વાત વીસરાઈ ગયેલી. હવે ગમે તે કારણે એનો ફરી પ્રચાર શરૂ થયો છે ત્યારે પેલી નોંધ અને સ્વ. પૂજ્યપાદશ્રીએ આપેલો એનો જવાબ આજ પણ એટલો જ પ્રાસંગિક અને ઉપયોગી હોવાથી પ્રગટ કરીએ છીએ. (A) શરૂઆતમાં નવા પંચાંગના પ્રવર્તક આચાર્યશ્રીની પંચાંગ માટેની નોંધ, (B) પછી સ્વ. પૂજ્યપાદશ્રીએ એ નોંધનો આપેલો જવાબ (C) અને છેલ્લે એ આચાર્યશ્રીએ નમૂનારૂપે મોકલેલા ૨૦૪૨ ના નવા પંચાંગમાંની તિથિઓમાં આવતા વિસંવાદની યાદી પ્રગટ કરીએ છીએ. - 13 Page #17 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં આ નવા જૈન પંચાંગનો પ્રચાર કરવા નીકળેલા વિદ્વાનો સમક્ષ કેટલાક પ્રશ્નો મૂકી એનો જાહેર ખુલાસો મળે એવી અપેક્ષા રાખીએ છીએ. આ નવું પંચાંગ માત્ર આરાધના માટે જ ઉપયોગમાં લેવાનું છે ? કે મુહૂર્ત વગેરે માટે પણ એનો ઉપયોગ કરવાનો છે ? જો મુહૂર્ત માટે લૌકિક પંચાંગ માનવાનું હોય તો આ નવા પંચાંગની પ્રામાણિક્તા આપણે જ સ્વીકારતા નથી-એ સ્પષ્ટ થાય છે. નવું પંચાંગ મુહૂર્ત માટે ન સ્વીકારીએ અને આરાધના માટે સ્વીકારીએ તો મુહૂર્તને મહત્ત્વનું અને આરાધનાને ગૌણ ગણવાનું પણ સ્પષ્ટ થાય છે. એકતિથિપક્ષ અત્યારે પણ પંચાંગની બે પૂનમે બે તેરસ કરવા છતાં મુહૂર્ત માટે તો (એમની માન્યતા પ્રમાણે પહેલી હોવા છતાં) તેરસ શુદ્ધ જ ગણે છે. અને એ રીતે પોતાની માન્યતા ખોટી હોવાનો આડકતરો સ્વીકાર કરે જ છે. નવા પંચાંગમાં ય એવું જ થવાનું હોય તો આપણે વધુ હાસ્યાસ્પદ બનવા સિવાય કોઈ લાભ નથી. અધિક માસ વગેરેના પ્રસંગે, અત્યારે નથી તેવા નવા ગોટાળા ઊભા થવાના છે. પંચાંગગણિતના તજજ્ઞ હોવાના ભ્રમમાં રાચતા અજ્ઞો પાસે આના કોઈ જવાબ નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ (A) નવું પંચાંગ ઉદેશ : સકલ સંઘની શાંતિ અર્થે, હાલમાં પોતાની માન્યતા ધરાવતા બન્ને પક્ષોને કાંઈ પણ છોડ્યા વગર, ૧૦૦ વર્ષ જૂના તીથી અંગેના વિવાદનું શાંતિમાં વિલિનીકરણ. ગણિત : સુર્યપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્ર આધારે તીથીનું માપ નક્કી કરેલ છે. માપ : દરેક તીથી ૫૯ ઘડી ૩ પળમાં ૧/૯ ભાગ ઓછો તેટલી છે. આ ગણિત શાસ્ત્રીયગણિતમાં થોડો સંસ્કરણ કરીને તારણ પર મેળવેલ છે. જેના દ્વારા ક્યારે ય કોઈ પણ તીથીની વૃદ્ધિ તો થાય જ નહિ અને દર ત્રેસઠ દિવસે એક તીથીનો ક્ષય આવે. આ તીથીમાં ૧,૪,૭,૧૦,૧૩ આવશે. અધિક માસ અંગે : તીથીનું ગણિત ચન્દ્ર ગણિત પર આધારિત છે તેથી અધિક માસ સાથે કોઈ મુશ્કેલી નડતી નથી. જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગમાં જે માસની વૃદ્ધિ હોય તે જ લઈ લેવાથી આપણા પંચાંગમાં - 15 , Page #19 -------------------------------------------------------------------------- ________________ કોઈ ગણિતિક મુશ્કેલી રહેતી નથી, અધિક માસ સુર્યસંક્રાંતિ પર આધારિત છે. આ પંચાંગ હાલમાં પ્રસિદ્ધ એવા સર્વ પંચાંગ સાથે દિવસોની ગણતરીમાં મળી રહે તેમ છે. કોઈ મહિનામાં એકાદ તીથીનો ભેદ રહે જે બીજા મહિનામાં મળી રહે છે. તીથી-કરણ બે ગણિત નવા પંચાંગમાં આપણે ગણીને શાસ્ત્રીય ગણિતની તદ્દન નજીક રહીને નક્કી કરાશે. જ્યારે ગ્રહ-નક્ષત્ર આદિના માપ હાલ જે જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગમાં છે તે જ પ્રમાણે રહેશે. આપણી પાસે આટલા સચોટ શાસ્ત્રીય માપ બીજા નક્કી ન થઈ શકે ત્યાં સુધી આ ત્રણેય જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ પ્રમાણે જ રાખવામાં કોઈ નડતર નથી. સ્થાનકવાસી અંચલગચ્છ આદિ સાથે નવા પંચાંગને મેળ ખરો ? તેઓના કોઈ ગણિત તેઓની પાસે જ નથી. બાકી આપણા પંચાંગ દરેક પંચાંગ સાથે હાલની જેમ જ મેળ મેળવી શકશે. - - - - - - ITI Page #20 -------------------------------------------------------------------------- ________________ (B) સ્વ. પૂજ્યશ્રીએ આપેલો જવાબ જૈન શ્રી સંઘમાં હાલ પ્રવર્તતા તિથિમતભેદના નિરાકરણ માટેના એક પ્રયત્નરૂપે કેટલાક વિદ્વાનોએ નવા પંચાંગનો વિકલ્પ સૂચવ્યો છે. “જૈન શાસ્ત્રીય પંચાંગ” ના નામે રજૂ થતા એ પંચાંગના સંબંધમાં થોડી પ્રાસંગિક વિચારણા અત્રે કરવામાં આવે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કરંડક તથા કાલલોકપ્રકાશ વગેરે જૈનજ્યોતિષગણિતના ગ્રન્થો મુજબ પ્રાચીન જૈન પંચાંગની આછી રૂપ-રેખા નીચે મુજબ છે: ૧) પાંચ વર્ષનો એક યુગ, એક વર્ષના દિવસ ૩૬૬, તેથી એક યુગના દિવસ (૩૬૬ ૪૫=) ૧૮૩૦. ૨) પાંચ સૌર વર્ષમાં સૌર માસ (૧૨*૫) ૬૦, એક યુગમાં બે (યુગના મધ્યમાં પોષ અને અંતમાં અષાડ) અધિક માસ આવતાં સૌર ચાંદ્રમાસ ૬ર. ૩) એક સૌર-ચાન્દ્ર માસની તિથિ ૩૦, તેથી એક યુગમાં (૬૨૩૦૦) ૧૮૬૦ તિથિ. ૪) એક યુગના દિવસ ૧૮૩૦ એક યુગની તિથિ ૧૮૬૦ = ૬૧/૬૨ દિવસ ૨૯-૩૨/૬ર મુહૂર્ત = ૫૯ ઘટી, ૦૧ પળ, પ૬ વિપળ.. એક તિથિનું નિયત કાલમાન. - 17 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫) આ નિયત કાલમાન(તિથિભોગ)ના અનુસાર દર બાસઠમી તિથિનો ક્ષય આવે. એ રીતે પાંચ વરસના યુગમાં ચોકકસ ક્રમ મુજબ મહિનાની (સુદની પંદર અને વદની પંદર : એમ વદ એકમ અને અમાસ સિવાયની બધી) તિથિઓનો એક એક વાર ક્ષય આવી જાય. વૃદ્ધિ તો કોઇ તિથિની ક્યારે ય આવે નહિ. હિન્દુ વિદ્વાનોની અતિપ્રાચીન ગણાતી વેદાંગ જ્યોતિષપદ્ધતિમાંય લગભગ ઉપર જણાવેલી જ પંચાંગરચના જોઈ શકાય છે. આ પંચાંગવ્યવસ્થા ઘણા લાંબા સમયથી વ્યવહારમાં પ્રચલિત નહિ હોવાનું, હાલ ઉપલબ્ધ જ્યોતિષ અને ઈતિહાસના ઉલ્લેખો ઉપરથી સમજાય છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા જેવા આંશિક પૂર્વધર ગણાતા મહાપુરુષે “ક્ષયે પૂર્વી તિથિ: $ (ગ્રીયા), वृद्धौ कार्या (ग्राह्या) तथोत्तरा; श्रीवीरजिननिर्वाणं, कार्यं लोकानुगैरिह" આ પ્રઘોષમાં, પંચાંગમાંની તિથિવૃદ્ધિધના પ્રસંગે તે તિથિની આરાધના ક્યારે કરવી–તે અંગે ફરમાવેલા માર્ગદર્શનથી, આ પ્રઘોષ લૌકિક પ્રત્યક્ષ પંચાંગને અનુલક્ષીને જ રચાયાનું સ્પષ્ટ છે. કારણ કે લોકોત્તર(જૈન) પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવવાનો સંભવ જ નથી. - 18 Page #22 -------------------------------------------------------------------------- ________________ - - - - - જૈન(લોકોત્તર) જ્યોતિષગણિતના લગભગ છેલ્લા વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ “કાલલોકપ્રકાશ'ના રચયિતા મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ પણ પોતાની રચેલી શ્રી કલ્પસૂત્રની ‘સુબોધિકા’ નામની ટીકામાં “જૈન પંચાંગ હાલ બરાબર જણાતું નથી” આવા કરેલા ઉલ્લેખથી તથા બે ભાદરવા માસની કરેલી ચર્ચા ઉપરથી, તે સમયે પણ લૌકિક પ્રત્યક્ષ પંચાંગનો જ પ્રચાર હોવાનું સિદ્ધ થાય છે. (જૈન પંચાંગ પ્રમાણે ભાદરવો માસ-પોષ કે અષાડ સિવાયનો કોઈ પણ માસ-અધિક આવે જ નહિ.) એકંદરે જ્યોતિષ, ગણિત વગેરે તમામ વિદ્યાશાખાઓમાં અભુત પ્રભુત્વ ધરાવનારા આપણા પ્રાચીન કે અર્વાચીન કોઈ સમર્થ મહાપુરુષે જૈન પંચાંગ-ગણિત ઉપર આધારિત એવું પંચાંગ રચવાનો પ્રયત્ન કર્યો નથી. લૌકિક (પ્રત્યક્ષ) પંચાંગનો આધાર લઈને જ આરાધના અને મુહૂર્નાદિનો વ્યવહાર ચલાવવાની શાસ્ત્રમાન્ય પરંપરા રહી છે. વિશિષ્ટ કોટીનું શ્રુતસામર્થ્ય ધરાવતા હોવા છતાં આપણા પ્રાચીન મહાપુરુષોએ જૈન પંચાંગ” પ્રવર્તાવવાનું ઉચિત ન ગમ્યું-એ સત્ય તો સ્પષ્ટ છે. આની પાછળના સંભવિત કારણનો વિચાર કરવો જોઈએ. પંચાંગગણિતની પ્રામાણિકતાનો સાચો આધાર, તેની દફપ્રત્યયિતા' (પંચાંગમાં દર્શાવેલ તિથિ વગેરે આકાશમાં દેખાતી પરિસ્થિતિને બરાબર મળી રહે તે) ઉપર છે. આવા દક્યત્યયી પંચાંગને સૂક્ષ્મ, પ્રત્યક્ષ કે વેધસિદ્ધ કહેવામાં આવે છે. આવા પંચાંગના ગણિત - 19 Page #23 -------------------------------------------------------------------------- ________________ માટે અમુક અમુક કાલાન્તરે ચોકકસ પ્રકારના સંસ્કાર આપવા (સુધારાવધારા કરવા) પડે છે. આ સંસ્કાર, ક્યારે અને કેટલા આપવા-તે નક્કી કરવા માટે સતત આકાશ નિરીક્ષણ, તે દ્વારા આકાશીય પદાર્થોના વેધ લેવા, તે વેધ લેવા માટે જરૂરી વેધશાળાઓ બાંધવી, તેમાં વિવિધ પ્રકારનાં યન્ત્રો બનાવવાં-વાપરવાં : વગેરે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. આવી સાવધ પ્રવૃત્તિઓથી દૂર રહી શકાય અને છતાં આપણા સઘળા ધર્મવ્યવહાર, સૂક્ષ્મ દૃપ્રત્યયી વેધસિદ્ધ એવા પંચાંગને અનુસરતા રહે-તે માટે આપણા પૂર્વાચાર્યોએ લૌકિક(જૈનેતર) પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવાની આજ્ઞા આપી હોવાનો સંભવ છે. આજ સુધી શ્રી સંઘ એ આજ્ઞાને અનુસર્યો છે અને આજે ય એને અનુસરવામાં શ્રી સંઘનું હિત છે. શાસ્ત્રકારોએ જેનો ઉપયોગ કરવાનું ફરમાવ્યું છેએવાં પ્રત્યક્ષ લૌકિક પંચાંગ આજે તદ્દન સુલભ છે. એ પંચાંગોનો પ્રામાણિકપણે ઉપયોગ કરીને તિથિઓની આરાધના કરવાને બદલે નવા કલ્પિત પંચાંગની રચના કરવાનો અને એ પંચાંગને “જૈન ગણિતને અનુસરતા પંચાંગ” તરીકે ઓળખાવવાનો કશો અર્થ નથી. આ “જૈન ગણિત પ્રમાણેના કહેવાતા પંચાંગમાંની કેટલીય તિથિઓ (લગભગ ત્રીસ ટકાથી ય વધુ), ખરેખર સૂક્ષ્મ ગણિત પ્રમાણે જે દિવસે આવવી જોઈએ તેથી તદ્દન જુદા (આગળ-પાછળના) દિવસે આવે છે. વિ.સં. ૨૦૪૨ ની... સાલપૂરતો જ વિચાર કરીએ તો, આ - 20 Page #24 -------------------------------------------------------------------------- ________________ પંચાંગમાંનાં; શ્રી જ્ઞાનપંચમી, શ્રી મૌન એકાદશી, ફાગણ ચોમાસી, આસો માસની આખી શાશ્વતી ઓળી વગેરે અનેક અગત્યનાં પર્વો ખોટે દિવસે-તે તે તિથિ ખરેખર ઉદયમાં જ ન હોય તેવા દિવસે–આવે છે. આમ બનવાનું કારણ આ નવા પંચાંગમાં લીધેલું સ્કૂલ અને કૃત્રિમ તિથિમાન છે. આ કૃત્રિમ તિથિમાનને આધારભૂત ઠરાવવા જ્યારે તે તિથિમાનને “આપણા શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે જૈન આગમોમાંના તિથિમાનની ખૂબ જ નજીકનું'' ગણાવવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક જ એવો પ્રશ્ન ઊઠે છે કે “નજીકનું શા માટે ? જૈન આગમગ્રન્થોમાં અપાયેલું મૂળ તિથિમાન જ સીધું શા માટે નથી લેવાતું?” નવા પંચાંગના સમર્થકો આ પ્રશ્નનો સાચો જવાબ આપે કે ન આપે, પણ વિચારકવર્ગ સમજી શકે છે કે આગમગ્રન્થોમાં અપાયેલ તિથિમાનને અને અન્ય વ્યવસ્થાને બરાબર સ્વીકારી લેવામાં આવે તો અમુક ચોકકસ ક્રમે આવતા તિથિઓના ક્ષયમાં પર્વતિથિઓનો પણ અવશ્ય ક્ષય આવે જ. અને એથી “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ” આવી ખોટી માન્યતા ધરાવનારો પક્ષ, આ નવા પંચાંગને સ્વીકારે જ નહિ. કોઈ પણ જૈન શાસ્ત્રના, લૌકિક જ્યોતિષ ગણિતના કે એવા બીજા કોઈ માન્ય આધાર વગર પોતાની (પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ એવી) ખોટી માન્યતાને વળગી રહેલા પક્ષના સંતોષ ખાતર નવું કૃત્રિમ પંચાંગ રચવું અને એને જૈન આગમ ગણિતની તદ્દન - 21 - Page #25 -------------------------------------------------------------------------- ________________ નજીકનું ગણાવવું: આમાં કયાંય પ્રામાણિક્તા કે સિદ્ધાન્તનિષ્ઠા નથી. નવું પંચાંગ જૈન પંચાંગથી તદ્દન નજીક નહિ-પણ ઘણું દૂર છે. એનું એક વધુ પ્રમાણ એ છે કે ક્ષયમાસ અને અધિક માસ માટે નવા પંચાંગે લૌકિક પંચાંગની જ વ્યવસ્થા પૂરેપૂરી સ્વીકારી છે. નક્ષત્ર અને ગ્રહગણિત વગેરેમાં તો નવું પંચાંગ તદ્દન ચૂપ છે. એકંદરે માત્ર તિથિઓ-અને તે પણ અવાસ્તવ અને અશાસ્ત્રીય-બતાવનારું નવું પંચાંગ, આરાધનામાં અને મુહૂર્નાદિમાં કોઈ રીતે ઉપયોગી નથી. “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ” એવી તત્વહીન માન્યતાને ખોટું અને કાયમી સમર્થન આપવાની ટૂંકી દૃષ્ટિથી આ નવું પંચાંગ રચાયું લાગે છે. આ નવા પંચાંગના સમર્થકો તરફથી એક દલીલ એવી કરવામાં આવે છે કે હાલમાં શ્રી સંઘે માન્ય કરેલા (જન્મભૂમિ) પંચાંગમાં એક ચોક્કસ (મુંબઈ) સ્થળના સૂર્યોદય મુજબ તિથિઓ લખાતી હોય છે. તે સિવાયનાં સ્થળોએ ક્યારેક ઉદયતિથિઓ જુદી આવતી હોય છે. શ્રી સંઘમાન્ય એક પંચાંગ રાખવાથી ઉદયતિથિઓ ક્યાં આરાધાય છે?” આ પ્રશ્નનો ઉકેલ નવા રચાયેલા આ પંચાંગથી આવવાનો જ નથી. કારણ કે આ નવા પંચાંગમાં અપાયેલ તિથિઓનાં ઘડી-પળ પણ કોઈ એક ચોક્કસ સ્થળના સૂર્યોદયને અનુસરીને જ અપાયાં હશે. (ચોક્કસ સ્થળના આધાર વગર જ ઘડી-પળ અપાયાં હોય તો તો આને પંચાંગ જ ન કહેવાય.) જે સ્થળના સૂર્યોદય પ્રમાણે આ પંચાંગમાં ઉદયતિથિઓ અપાઈ હશે, તે સ્થળ સિવાયનાં સ્થળોની ઉદયતિથિ, - 22. Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક આ પંચાંગની ઉદયતિથિ કરતાં જુદી તો પડવાની જ. તેથી સ્થળભેદે તિથિભેદને વિવાદનો વિષય બનાવવાની કે આ નવા પંચાંગને એનો ઉકેલ માનવાની ભૂલ કોઇએ કરવાજેવી નથી. જોકે સાચી વાત એ છે કે આ નવા પંચાંગના સમર્થકો શાસ્રોત ઉદયતિથિની આરાધનાને બદલે ‘‘એક દિવસે(વારે) આરાધના'' ને મહત્ત્વ આપી રહ્યા છે, તેથી ઉદયતિથિની વિરાધના એમને ખટકતી જ નથી. વાસ્તવમાં ‘‘એક દિવસે (વારે) આરાધના’' ના સિદ્ધાન્તનું કોઇ વ્યકૃતિની અંગત માન્યતા કે કલ્પના સિવાય, કશું અસ્તિત્વ જ નથી. સાચો સિદ્ધાન્ત ઉદયતિથિની આરાધનાનો જ છે, જેનું મહત્ત્વ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવાયું છે. શ્રી સંઘમાન્ય પંચાંગ એક જ રાખવાના કારણે ઉદયતિથિના પાલનમાં કયારેક સ્થૂલતા આવતી લાગે તો તેના નિવારણ-સૂક્ષ્મ પાલન-માટે, સ્થળ પરત્વેની ઉદયતિથિ સ્થાનિક સૂક્ષ્મ પંચાંગના કે ગણિતના આધારે જાણી લઇ, તે દિવસે તે તિથિની આરાધના કરવી જોઇએ. આ રીતે એકથી વધુ(સૂક્ષ્મ) પંચાંગોનો ઉપયોગ કરવાથી ક્યારેક એક જ તિથિની આરાધના સ્થળ પરત્વે જુદા જુદા દિવસે (વારે) થવા છતાં, ઉદયતિથિની શાસ્ત્રીય અપેક્ષાએ ‘‘એક જ તિથિએ’' થવાથી શાસ્ત્રાજ્ઞાનું પાલન સંપૂર્ણ બને છે. અન્ય ધર્મના અનુયાયીઓ આજે પણ આવી (સ્થળ પરત્વે પર્વ ઊજવવાની) વ્યવસ્થાને અનુસરે છે. મુસ્લીમધર્મમાં ચન્દ્રદર્શન ઉપર જ તેમના મહિનાઓના પ્રારંભ અને તેમના તહેવારોનો આધાર હોય છે. એ 23 Page #27 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રદર્શન સ્થળ પરત્વે જુદે જુદે દિવસે થાય ત્યારે એમના ઇદ જેવા મહત્ત્વના તહેવારો પણ સ્થળ પરત્વે જુદે જુદે દિવસે ઊજવાતા હોય છે. આવું ન બને-તહેવારો બધે સ્થળે એક જ દિવસે ઊજવાય-એ માટે કેટલાક મુસ્લીમ વિદ્વાનોએ ‘મિસરી’ પંચાંગ તરીકે ઓળખાતા કાયમી પંચાંગની ગોઠવણ કરેલી છે. પ્રત્યક્ષચન્દ્રદર્શન પ્રમાણે આવતા તહેવારોમાં અને આ કાયમી પંચાંગ મુજબ આવતા તહેવારોમાં કયારેક જ-અને તે ય એક દિવસ આગળ-પાછળ જેટલો જ–ફેર પડતો હોવા છતાં, ધર્મચુસ્ત મુસ્લીમો, એ કાયમી પંચાંગને બદલે, નરી આંખે દેખાતા ‘ચાંદ’ ને જ મહત્ત્વ આપી એ મુજબ જ તહેવારો હજી ઊજવે છે. હિન્દુધર્મમાં ય રામનવમી, જન્માષ્ટમી, સંકષ્ટચતુર્થી વગેરે પર્વો સ્થળ પરત્વેનાં સૂક્ષ્મ પંચાંગોને આધારે જ (ભલે જુદા જુદા દિવસે, પણ એક જ તિથિએ) ઊજવવાનું એમના વિદ્વાન ધર્મગુરુઓ ઉચિત ગણતા હોય છે. ભારતભરમાં એવાં બધાં પર્વો એક જ દિવસે ઊજવાય-એ માટે ભારત સરકારના અધિકારીઓ અને કેટલાક પંડિતો પ્રયત્ન કરતા હોવા છતાં હિંદુધર્મી સમાજનો ખાસ ટેકો એમને હજુ સુધી મળી શકયો નથી. આ બધું વિચારતાં સ્પષ્ટ થાય છે કે ‘‘એક દિવસે આરાધના'' ના સિદ્ધાન્તને શાસ્ત્રનો કે વ્યવહારનો કોઇ આધાર નથી. કોઇ વ્યક્તિની એવી અંગત માન્યતા ખાતર ‘‘એક તિથિએ આરાધના’' ના શાસ્ત્રીય અને વ્યાવહારિક સિદ્ધાન્તનો ભોગ આપવાનું વિચારાય પણ નહિ. 24 Page #28 -------------------------------------------------------------------------- ________________ આજે અનેક વેધસિદ્ધ સૂક્ષ્મ પંચાંગો પ્રગટ થાય છે. તેના આધારે (ભારતના કે ભારત બહારના) કોઈ પણ સ્થળે સૂર્યોદય સમયે કઈ તિથિ છે, એ તિથિની શરૂઆત કે સમામિ કયારે છે... વગેરે વિગત સ્પષ્ટ અને સહેલાઈથી મળી શકે એમ છે. આ રીતે તિથિનું જ્ઞાન મળતાં એની આરાધના માટેની શાસ્ત્રાજ્ઞા તથા શાસ્ત્રીય પરંપરા પણ સ્પષ્ટ છે. “લૌકિક પ્રત્યક્ષ પંચાંગમાં જે દિવસે (વારે) જે તિથિ (સૂર્યોદયને સ્પર્શીને કે સ્પર્યા વિના પણ) સમાપ્તિને પામતી હોય તે દિવસે (વારે) તે તિથિનિયત આરાધના કરવી. રોહિણીતપ વગેરે નક્ષત્રનિયત આરાધનામાં તિથિની જેમ નક્ષત્રની વ્યવસ્થા સમજવી.” તિથિનિયામક સૂક્ષ્મ પંચાંગ અને ઉપર જણાવેલ ભાવનાં આરાધના-નિયામક શાસ્ત્રવચન : બન્ને સ્પષ્ટ અને સુલભ હોવા છતાં તિથિદિન અને પવરાધનના વિષયમાં વિવાદ જાગે અને ચાલે-તે ખરેખર ખેદજનક છે. આવા વિવાદને શાસ્ત્રસાપેક્ષ અને પક્ષનિરપેક્ષ બનીને ઉકેલવાના સાચા પ્રયત્ન થવા જોઈએ. તેને બદલે આવા નવા કલ્પિત પંચાંગની રચના વગેરેથી કોઈ લાભ નથી. આવા પંચાંગની રચનાથી, તેના પ્રચારથી અને તેના સ્વીકારથી તí વિદ્વાનોમાં આપણાં આગમાદિ ગ્રંથોની, પૂર્વાચાર્યોની અને સમગ્રપણે આપણા શ્રી જિનશાસનની હાંસી થાય એમ છે. તે ન થાય એ જોવાની ફરજ સમસ્ત શ્રી સંઘની છે. 25 Page #29 -------------------------------------------------------------------------- ________________ (C) નોંધ: નવા પંચાંગમાં દરેક તિથિનું માન “૫૯ ઘડી, પળમાં ૧/૯ ભાગ ઓછો'' હોવાનું જણાવાય છે. સૂક્ષ્મ રીતે આ માપ ૫૯ ઘડી, ૦૨ પળ, પ૩ વિપળ, ૨૦ પ્રતિવિપળ ગણાય. ગણિતની સરળતા ખાતર પળ સુધીના આંકડા લખવામાં આવે છે. તેથી ૫૯ ઘડી, ૦૩ પળનો ભોગ ગણતાં, દર દસમી તિથિનો ભોગ પ૯ ઘડી, ૦૨ પળનો ગણવાથી સૂક્ષ્મતા જળવાય. નવી પંચાંગયોજનામાં ક્ષયતિથિઓ આ રીતે દસમી આવતી હોવાથી, ક્ષયતિથિ પૂર્વેની તિથિ કરતાં ક્ષયતિથિ પછીની તિથિના ભોગમાં (૫૯ ઘટી,૦૨ પળ + પ૯ ઘડી, ૦૩ પળs) ૧૧૮ ઘડી, ૦૫ પળ જેટલો વધારો થવો જોઈએ. નવા પંચાંગમાંની તિથિઓનાં ઘડી-પળ જોતાં આ માપ જળવાયું જણાતું નથી. એક-બે પળોની વધ-ઘટ ગમે ત્યારે ગમે તે ક્રમે કરાઈ છે. (જુઓ : સં. ૨૦૪૨, પોષ સુદ ૪, ફાગણ સુદ ૭, વૈશાખ સુદ ૧૦, અષાડ સુદ ૧૩, ભાદરવા વદ ૧ : સં. ૨૦૪૩, કારતક વદ ૪ વગેરે ક્ષયતિથિઓના પ્રસંગે અને ર૦૪ ના કારતક વદ ૧૩ થી ૦)) નાં ઘડી-પળ.) બીજું ક્ષયતિથિ પ્રસંગે, તે તિથિને પૂર્વની તિથિ સાથે જોડીને બતાવવાની પ્રથા લૌકિક કે ધાર્મિક પંચાંગમાં હોય છે, જેથી તે તિથિનિયત કાર્ય પૂર્વની તિથિએ કરવાનો સ્પષ્ટ ખ્યાલ આવે. નવા પંચાંગમાં એવી સ્પષ્ટતા નથી. કદાચ એકમના ક્ષયે, પૂર્વની પૂનમ કે અમાસ સાથે એકમ બતાવવાથી “પર્વતિથિની સાથે બીજી કોઈ તિથિ લખાય જ નહિ” એવો આગ્રહ ધરાવનારા વર્ગને રાજી રાખવા ખાતર આમ કરવામાં આવ્યું હશે. પણ શાસ્ત્રથી અને વ્યવહારથી વિરુદ્ધ એવો આગ્રહ રાખવાથી વસ્તુસ્થિતિ બદલાતી નથી. એકમના ક્ષયે એકમની આરાધના પૂનમ કે અમાસની સાથે જ થવી જોઈએ અને તે સ્પષ્ટ કરવા માટે ૧૫+૧ કે ૦)) +૧ લખવી જોઈએ. આવું જ અન્ય ક્ષયતિથિઓમાં ય લખાવું જોઈએ. ક્ષયતિથિનો ઉલ્લેખ ઉડાડી દેવાથી અવ્યવસ્થા સર્જાય. કલ્પિત માન્યતાના સમર્થન માટે જ કલ્પિત એવા આ પંચાંગમાં અનેક અવ્યવસ્થા દેખાય-એ સ્વાભાવિક છે. - 26 - Page #30 -------------------------------------------------------------------------- ________________