SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તિકામાં તિથિના વિષયમાં ઘણી અસત્ય વાતો છે. એ વિષયમાં જણાવવાયોગ્ય લગભગ બધું ઉપર જણાવ્યું છે. જે બાકી છે તે સમજવાનું સરળ છે. પુસ્તિકાના અન્તમાં આચાર્યશ્રીએ સત્તર સ્વર્ગસ્થ મહાત્માઓ પાસે બુદ્ધિની યાચના કરીને ખૂબ જ ઉચ્ચ કોટિનું મધ્યસ્થપણું દર્શાવ્યું છે એમ માની લઈએ. બાકી તો એમાંના કેટલાય મહાત્માઓ પાસે સદબુદ્ધિ હતી નહિ – એમ આચાર્યશ્રીએ આ પૂર્વે અનેકવાર દર્શાવ્યું છે – એની સાથે આપણને કોઈ નિસબત નથી. સ્વર્ગસ્થ મહાત્માઓ પાસે બુદ્ધિ માંગવા જેટલી સબુદ્ધિ જાગી – એ જ આપણા માટે આનંદની વાત છે. આપણા કરતાં પણ એની વધારે જરૂર આચાર્યશ્રીને છે – એ તેમની પુસ્તિકા વાંચ્યા પછી ચોક્કસ જ જણાય છે. તિથિ અંગે સત્ય જણાવવાના નામે અસત્ય વાતો જણાવવાનો જે પ્રયત્ન આચાર્યશ્રીએ કર્યો છે, તે સ્વપરના અહિતનું કારણ ન બને એ માટે આ પ્રયત્ન કર્યો છે. આ સમજીને શાસ્ત્રીય રીતે તિથિની આરાધના કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ – એ જ એક શુભાભિલાષા..... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ તા.ક. : જૈન પંચાંગ વિચ્છેદ ગયા પછી તેને ફરીથી બનાવવાનો પ્રયત્ન શાસ્ત્રાનુસારી નથી – તે અંગે આજથી આશરે વીસ વર્ષ અગાઉ સ્વ. મહાપુરુષે આપેલા અભિપ્રાયની વિસ્તૃત નોંધ આ સાથે રજૂ કરી છે. - 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy