________________
તિથિવિવાદના ઉકેલના નામે હાલમાં ‘‘જૈન ગણિત પ્રમાણેના પંચાંગ” નો પ્રચાર થઈ રહ્યો છે. પંચાંગગણિતના અને આપણાં ધર્મશાસ્ત્રોના લેશ પણ જ્ઞાન વિનાના કહેવાતા વિદ્વાનો દ્વારા થતો આ પ્રયત્ન નવો નથી. વર્ષો પહેલાં વિ.સં. ૨૦૪૧ માં, બેતિથિપક્ષના (પણ પછીથી એકતિથિપક્ષમાં ભળી ગયેલા) એક અગ્રણી આચાર્યશ્રીએ સ્વ. ૫.પૂ.આ. શ્રી. વિજય રામચંદ્ર સૂ. મહારાજાને “જૈન પંચાંગ” ની એક નોંધ ૨૦૪૨૨૦૪૩ ના તૈયાર કરેલા પંચાંગ સાથેની આપેલી. સ્વ. પૂજ્યપાદશ્રીજીએ એ નોંધનો વિગતવાર જવાબ પણ આપેલો. પછી તો ર૦૪ર નો પટ્ટક, ૨૦૪૪ નું સંમેલન વગેરે થતાં એ વાત વીસરાઈ ગયેલી. હવે ગમે તે કારણે એનો ફરી પ્રચાર શરૂ થયો છે ત્યારે પેલી નોંધ અને સ્વ. પૂજ્યપાદશ્રીએ આપેલો એનો જવાબ આજ પણ એટલો જ પ્રાસંગિક અને ઉપયોગી હોવાથી પ્રગટ કરીએ છીએ.
(A) શરૂઆતમાં નવા પંચાંગના પ્રવર્તક આચાર્યશ્રીની પંચાંગ માટેની નોંધ,
(B) પછી સ્વ. પૂજ્યપાદશ્રીએ એ નોંધનો આપેલો જવાબ
(C) અને છેલ્લે એ આચાર્યશ્રીએ નમૂનારૂપે મોકલેલા ૨૦૪૨ ના નવા પંચાંગમાંની તિથિઓમાં આવતા વિસંવાદની યાદી પ્રગટ કરીએ છીએ.
- 13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org