________________
બચાવવા માટે અસત્ય બોલવાનું જે દૃષ્ટાન્ત જણાવ્યું છે – તેનો પરમાર્થ પોતે સમજી લીધો હોત તો પુસ્તિકા લખવાનો અવસર ઊભો થાત નહિ. અહિંસાધર્મ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશ્યો છે. એની રક્ષા માટે બાકીનાં ચાર મહાવ્રતો વાડતુલ્ય ઉપદેશ્યાં છે. અસત્ય ન બોલવાથી કે સત્ય બોલવાથી અથવા મૌન પાળવાથી અહિંસાધર્મનો બાધ થતો હોય ત્યારે કઈ રીતે વર્તવું – એ જણાવવા માટેનું એ દૃષ્ટાન્ત હતું. એનો ઉપયોગ આચાર્યશ્રીએ ભગવાનના પરમતારક વચનનો ઘાત કરવા માટે કર્યો છે. આમાં ભાવસત્ય ક્યાંથી આવ્યું-તે સમજાતું નથી. હરણિયાને બચાવવા માટે બોલાયેલું અસત્ય પણ ભાવથી સત્ય છે – એ સમજાવવા માટે આપેલા દૃષ્ટાન્તનો ઉપયોગ, શ્રી વીતરાગપરમાત્માના વચનથી નિરપેક્ષ એકતાને સાધવા માટે થશે – એવી કલ્પના શ્રીમદ્ સૂત્રકારપરમર્ષિને પણ નહિ હોય.
આચાર્યશ્રી એકતા માટે પંચાંગ બદલવાની વાત કરી રહ્યા છે. ભા.સુ.પની વૃદ્ધિ કે ક્ષય ન આવે એવા પંચાંગને તત્કાળપૂરતું સ્વીકારવું - આવી અધૂરી વાત કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. ભા.સુ.૪ ની આરાધના એક દિવસે ન થાય તો ભાજસત્ય હણાય છે, ભા.સુ.૫ ની આરાધના એક દિવસે ન થાય તોય ભાવસત્ય હણાતું નથી ! અત્યાર સુધી ભારતભરના લોકોને એક પંચાંગના સ્વીકારના કારણે ઉદયાત્ તિથિની આરાધના કરવા મળતી નથી એની ચિંતા કરતા હતા. પંચાંગ બદલવાના કારણે ભા.સુ.પની આરાધના ઉદયાત્ તિથિએ ન થાય તોય હવે તેમને વાંધો નથી. એકતા માટે પોતાની ખોટી માન્યતા છોડવી નથી અને સાચું પંચાંગ, શાસ્ત્ર, છોડી દેવું છે ! એકતા અને સર્વજનહિતનું આ ગણિત સમજવું આપણા માટે શક્ય નથી.
-- 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org