________________
ચન્દ્રદર્શન સ્થળ પરત્વે જુદે જુદે દિવસે થાય ત્યારે એમના ઇદ જેવા મહત્ત્વના તહેવારો પણ સ્થળ પરત્વે જુદે જુદે દિવસે ઊજવાતા હોય છે. આવું ન બને-તહેવારો બધે સ્થળે એક જ દિવસે ઊજવાય-એ માટે કેટલાક મુસ્લીમ વિદ્વાનોએ ‘મિસરી’ પંચાંગ તરીકે ઓળખાતા કાયમી પંચાંગની ગોઠવણ કરેલી છે. પ્રત્યક્ષચન્દ્રદર્શન પ્રમાણે આવતા તહેવારોમાં અને આ કાયમી પંચાંગ મુજબ આવતા તહેવારોમાં કયારેક જ-અને તે ય એક દિવસ આગળ-પાછળ જેટલો જ–ફેર પડતો હોવા છતાં, ધર્મચુસ્ત મુસ્લીમો, એ કાયમી પંચાંગને બદલે, નરી આંખે દેખાતા ‘ચાંદ’ ને જ મહત્ત્વ આપી એ મુજબ જ તહેવારો હજી ઊજવે છે. હિન્દુધર્મમાં ય રામનવમી, જન્માષ્ટમી, સંકષ્ટચતુર્થી વગેરે પર્વો સ્થળ પરત્વેનાં સૂક્ષ્મ પંચાંગોને આધારે જ (ભલે જુદા જુદા દિવસે, પણ એક જ તિથિએ) ઊજવવાનું એમના વિદ્વાન ધર્મગુરુઓ ઉચિત ગણતા હોય છે. ભારતભરમાં એવાં બધાં પર્વો એક જ દિવસે ઊજવાય-એ માટે ભારત સરકારના અધિકારીઓ અને કેટલાક પંડિતો પ્રયત્ન કરતા હોવા છતાં હિંદુધર્મી સમાજનો ખાસ ટેકો એમને હજુ સુધી મળી શકયો નથી. આ બધું વિચારતાં સ્પષ્ટ થાય છે કે ‘‘એક દિવસે આરાધના'' ના સિદ્ધાન્તને શાસ્ત્રનો કે વ્યવહારનો કોઇ આધાર નથી. કોઇ વ્યક્તિની એવી અંગત માન્યતા ખાતર ‘‘એક તિથિએ આરાધના’' ના શાસ્ત્રીય અને વ્યાવહારિક સિદ્ધાન્તનો ભોગ આપવાનું વિચારાય પણ નહિ.
Jain Education International
24
For Private & Personal Use Only
www.jainelibrary.org