________________
કયે પૂર્વી ... ઈત્યાદિ પ્રઘોષના અર્થમાં મતભેદ છે, તે ભલે રહ્યો. આચાર્યશ્રી તો ભણેલા છે ને ? તેઓએ તેનો ચોક્કસ અર્થ જણાવવો જોઈએ. મતભેદ છે' એમ કહીને સત્ય વસ્તુને ઢાંકી દેવાનું અપકૃત્ય શા માટે કરવું જોઈએ ? પ્રઘોષના ઉત્તરાર્ધને લઈને ઉદયાત તિથિને ગૌણ માનવાનું પણ શાસ્ત્રાનુસારી નથી. દિવાળીની જેમ સંવત્સરીપર્વ જૈનેતરો પણ ઊજવતા હોત તો તે પણ લોકની સાથે માનવાની વાત કરી હોત. પરન્તુ માત્ર જૈનો જ જે પર્વને આરાધે છે તે સંવત્સરી શાસ્ત્ર મુજબ ઉદયાત્ ભા.સુ.૪ ના કેમ ન આરાધે ? પ્રઘોષમાં દિવાળી લોકો મુજબ માનવાની વાત લખી, તેથી જ અન્ય કોઇ તિથિ લોકો મુજબ આરાધવાની નથી – તે સ્પષ્ટ થાય છે.
યુગપ્રધાન શ્રી કાલિકસૂરિ મહારાજાએ ભા.સુ.૪ ના સંવત્સરી પ્રવર્તાવી તે શ્રી મહાવીરપરમાત્માના વચનથી પ્રવર્તાવી હતી. રાજાએ તો ભા.સુ. ૬ ના સંવત્સરી કરવાની વાત કરી હતી. રાજાની વાત તેઓશ્રીએ સ્વીકારી હોત તો આજની પરિસ્થિતિ ઊભી થાત જ નહિ. યુગપ્રધાન મહાત્માને આ બધાનો ખ્યાલ ન હોય એવું તો ન બને ને ? પરન્ત શ્રી મહાવીરપરમાત્માના વચનાનુસાર ભા.સુ. ૫ ની સંવત્સરી ભા.સુ.૪ ની પ્રવર્તાવી. જેઓ પ્રવર્તક હોય તેઓ સૌને તે મુજબ કરવાનું જ કહે. માત્ર રાજાના કહેવાથી કર્યું હોય તો બીજે જ વર્ષે ફરીથી ભા.સુ.૫ ની સંવત્સરી કરવાની શરૂઆત કરાવી હોત... આ બધી વાતો વર્ષો પૂર્વે અમારા પૂ. મહાપુરુષોએ અનેક વાર જણાવી છે. પરંતુ બીજાની વાત સાંભળ્યા વગર પોતાની વાત ચલાવ્યા કરવાની ટેવ પડી હોય તે જાય ક્યાંથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org