SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે 'જન્મભૂમિ' સ્વીકારવાથી સંવત્સરી એક દિવસ વહેલી થતી હતી. અંતરા વિ સે કમ્પઈ' આ શાસ્ત્રવચન પ્રમાણે તેમાં કોઈ શાસ્ત્રીય બાધ હતો નહિ. આથી સૂક્ષ્મ પંચાંગ મળવાના અને સંવત્સરીભેદ ટળવાના વધુ લાભ વિચારી પંચાંગ બદલવાનું સ્વીકારાયું હતું. આ વખતના (વિ.સં. ૨૦૬૧ના) સંયોગો જુદા છે. શ્રી સંઘમાન્ય પંચાંગમાં ભાદ, સુદ પાંચમની વૃદ્ધિ છે. આચાર્યશ્રીના સૂચન મુજબ સંવત્સરીભેદ ટાળવા સોલાપુર આદિનાં (ભાદ. સુદ ચોથની વૃદ્ધિવાળાં) પંચાંગ સ્વીકારવાથી, શ્રી સંઘમાન્ય પંચાંગ કરતાં સંવત્સરી એક દિવસ મોડી થાય છે, જેથી ત્રણસો સાઈઠ તિથિનું (ગયા વરસની સંવત્સરીની અપેક્ષાએ) અતિક્રમણ નહિ કરવાની શાસ્ત્રીય આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. આ રીતે કષાયો અનંતાનુબંધી થતાં મિથ્યાત્વે લઈ જનારો માર્ગ શ્રીસંઘને બતાવનારા આચાર્યશ્રી, પોતાના ગીતાર્થ ભવભીરુ વડીલ મહાપુરુષોનાં નામ લજવી રહ્યા છે. ઉન્માર્ગ પ્રવર્તાવવાના દોષનો આ આચાર્યશ્રીને ખ્યાલ નથી કે ભય નથી – તેનો નિર્ણય આપણે કરવો નથી. સ્થળ પરત્વે કલકત્તા, જયપુર, અમદાવાદ, મુંબઈ, સોલાપુર, મદ્રાસ, પટણા કે બનારસાદિમાં સૂર્યોદયનો ફેરફાર હોય જ અને તેથી ઉદયાત્ તિથિનો પણ ફરક તો પડે જ. તેથી કોઈ પણ એક પંચાંગના આધારે સર્વત્ર ઉદયાત્ તિથિએ આરાધના થાય એ બને નહિ. પરન્તુ એ વાત બંન્ને પક્ષો માટે સમાન જ છે. આજ સુધી એ અંગે શું કરવું જોઈએ : એનો વિચાર કર્યો નથી – એવું નથી. પરંતુ જીવોના વક્ર અને જડ સ્વભાવાદિ અનેક કારણોને લઈને શ્રીસંઘમાન્ય પંચાંગ મુજબ : 6. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy