________________
નજીકનું ગણાવવું: આમાં કયાંય પ્રામાણિક્તા કે સિદ્ધાન્તનિષ્ઠા નથી. નવું પંચાંગ જૈન પંચાંગથી તદ્દન નજીક નહિ-પણ ઘણું દૂર છે. એનું એક વધુ પ્રમાણ એ છે કે ક્ષયમાસ અને અધિક માસ માટે નવા પંચાંગે લૌકિક પંચાંગની જ વ્યવસ્થા પૂરેપૂરી સ્વીકારી છે. નક્ષત્ર અને ગ્રહગણિત વગેરેમાં તો નવું પંચાંગ તદ્દન ચૂપ છે. એકંદરે માત્ર તિથિઓ-અને તે પણ અવાસ્તવ અને અશાસ્ત્રીય-બતાવનારું નવું પંચાંગ, આરાધનામાં અને મુહૂર્નાદિમાં કોઈ રીતે ઉપયોગી નથી. “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ” એવી તત્વહીન માન્યતાને ખોટું અને કાયમી સમર્થન આપવાની ટૂંકી દૃષ્ટિથી આ નવું પંચાંગ રચાયું લાગે છે.
આ નવા પંચાંગના સમર્થકો તરફથી એક દલીલ એવી કરવામાં આવે છે કે હાલમાં શ્રી સંઘે માન્ય કરેલા (જન્મભૂમિ) પંચાંગમાં એક ચોક્કસ (મુંબઈ) સ્થળના સૂર્યોદય મુજબ તિથિઓ લખાતી હોય છે. તે સિવાયનાં સ્થળોએ ક્યારેક ઉદયતિથિઓ જુદી આવતી હોય છે. શ્રી સંઘમાન્ય એક પંચાંગ રાખવાથી ઉદયતિથિઓ ક્યાં આરાધાય છે?” આ પ્રશ્નનો ઉકેલ નવા રચાયેલા આ પંચાંગથી આવવાનો જ નથી. કારણ કે આ નવા પંચાંગમાં અપાયેલ તિથિઓનાં ઘડી-પળ પણ કોઈ એક ચોક્કસ સ્થળના સૂર્યોદયને અનુસરીને જ અપાયાં હશે. (ચોક્કસ સ્થળના આધાર વગર જ ઘડી-પળ અપાયાં હોય તો તો આને પંચાંગ જ ન કહેવાય.) જે સ્થળના સૂર્યોદય પ્રમાણે આ પંચાંગમાં ઉદયતિથિઓ અપાઈ હશે, તે સ્થળ સિવાયનાં સ્થળોની ઉદયતિથિ,
- 22.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org