Book Title: Satya Vinani Samdhanni Vato Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 23
________________ માટે અમુક અમુક કાલાન્તરે ચોકકસ પ્રકારના સંસ્કાર આપવા (સુધારાવધારા કરવા) પડે છે. આ સંસ્કાર, ક્યારે અને કેટલા આપવા-તે નક્કી કરવા માટે સતત આકાશ નિરીક્ષણ, તે દ્વારા આકાશીય પદાર્થોના વેધ લેવા, તે વેધ લેવા માટે જરૂરી વેધશાળાઓ બાંધવી, તેમાં વિવિધ પ્રકારનાં યન્ત્રો બનાવવાં-વાપરવાં : વગેરે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. આવી સાવધ પ્રવૃત્તિઓથી દૂર રહી શકાય અને છતાં આપણા સઘળા ધર્મવ્યવહાર, સૂક્ષ્મ દૃપ્રત્યયી વેધસિદ્ધ એવા પંચાંગને અનુસરતા રહે-તે માટે આપણા પૂર્વાચાર્યોએ લૌકિક(જૈનેતર) પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવાની આજ્ઞા આપી હોવાનો સંભવ છે. આજ સુધી શ્રી સંઘ એ આજ્ઞાને અનુસર્યો છે અને આજે ય એને અનુસરવામાં શ્રી સંઘનું હિત છે. શાસ્ત્રકારોએ જેનો ઉપયોગ કરવાનું ફરમાવ્યું છેએવાં પ્રત્યક્ષ લૌકિક પંચાંગ આજે તદ્દન સુલભ છે. એ પંચાંગોનો પ્રામાણિકપણે ઉપયોગ કરીને તિથિઓની આરાધના કરવાને બદલે નવા કલ્પિત પંચાંગની રચના કરવાનો અને એ પંચાંગને “જૈન ગણિતને અનુસરતા પંચાંગ” તરીકે ઓળખાવવાનો કશો અર્થ નથી. આ “જૈન ગણિત પ્રમાણેના કહેવાતા પંચાંગમાંની કેટલીય તિથિઓ (લગભગ ત્રીસ ટકાથી ય વધુ), ખરેખર સૂક્ષ્મ ગણિત પ્રમાણે જે દિવસે આવવી જોઈએ તેથી તદ્દન જુદા (આગળ-પાછળના) દિવસે આવે છે. વિ.સં. ૨૦૪૨ ની... સાલપૂરતો જ વિચાર કરીએ તો, આ - 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30