________________
(B) સ્વ. પૂજ્યશ્રીએ આપેલો જવાબ
જૈન શ્રી સંઘમાં હાલ પ્રવર્તતા તિથિમતભેદના નિરાકરણ માટેના એક પ્રયત્નરૂપે કેટલાક વિદ્વાનોએ નવા પંચાંગનો વિકલ્પ સૂચવ્યો છે. “જૈન શાસ્ત્રીય પંચાંગ” ના નામે રજૂ થતા એ પંચાંગના સંબંધમાં થોડી પ્રાસંગિક વિચારણા અત્રે કરવામાં આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કરંડક તથા કાલલોકપ્રકાશ વગેરે જૈનજ્યોતિષગણિતના ગ્રન્થો મુજબ પ્રાચીન જૈન પંચાંગની આછી રૂપ-રેખા નીચે મુજબ છે: ૧) પાંચ વર્ષનો એક યુગ, એક વર્ષના દિવસ ૩૬૬, તેથી એક યુગના
દિવસ (૩૬૬ ૪૫=) ૧૮૩૦. ૨) પાંચ સૌર વર્ષમાં સૌર માસ (૧૨*૫) ૬૦, એક યુગમાં બે (યુગના
મધ્યમાં પોષ અને અંતમાં અષાડ) અધિક માસ આવતાં સૌર
ચાંદ્રમાસ ૬ર. ૩) એક સૌર-ચાન્દ્ર માસની તિથિ ૩૦, તેથી એક યુગમાં (૬૨૩૦૦)
૧૮૬૦ તિથિ. ૪) એક યુગના દિવસ ૧૮૩૦ એક યુગની તિથિ ૧૮૬૦ = ૬૧/૬૨
દિવસ ૨૯-૩૨/૬ર મુહૂર્ત = ૫૯ ઘટી, ૦૧ પળ, પ૬ વિપળ.. એક તિથિનું નિયત કાલમાન.
- 17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org