________________
વર્તમાનમાં આ નવા જૈન પંચાંગનો પ્રચાર કરવા નીકળેલા વિદ્વાનો સમક્ષ કેટલાક પ્રશ્નો મૂકી એનો જાહેર ખુલાસો મળે એવી અપેક્ષા રાખીએ છીએ.
આ નવું પંચાંગ માત્ર આરાધના માટે જ ઉપયોગમાં લેવાનું છે ? કે મુહૂર્ત વગેરે માટે પણ એનો ઉપયોગ કરવાનો છે ? જો મુહૂર્ત માટે લૌકિક પંચાંગ માનવાનું હોય તો આ નવા પંચાંગની પ્રામાણિક્તા આપણે જ સ્વીકારતા નથી-એ સ્પષ્ટ થાય છે. નવું પંચાંગ મુહૂર્ત માટે ન સ્વીકારીએ અને આરાધના માટે સ્વીકારીએ તો મુહૂર્તને મહત્ત્વનું અને આરાધનાને ગૌણ ગણવાનું પણ સ્પષ્ટ થાય છે. એકતિથિપક્ષ અત્યારે પણ પંચાંગની બે પૂનમે બે તેરસ કરવા છતાં મુહૂર્ત માટે તો (એમની માન્યતા પ્રમાણે પહેલી હોવા છતાં) તેરસ શુદ્ધ જ ગણે છે. અને એ રીતે પોતાની માન્યતા ખોટી હોવાનો આડકતરો સ્વીકાર કરે જ છે. નવા પંચાંગમાં ય એવું જ થવાનું હોય તો આપણે વધુ હાસ્યાસ્પદ બનવા સિવાય કોઈ લાભ નથી. અધિક માસ વગેરેના પ્રસંગે, અત્યારે નથી તેવા નવા ગોટાળા ઊભા થવાના છે. પંચાંગગણિતના તજજ્ઞ હોવાના ભ્રમમાં રાચતા અજ્ઞો પાસે આના કોઈ જવાબ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org