________________
સંસ્કાર, ગણિત કરતી વખતે આપવાના છે. પંચાંગથી ચોક્કસ થયેલી તિથિમાં સંસ્કાર આપવાના રહેતા નથી. તે તિથિનિયત આરાધના માટે વચનો પણ ઉપલબ્ધ છે. આપણે બનાવવાનાં નથી, માનવાનાં છે. એમાં કદાગ્રહાદિ અવરોધક છે. વિ.સં. ૨૦૧૪માં પંચાંગ બદલવા અંગેના ઠરાવમાં સંસ્કારની વાત જ નથી. આચાર્યશ્રી ફરીથી એ ઠરાવને વાંચી લે તો સારું ! પંચાંગમાંની બાર પર્વતિથિ જ આરાધ્ય હતી અને બીજી આરાધ્ય ન હતી કે જેથી બાર પર્વતિથિમાં સંસ્કાર(ફેરફાર) કરવો પડે છે અથવા પડતો હતો ? વિ.સં. ૧૯૯૨માં કે તે પૂર્વે બે તિથિવાળા ખોટું કરતા હતા – એ વાત તો સૌને માન્ય છે. આજે એકતિથિમાં ભળી ગયેલા પણ ત્યારે તેમાં જ હતા – એ ભૂલવાની જરૂર નથી. વિ.સં. ૧૯૯૨ થી ૨૦૨૦ સુધી તે તે તિથિઓમાં સંસ્કાર કેમ ના કર્યો ? અને પંચાંગમાંની યથાવત્ તિથિઓ કેમ લીધી ? – એનો જવાબ લેખકશ્રીએ પોતાના વડીલો પાસેથી જાણી લઇને સંસ્કારની રજૂઆત કરવી જોઇએ.
પુસ્તિકામાં લેખકશ્રી જણાવે છે કે લૌકિક પંચાંગથી શાસ્ત્રીય તિથિનો નિર્ણય થઇ શકતો નથી. એ વાત ખૂબ જ વિચિત્ર છે. લોકોત્તર પંચાંગ જ્યારે વિચ્છેદ પામ્યું ત્યારથી માંડીને આજ સુધી આપણે સૌએ અશાસ્ત્રીય તિથિ આરાધી છે ? અત્યાર સુધી જે વિવાદ થયો છે તે શું અશાસ્ત્રીય તિથિ માટે થયો છે ? સાચી વાત તો એ છે કે લોકોત્તર પંચાંગનો વિચ્છેદ થયા પછી તિથિના નિર્ણય માટે લૌકિકપંચાંગનો આધાર લેવો આ શાસ્ત્રાજ્ઞા છે. શાસ્ત્રાજ્ઞા મુજબ કરેલું પણ અશાસ્ત્રીય છે – એ વાત પુસ્તિકાના લેખક આચાર્યશ્રી પાસેથી જાણવા મળી. સ્થળ પરત્વે સર્વત્ર જુદાં જુદાં પંચાંગ માનવાનું શક્ય ન બનવાના કારણે શ્રીસંઘમાન્ય એક લૌકિક પંચાંગ માનીને તિથિનો નિર્ણય કરાય
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org