Book Title: Satya Vinani Samdhanni Vato Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 13
________________ છે. સકલ શ્રીસંઘની આરાધના એક જ દિવસે થાય : એ માટે એક પંચાંગનો આધાર લેવામાં આવતો નથી. લૌકિકપંચાંગનો આધાર લીધા વિના હવે લોકોત્તર પંચાંગ કઇ રીતે બનાવવું– એ ફકત આચાર્યશ્રી જાણે છે. ગમે તે કારણે તેઓ તે જણાવતા નથી. લોકોત્તરપંચાંગમાં ઉદયાત તિથિનું મહત્ત્વ ન હોય તો મૅિ.... ઇત્યાદિ શાસ્ત્રવચનનો કયો અર્થ છેઃ એ પણ આચાર્યશ્રી જણાવતા નથી. ‘‘કહેવાતા બે તિથિવાળા પક્ષના અનુયાયીઓના મનમાં ‘ઉદયાત્ તિથિ કરતાં બધાની આરાધના એક જ દિવસે થાય' એ મહત્ત્વનું ભાસે છે'’. આ વાત સર્વથા અસત્ય છે. એ વાત જો સત્ય હોત તો તિથિનો વિવાદ જ ઊભો થાત નહિ. શાસ્ત્રાનુસારી અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારી આરાધના બધા કરે એવું અમારા મનમાં મહત્ત્વનું ભાસે છે. શાસ્ત્રનિરપેક્ષ એકતા કરવામાં શાસ્ત્રવચનનો ભોગ લેવાય છે. આ વાતની આચાર્યશ્રીને કોઇ ચિંતા નથી. સ્થળ પરત્વે કોઇ વાર ઉદયાત્ તિથિએ આરાધના કરવાનું કોઇ કારણસર શક્ય ન બને : એટલામાત્રથી ઉદ્દયાત્ તિથિને ગૌણ માની શાસ્ત્રવચનનો અનાદર કરવાનું આચાર્યશ્રી જણાવી રહ્યા છે, જે તદ્દન જ અનુચિત છે. ‘બધા એક જ દિવસે આરાધના કરે : એ ભાવસત્ય છે' આ વાત પુસ્તિકાનું મૂળસૂત્ર છે. પરંતુ ભાવસત્યની એવી વ્યાખ્યા આજ સુધી કોઇ સંવિગ્ન ગીતાર્થોએ કરી નથી. તેમ જ શાસ્ત્રના પાને પણ એવી વાત જણાવાઇ નથી. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા સાચવી લેવાનો ભાવ જેમાં રહ્યો છે તે દ્રવ્યથી અસત્ય હોય તોપણ ભાવથી સત્ય છે. આચાર્યશ્રીએ પુસ્તિકાની શરૂઆતમાં હરણિયાંને Jain Education International 10 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30