Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 11
________________ સૂર્યોદયાસ્તને કારણે પચ્ચખાણના સમય સ્થળ પરત્વે જુદા પડતા હોય છે. “એક સાથે આરાધના”ના આગ્રહથી પીડાતા આચાર્યશ્રીએ હવે આમાં ય એકતા કરી દેવી જોઈએ. “શ્રી સંઘ દ્વારા ઠેરવવામાં આવે'' તેથી જે ઉદયતિથિની વિરાધનામાં “કોઈ જ પાપ લાગતું ન હોય તો પચ્ચખાણની વિરાધનામાં ય “કોઈ જ પાપ' ન લાગે ને ? એ તો ઊંચું ભાવસત્ય બને ને ? પુસ્તિકાના લેખકશ્રી જાણી-જોઈને સત્ય છુપાવી રહ્યા છે. ઉદયાત્ તિથિ સિવાયની તિથિએ આરાધના કરનારા સમકિતી કઈ રીતે છે – તે જણાવવાનું બાજુ પર રાખીને તેમને મિથ્યાત્વી કહે છે - એવી ફરિયાદ અર્થહીન છે. જન્મ-ભૂમિપંચાંગ મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિ દર્શાવે છે... ઈત્યાદિ જણાવતાં પૂર્વે લેખકશ્રીએ એ વિચારવું જોઈએ ને કે એ પંચાંગ સ્વીકારતી વખતે પૂજ્ય વડીલોએ એ વાત ધ્યાનમાં કેમ ના લીધી ? ભારતભરની દરેક સ્થળની તિથિ દર્શાવે એવું એક પણ પંચાંગ ઉપલબ્ધ છે ખરું ? ઉદયાત્ તિથિને ગૌણ માનવી - એકાન્ત આરાધ્ય ન માનવી અને સર્વ સ્થળની ઉદયાત્ તિથિની વિચારણા કરવી : આ બેનો કોઈ મેળ જ નથી. પોતે શું કરી રહ્યા છે એનો જેમને ખ્યાલ નથી એવા, તિથિ અંગે સમાધાન જણાવી રહ્યા છે. આરોપી પોતે ન્યાયાધીશ બન્યા છે. કદાગ્રહને મૂક્યા વિના બીજ કોઈ જ કલ્યાણનો માર્ગ નથી. એક સાથે નહિ, ભગવાનના વચન સાથે આરાધનામાં સૌનું કલ્યાણ સમાયું છે. આચાર્યશ્રી ઉદયાત્ તિથિમાં સંસ્કાર આપવાની વાત કરે છે – તે અનુચિત છે. ઉદયાત્ તિથિમાં સંસ્કારની આવશ્યકતા જ ક્યાં છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30