________________
આરાધના... ક્ષયે પૂર્વીd...ઈત્યાદિ પ્રઘોષને અનુસરી પૂર્વ અને ઉત્તર તિથિએ કરવાનું વિધાન છે. પરન્તુ સકલ શ્રી સંઘે “ગમે તે દિવસે બધા ભેગા થઈને એક દિવસે” તે તે તિથિનિયત આરાધના કરવાનું ફરમાવાયું નથી. આમ છતાં પુસ્તિકાના લેખકશ્રી એક દિવસે આરાધના કરવામાં ભાવસત્ય જણાવી રહ્યા છે - તે સત્યથી ઘણું જ દૂર છે.
પોતે માની લીધેલા ભાવસત્યની રક્ષા માટે, લૌકિકપંચાંગને શ્રી જૈન દર્શનની માન્યતાથી વિપરીત સિદ્ધાંતના આધારે બનાવેલું જણાવીને તેઓ જૈનપંચાંગ બનાવીને તે પંચાંગ મુજબ આરાધના કરવાનું જણાવી રહ્યા છે. એ વિષયમાં લેખકશ્રીને પૂછવું જોઈએ કે લૌકિકપંચાંગને અનુસરી એ મુજબની ઉદયાત્ તિથિએ આરાધના કરવાનું જણાવનારા આપણા પૂ. ગીતાર્થમહાત્માઓને લૌકિક પંચાંગ કઈ રીતે બને છે : એનો ખ્યાલ હતો કે નહિ? લેખક આચાર્યશ્રીની લાચારી ભારે છે. જૈન પંચાંગ બનાવતી વખતે સૂર્યોદયાદિ, સૂર્યચન્દ્રાદિની ગતિ, નક્ષત્રાદિ, રાશિપ્રારંભ... ઇત્યાદિ ક્યાંથી પ્રાપ્ત કરવું – તે જણાવતા નથી. જૈનપંચાંગ આરાધના માટે માનવાનું છે કે મુહુર્નાદિ માટે પણ માનવાનું છે – એ પણ તે જણાવતા નથી. આરાધના માટે જૈનપંચાંગ અને મુહૂર્નાદિ માટે લૌકિક પંચાંગ : આ બેધારી નીતિ મનની મેલી ભાવના સૂચવે છે. મુહૂર્તો ખોટાં આવે તો ધનોત-પનોત નીકળી જાય, આરાધના ખોટી થાય તો ભાવસત્ય જળવાય! અદભુત છે લેખકશ્રીનું ગણિત ! આપણે તો આરાધનાથી કામ છે, ગમે તે દિવસે આરાધના કરાય - આવો તર્ક કરનારને કહેવું જોઈએ કે આપણે તો શુભ કાર્ય કરવું છે, ગમે ત્યારે કરવું – આમ માનો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org